Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝJ&K: સ્વતંત્ર દિવસ પર હુમલાનું મોટુ ષડયંત્ર નિષ્ફળ, જૈશના 4 આતંકીની ધરપકડ

J&K: સ્વતંત્ર દિવસ પર હુમલાનું મોટુ ષડયંત્ર નિષ્ફળ, જૈશના 4 આતંકીની ધરપકડ

Share Now

સ્વતંત્ર દિવસના એક દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માં આતંકીઓ (Terrorist)નું ષડયંત્ર નિષ્ફળ થયુ છે. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) પોલીસે (Police) જૈશ (Jaish)ના 4 આતંકીઓની ધરપકડ (Arrest) કરી છે. આતંકીઓનું ષડયંત્ર મોટરસાયકલ આઇઇડી (IED)નો ઉપયોગ કરી હુમલો કરવાનું હતુ, પરંતુ પોલીસની સતર્કતાથી તે નિષ્ફળ રહ્યુ હતુ.

 

4 આતંકીની ધરપકડ

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષદળ સતત આતંકીઓ વિરૂદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે. તે હેઠળ જમ્મુ પોલીસે (Jammu Police) જૈશના 4 આતંકીઓ અને તેના સાથીની ધરપકડ કરી છે. તે આતંકીઓના ડ્રોનને નીચે પાડનાર હથિયારોને એકઠા કરી અને એક્ટિવ જૈશના આતંકીઓ સુધી પહોંચાડવાનું એક ષડયંત્ર બનાવી રહ્યા હતા. આ સાથે આ તમામ 1 ઓગષ્ટ પહેલા વાહનમાં આઇઇડી લગાવી હુમલો કરવાના હતા. માત્ર કાશ્મીર (Kashmir)માં જ નહીં પરંતુ દેશના અન્ય શહેરોનો પણ ટાર્ગેટ કરી રહ્યા હતા.

પોલીસે મુ્દ્દામાલ પણ ઝડપી પાડ્યો

પોલીસે (Police) કાર્યવાહી હાથ ધરતા સૌ પહેલા મુંતજિર મંજૂરની ધરપકડ કરી હતી. તે પુલવામા (Pulvama)માં રહે છે અને જૈશનો આતંકી છે. મુંતજિરની પાસે પોલીસે એક પિસ્તોલ, એક મેગેજીન, 8 રાઉન્ડ કારતુસ, બે ચીની હેંડગ્રેનેડ મળી છે. તે હથિયાર લઇ જવા માટે એક ટ્રકનો ઉપયોગ કરી રહ્યો હતો, મુદ્દામાલ તરીકે પોલીસે તેને પણ ડીટેઇન કર્યો છે.

આતંકી યુવાઓની ભરતી કરતો

ત્રીજો આતંકી જહાંગીર અહમદ ભટ્ટ પણ પુલવામાંનો છે. તેની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી છે. તે કાશ્મીરમાં ફળનો વેપારી છે અને સતત જૈશ (Jaish)ના આતંકીના ટચમાં હતો અને તેને જ ઇજાહર ખાનની ઓળખાણ શાહિદ સાથે કરાવી હતી. તે જૈશ માટે યુવાઓની ભરતી કરતો હતો.

ઉલ્લેખનિય છે કે સરકારે (Government) કલમ 370 દુર કર્યા બાદ આતંકીઓ તો જાણે તેને ફરી લઇ આવવા માટે ષડયંત્રો રચી રહ્યા હોય તેમ સ્થાનિકો સહિત નેતાઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. ગત્ત અઠવાડીયામાં જ એક ભાજપ નેતા (BJP Leader) પર ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં એક બાળકનું પણ મોત નિપજ્યુ હતુ. તો પરિવારના 7 લોકો ઘાયલ થયા હતા. 

નોંધનીય છે કે આ એવી કોઇ પહેલી ઘટના નથી. આતંકી (Terriost)ઓએ અનેક નેતાઓ પર હુમલા કર્યા છે. જેમાંથી માત્ર ભાજપ પાર્ટીના જ 12 નેતાના મોત નિપજ્યા છે. અનંતનાગ ખાતે ભાજપ નેતા સહિત તેમની પત્નીની હત્યા કરી હતી. તો પુલાવામામાં ભાજપ (BJP) કાઉન્સિલર રાકેશ પંડિતાની હત્યા કરી હતી.

આ પણ વાંચો: અફઘાનિસ્તાન : તાલીબાન વિફર્યા, લોગાર પ્રાંત પર કબ્જો કર્યા બાદ કાબુલ ખતરામાં

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment