Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeઇતિહાસહૉકીના જાદુગર મેજર ધ્યાનચંદની દેશભક્તિ જોઇને જ્યારે દંગ રહી ગયો હતો હિટલર

હૉકીના જાદુગર મેજર ધ્યાનચંદની દેશભક્તિ જોઇને જ્યારે દંગ રહી ગયો હતો હિટલર

National Sports Day
Share Now

ઇતિહાસ: દેશમાં એવા ઘણા લોકો છે, જેમને એવા મુકામો પ્રાપ્ત કર્યા છે, જેમના નામ ઇતિહાસના પન્ના પર હંમેશા માટે રહી ગયા છે. ભારતમાં હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યનચંદનું ( Major Dhyanchand ) નામ પણ આવા લોકોની લિસ્ટમાં આગળ છે. રમત-જગત ક્ષેત્રમાં ભારતને ઓલમ્પિકની ગેમમાં હોકી સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત કરાવવા માટે પરંપરાદત એશિયાઇ હોકીનો એક દબદબો  પ્રાપ્ત કરાવ્યો.

Dhyan Chand

Image Courtsey: Wikipedia

મેરે દેશ કી જીમ્મેદારી નહી હૈ, મુજે આગે બઢાને કી… મેરી જીમ્મેદારી હે મેરે દેશ કો આગે બઢાને કી: મેજર ધ્યાનચંદ

દરેક દિવસ પોતાના સાથે એક ઇતિહાસ લઇને આવ્યો છે, આજના દિવસે 29 ઓગસ્ટના રોજ સ્પોર્ટસ ડે ની (Sports Day 2021) ઉજવણી થાય છે. આજના દિવસે 29 ઓગસ્ટ 1905 ના રોજ ધ્યાનચંદજીનો જન્મ થયો હતો, જેના કારણે નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામાં આવે છે.

OTT India પર આજે વાત કરીશું હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ વિશે…

(who is dhyan chand) મેજર ધ્યાનચંદ 

ઉત્તર પ્રદેશના ઇલાહાબાદમાં જન્મેલા હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદ (Major Dhyanchand ) સાથે ભારતીય હોકી ટીમનો (Indian field hockey player) એક યુગ સ્વર્ણીમ રહેલો છે, ચર્ચિત કવિ ડૉ. કુમાર વિશ્વાસ ની સાથે સ્ટોરીટેલ પર પોતાના શો દ કુમાર વિશ્વાસ શો માં મેજર ધ્યાનચંદ સાથે જોડાયેલા કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે.

  • 29 ઓગસ્ટ 1905 ના રોજ ધ્યાનચંદજીનો જન્મ ઉત્તર પ્રદેશના ઇલાહાબાદમાં થયો
  • મેજર ધ્યાનચંદના પિતા હોકીના સારા એવા ખેલાડી હતા
  • મેજર ધ્યાનચંદનનું નામ પહેલે ધ્યાન સિંહ હતુ
  • ધ્યાનચંદ 42 વર્ષની ઉંમરમાં હૉકી રમીને 1948 માં સંન્યાસ લીધો
  • કેન્સર જેવી ગંભીર બીમારી ના કારણે  3 ડિસેમ્બર  1973 ના રોજ મેજર ધ્યાનચંદનું નિધન

When the wizard cast his spell... | Deccan Herald

હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદના પિતા હોકીના સારા એવા ખેલાડી હતા, પણ મેજર ધ્યાનચંદને હોકી પસંદ નહોતી, સેનામાં જ્યારે મેજર ધ્યાનચંદ પ્રવેશ્યા ત્યારે તેમને હોકીમાં લગાવ આવ્યો હતો, જે એક ઝુનુનમાં તબ્દીલ થઇ ગયો.

મેજર ધ્યાનચંદ ધ્યાનચંદ કેમના બન્યા?

કુમાર વિશ્વાસ જણાવે છે કે, મેજર ધ્યાનચંદનનું નામ પહેલે ધ્યાન સિંહ હતુ, જ્યારે લાઇટ પણ નહોતી તે સમયે મેજર ધ્યાનચંદ રાતે ચાંદનીની રોશનીમાં અભ્યાસ કરતો હતો, ત્યારે તેમના કોચે મેજર ધ્યાનચંદને કહ્યું કે, “એક દિવસ આવશે જ્યારે તમે ચાંદની જેમ ચમકશો” અને  ધ્યાન સિંહ નું નામ પડી ગયુ… મેજર ધ્યાનચંદ..

ધ્યાનચંદ વર્ષ 1926 માં પહેલીવાર વિદેશમાં ગયા હતા, અહીં ટીમે 20 ગોલ કર્યા અને 10 ગોલ મેજર ધ્યાનચંદે જ કર્યા હતા. જ્યાં ભારતે 21 માંથી 18 મેચોમાં જીત પ્રાપ્ત કરી હતી. જ્યારથી દુનિયા પણ ધ્યાનચંદને ઓળખવા લાગી હતી. ભારતમાં તેમણે 1928 થી 1964 ની વચ્ચે ઓલમ્પિકમાં હોકીના 8 મુકાબલામાંથી 7 મુકાબલામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા.

હિટલર સાથે મુલાકાત 

મેજર ધ્યાનચંદ જ્યારે હોકીના જાદુગર કહેવાંમાં આવતા, ત્યારે તે ખુબ પ્રખ્યાત થઇ ગયા હતા, વિદેશોમાં પણ મેજર ધ્યાનચંદ પ્રસિદ્ધ થઇ ગયા. આજ કારણ રહ્યું જ્યારે બર્લિન ઓલ્મિપિક દરમિયાન જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલર ( Adolf Hitler) ને ધ્યાચંદ સાથે મળવાની લાલસા થઇ.

1936 માં જર્મનીમાં યોજાયેલા ઓલમ્પિકમાં ધ્યાનચંદે ભારતને એમ્સટટર્ડમ 1928 અને લાંસ એજિલ્સ 1932 ઓલમ્પિક (Olmpic) માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

What made Hitler

Image Courtsey: Haaretz.com

બર્લિનમાં 14 ઓગસ્ટે વરસાદના કારણે ભારત અને જર્મની વચ્ચેની મેચ ના રમાઇ, જેના કારણે 15 ઓગસ્ટના રોજ રમાઇ જેમાં ભારતીય ટીમ પર દબાવ હતો.

ફાઇનલ મેચમાં મેજર ધ્યાનચંદ શુઝ વગર જ મેદાનમાં આવી ગયા, બીજા હાફમાં જ કમાલ કરીને બધાને હેરાન કરી મુક્યા હતા, રણ ભારત 8-1 થી જીત મેળવવામાં સફળ રહ્યો.

મેજર ધ્યાનચંદને મળવા માટેનું આમંત્રણ હિટલરે આપ્યુ

Dhyan Chand Award -

Image Courtsey : Wikipedia

મેચ પુર્ણ થતા જ હિટલર પણ મેચજોવા માટે આવ્યો હતો, જે મેજર ધ્યાનચંદને મળવા માટેનું આમંત્રણ આપે છે, મેજર ધ્યાનચંદ હિટલર પાસે ગયા અને બંને વચ્ચે વાતચીત થઇ, હિટલરએ મેજર ધ્યાનચંદને પોતાની સેનામાં સર્વોચ્ચ રેન્કમાં પદ અને જર્મની ની સાથે રમવાની ઓફર મળી હતી. પણ મેજર ધ્યાનચંદે તેને સ્વાકારી નહોતી. 

(Dhyan Chandધ્યાનચંદ પર સર્વોચ્છ ખેલ પુરસ્કારનું નામ ( Dhyan chand Trophy)

પીએમ મોદીએ એક ક્રાંતિકારી નિર્ણય લીધો હતો જેમાં ભારતના સર્વોચ્ચ રમત –ગમત ક્ષેત્રનો રત્ન પુરસ્કાર રાજીવ ગાંધીના સ્થાન પર મેજર ધ્યાનચંદ (major dhyan chand award) પર કરવામાં આવ્યુ.

 

હૉકીના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત સેંટર ફોરવર્ડ ખેલાડીઓમાંથી ધ્યાનચંદ 42 વર્ષની ઉંમરમાં હૉકી રમીને 1948 માં સંન્યાસ લઇ લીધો હતો, કેન્સર જેવી ગંભીર બીમારી બાદ 3 ડિસેમ્બર  1973 ના રોજ માં મેજર ધ્યાનચંદનું નિધન થયુ હતુ.

 

આ પણ વાંચો: એક પત્રકારે કઈ રીતે ઉભી કરી ટાટા સમૂહની આ કંપની? અંતે સ્ટીલમેન તરીકે થઈ ગયા અમર

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment