Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / January 29.
Homeઇતિહાસઆ પર્વને સમગ્ર ભારતના જુદા-જુદા પ્રાંતમા જુદી-જુદી રીતે ઉજવવામાં આવે છે, જાણો શું છે મકરસંક્રાતિનો મહત્વ!

આ પર્વને સમગ્ર ભારતના જુદા-જુદા પ્રાંતમા જુદી-જુદી રીતે ઉજવવામાં આવે છે, જાણો શું છે મકરસંક્રાતિનો મહત્વ!

sankranthi-2022
Share Now

મકરસંક્રાતિ (Makarshankranti): સમગ્ર આકાશમાં લાલ, પીળા, લીલા, વાદળી રંગોની પતંગો છવાઈ જાય છે અને આ દૃશ્ય  મકરસંક્રાંતિના પર્વનો અનુભવ કરાવે છે. સમગ્ર ભારતના જુદા-જુદા પ્રાંત મા આ તહેવાર ને જુદી-જુદી રીતે ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં મકરસંક્રાંતિ, તામિલનાડુમાં પોંગલ અને ગુજરાતમાં આ પર્વને ઉત્તરાયણ કહેવાય છે.

આ દિવસે સુર્ય ધનુર રાશિથી મકર રાશિમાં પ્રવેશે:  (Makarshankranti 2022) 

આ દિવસે સુર્ય ધનુર રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે આ દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવામાં આવે છે. રાજ્યમાં આ વર્ષ ઉત્તરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને દિશાદર્શનમાં તહેવાર ઉજવવા સૌને અપિલ કરી છે અને રાજ્યની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. અને રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમ્યાન પતંગ દોરાથી અબોલ પક્ષીઓના જીવોની ચિંતા કરી  તેમને બચાવવા અને સારવારનું અનોખું અભિયાન ‘કરૂણા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે.

makar-sankranti 2021 wishes

makar-sankranti 2021 wishes, Google image

ગુજરાતમાં ઉજવવામાં આવતો સૌનો પ્રિય અને વિશ્વ વિખ્યાત કાઈટ ફેસ્ટિવલ: 

ગુજરાતમાં ઉજવવામાં આવતો સૌનો પ્રિય અને વિશ્વ વિખ્યાત કાઈટ ફેસ્ટિવલ (Fite festival) ઉત્સવ એટલે કે પતંગ ઉત્સવ આ વર્ષે કોરોના મહામારીના વધતા સંક્રમણના લીધે મોકૂફ છે. ગુજરાતમાં ઉજવવામાં આવતા આ ઉત્સવને સૌ પ્રથમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય મંચ પર વિશેષ ઓળખ આપવામાં આવી હતી. આ પર્વને દેશ-વિદેશમાંના ખૂણા ખૂણામાં ઉજવવાય છે.  

Makar-Sankranti

Makar-Sankranti, google image 

આ પણ વાંચો:  ગુજરાતનાં પીલુદરા ગામમાં બિરાજમાન મા મહાકાળીનું પ્રાચીન મંદિર છે વિશ્વ-વિખ્યાત!

સંસ્કૃત ભાષામાં સંક્રાંતિ શબ્દ ગતિશીલતા થી જોડાયેલો છે, એટલે લોકોને હંમેશા ચૈરેવેતિ ચૈરેવેતિની ભાવના સાથે જીવનમા સતત પ્રયત્નશીલ રહવું જોઈયે. રાજ્યસરકાર સતત પ્રજાલક્ષી અભિગમ સાથે સંર્વાંગીણ અને સર્વગ્રાહી વિકાસ ના મુલ મંત્ર સાથે વિવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સ્વપ્ન સાકાર કરવા માટે સંકલ્પબદ્ધ છે.   

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment