Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / November 26.
Homeન્યૂઝવિદેશથી મંગાવાતા ડ્રગ્સ મામલે પોલીસની મોટી કાર્યવાહી, અધધ… પાર્સલ મંગાવ્યા હતા

વિદેશથી મંગાવાતા ડ્રગ્સ મામલે પોલીસની મોટી કાર્યવાહી, અધધ… પાર્સલ મંગાવ્યા હતા

drugs
Share Now

વિદેશમાંથી ડ્રગ્સ (drugs )મંગાવી વેચાણના મામલે હાલમાં તપાસ ચાલી રહી છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. આરોપીએ 300 થી વધુ પાર્સલમાં ડ્રગ્સ મંગાવ્યા હોવાનુ સામે આવ્યું છે. પોલીસને આશરે 10 કરોડના ઓનલાઈન વ્યવહાર થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આરોપી અલગ અલગ વ્યક્તિના નામ અને સરનામે પાર્સલ મંગાવતા હતા. ઈલેક્ટ્રોનિક વસ્તુની આડમા ડ્રગ્સ અમેરિકાથી આવતું હતું. આ તમામ વચ્ચે પોલીસ કાર્યવાહી કરતા હજુ સુધી જે પાર્સલ રિસિવ નથી થયા તેવા ડ્રગ્સ સાથેના પાર્સલ પણ કબ્જે કરશે.

drugs મામલે અત્યાર સુધીમાં આટલા લોકોની ધરપકડ

ડ્રગ્સ સાથે જોડાયેલા કેસમાં અત્યાર સુધી કુલ 4 આરોપીની ધરપકડ (Arrest)થઈ ચુકી છે. વંદીત પટેલ, પાર્થ શર્મા, સંજયગિરી ગોસ્વામી અને ઝીલ પરાતેની ધરપકડ થઈ છે. આરોપી અમેરિકાથી ડ્રગ્સ લાવી શૈક્ષણિક સંસ્થામાં આપતા હોવાનું પણ સામે આવ્યું છે. કરોડો રૂપિયાનો ક્રિપ્ટૉ કરન્સી દ્વારા વ્યવહાર થયાનું પણ સામે આવ્યું છે. આરોપી વંદીત પટેલે ડ્રગ્સની રકમ ચૂકવવા માટે ક્રિપ્ટૉકરન્સી મારફતે રૂપિયા 4 કરોડનો નાણાકીય વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું છે. વંદિત પટેલે અત્યાર સુધીમાં અલગ અલગ 50 સરનામા પર ડ્રગ્સ મંગાવ્યાં છે. આરોપીઓ ડ્રગ્સ માંગવા માટે ટેકનોલોજી, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા.

ડ્રગ્સ કઇ રીતે પહોંચતો હતો

જો કે આ તમામ વચ્ચે સૌથી મહત્વની તો એ વાત સામે આવી છે કે, તે એડ્રેસ તો અલગ અલગ રાખતા જ પરંતુ ડ્રગ્સ પણ ઈલેક્ટ્રોનિક વસ્તુની આડમાં અમેરિકા (America)થી મંગાવતા હતા. જે પાર્સલ રિસિવ નથી થયા તેવા ડ્રગ્સ સાથેના પાર્સલ પોલીસ કબ્જે કરશે. પોતાના નામે આવતા પાર્સલમા કસ્ટમ વિભાગની નોટીસ (Notice)મળ્યા બાદ અન્ય વ્યક્તિઓના નામે મંગાવ્યા હતા. આરોપી વંદિત પટેલે ગુજરાત, રાજસ્થાન સહિત 50 થી વધુ સરનામા પર ડ્રગ્સની ડિલેવરી (Delivery)મેળવી હતી. બંધ મકાનના સરનામા પર ઓર્ડર આપી પાર્સલ રિટર્ન થતા એજન્ટને મળી પાર્સલ છોડાવી દેવાતા હતા.

આ પણ વાંચો: દ્વારકા ડ્રગ્સ કેસ: સલાયામાં સર્ચ ઓપરેશન હાથ ધરતા પોલીસને મળી મોટી સફળતા, વધુ 46 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

આરોપી બંધ મકાનના સરનામા પર ડ્રગ્સ મંગાવતો હતો. આરોપીઓએ અત્યાર સુધીમાં 100 કિલો ડ્રગ્સ મંગાવીને 8 થી 10 કરોડનો વ્યાપાર કર્યો છે. આરોપી ડ્રગ્સ લેનારને જોઇએ તેવો ડ્રગ્સ સપ્લાય કરી આપતો હતો. જેમા સેક્સ પાવર વધારવા, સ્પિરિચૂયલ ફિલ લેવા માટે અલગ અલગ ડ્રગ્સ આપવામાં આવતા હતા.

drugs મામલે કરોડો રુપિયાના વ્યવહાર

આરોપી એ ઈથરિયમ, લાઈટ કોઈન, બિટ કોઈન જેવી અલગ-અલગ ક્રિસ્ટોકરન્સી મારફતે 4 કરોડ રૂપિયાના વ્યવહાર કરાવ્યા હોવાનુ સામે આવ્યું છે. મુંબઈ, હિમાચલ પ્રદેશ તથા વિદેશમાંથી 100 કિલો કરતા વધુ ડ્રગ્સ વેચાયું હોવાની કબૂલાત કરી છે. તો કુલ 10 કરોડના વ્યવહાર કર્યા છે. વંદિત પટેલે ન્યુઝીલેન્ડ અને ચીન શાંઘાઈ ખાતે પણ અમેરિકાથી ડ્રગ્સ મોકલાવ્યું હતુ. છેલ્લા બે વર્ષથી તે ડ્રગ્સનો ધંધો કરતો હતો. વિદેશ સહિત મુંબઇ સહિતના રાજ્યમા તેના તાર જોડાયેલા છે.

ડ્રગ્સ પર અંકુશ લગાવતી પોલીસ જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment