Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝMakhana નું 70% ઉત્પાદન મિથિલાંચલમાં થાય છે…

Makhana નું 70% ઉત્પાદન મિથિલાંચલમાં થાય છે…

Makhana
Share Now

ભારતમાં લગભગ 15 હજાર હેક્ટર જમીનમાં મખાનાની ખેતી થાય છે. જેમાં 80થી 90% ઉત્પાદન ફક્ત બિહારમાં થાય છે. 70% ઉત્પાદનમાં ભાગ મિથિલાંચલ ધરાવે છે. જ્યાં લગભગ 120000 ટન બીજ મખાના (Makhana)ના પૈદા થાય છે. 40000 ટન મખાનાનો સ્લેગ મળે છે. વનસ્પતિશાસ્ત્રમાં મખાનાને યુરીયલ ફેરોક્સ સલીબ તરીકે ઓળખવામાં આવે છે, જેની સામાન્ય ભાષામાં કમળના બીજ તરીકે ઓળખવામાં આવે છે. મખાના પાણીમાં ઉગાડવામાં આવતો એક પાક છે. મોટાભાગે બિહારના મિથિલાંચલ (મધુબાની અને દરભંગા)માં મખાનાની ખેતી થાય છે.

Makhana ના પાક માટે કેવું વાતાવરણ સાનૂકૂળ??

મખાનાની ખેતી માટે ભારતનું વાતાવરણ ખૂબ જ સાનુકૂળ ગણવામાં આવે છે. મખાના (Makhana)ના પાક માટે ગરમ હવામાન અને વધુ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. ભારતના ઈશાન-પૂર્વના વિસ્તારોમાં પણ મધઅંશે મખાનાનું વાવેતર થાય છે. મેઘાલય, આસામ, ઓડિશામાં ઓછા પ્રમાણમાં તેની ખેતી થાય છે. ઉત્તર ભારતમાં ગોરખપુર અને અલવરમાં મખાનાની ખેતી થાય છે. કોરિયા, બાંગ્લાદેશ, ચીન, રશિયા અને જાપાનમાં પણ મખાનાની ખેતી થાય છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો…

મખાના (Makhana)ના છોડના ફૂલો એપ્રિલ મહિનામાં જોવા મળે છે. 3થી 4 દિવસ ફૂલો છોડ પર રહે છે. તે દરમિયાન તેમાં બીજ બનાવવાની પ્રક્રિયા ચાલુ રહે છે. 1થી 2 મહિનામાં બીજ ફળોમાં પરિવર્તિત થઈ જાય છે. 24થી 48 પાણીની સપાટી પર ફળો જૂન-જુલાઈમાં તરતા જોવા મળે છે ત્યારબાદ નીચે બેસી જાય છે.

Makhana

IMAGE CREDIT: GOOGLE

મખાનાના ફળો કાંટાવાળા હોય છે. કાંટાઓને ઓગળતા 1થી 2 મહિનાનો સમય લાગે છે. ખેડૂતો સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં મખાનાને પાણીની નીચેની સપાટીમાંથી એકઠા કરી લે છે, ત્યારબાદ અન્ય એક પ્રક્રિયા શરૂ થાય છે. સૂર્ય પ્રકાશમાં બીજને સુકવવામાં આવે છે. બીજના કદના આધારે તેનું ગ્રેડિંગ કરવામાં આવે છે.

Makhana ની નિકાસથી કેટલી કમાણી થાય છે…

મખાનાના એક્સપોર્ટથી ભારતમાં દર વર્ષે 22થી 25 કરોડ રૂપિયાની કમાણી થાય છે. મખાનાને વેપારીઓ બિહારથી દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં મોકલાવે છે. મખાનાની ખેતીમાં કૃષિ રસાયણોનો ઉપયોગ થતો નથી, જેના કારણે મખાનાની ગણતરી ઓર્ગેનિક ફૂડમાં થાય છે. ઘણી ઓછી એવી વસ્તુઓ હોય છે જે સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. મખાના એક અમૃત ફળ સમાન છે.

મખાનાની બજારમાં માંગણી…

પાણીમાં ઉગાડેલા ફૂલો અને પાંદડાના મખાના વર્ષમાં 3-4 લાખ રૂપિયાની કમાણી કરાવે છે. મખાનાને પાણીમાંથી કાઢ્યા બાદ સ્થાનિક બજારોમાં તેના કંદ અને દાંડીની પણ ઘણી માંગ છે, જેને વેચીને ખેડૂતો પૈસા કમાવે છે.માછલીઓની ખેતી તરતા ખેડૂતો મખાનામાંથી વધારે આવક મેળવી રહ્યાં છે.

Makhana

IMAGE CREDIT: GOOGLE

બિહાર ઉપરાંત મણિપુરના ખેડૂતો પણ મખાનાની ખેતી પ્રત્યે જાગૃત થયા છે. જૂનથી નવેમ્બર સુધી તેની ખેતી કરવામાં આવે છે. તળાવના કદ પર આધારિત હોય છે કે મખાનામાંથી કેટલું નાણુ થશે. દવા તરીકે પણ મખાનાના છોડનો ઉપયોગ કરવામાં આવે છે. કમળા જેવા રોગોમાંથી મુક્તિ મેળવવા તેના કંદનો ઉપયોગ કરવામાં આવે છે. બજારમાં વેચીને ખેડૂતો સારી કમાણી કરે છે. કાચા બીજનો ઉપયોગ ડાયરિયાની સારવાર માટે થાય છે.

સમગ્ર ભારતના કુલ ઉત્પાદનો 85% બિહારમાં જ થાય છે. બિહાર ઉપરાંત આસામ, બંગાળ, જમ્મુ-કાશ્મીર, ઓડિસા, મધ્યપ્રદેશ અને મણિપુરમાં વાવેતર થાય છે. જોકે, તેની ખેતી વેપારી સ્તરે બિહારમાં જ થઈ રહી છે. કેન્દ્ર સરકાર હવે બિહાર તથા અન્ય ભારતના રાજ્યોમાં પણ તેની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે.

મખાનાની ખેતી ક્યાં ક્યાં થાય છે…

ભારતમાં બિહારના દરભંગા અને મધુબાનીમાં મખાનાની ખેતી સૌથી વધારે થાય છે. બિહારના કટિહાર અન પૂર્ણિયામાં પણ મખાનાની ખેતી થાય છે. તળાવોની સંખ્યામાં ઘટાડો થયો છે જેના લીધે મખાનાના વાવેતરમાં પણ ઘટાડો થયો છે. મખાણા રિસર્ચ ઈન્સ્ટિટયૂટ દરભંગાના વૈજ્ઞાનિકોએ એવી ટેક્નિક વિકસાવી છે, જેમાં હવે મખાનાની ખેતી ખેતરમાં કરવી પણ શક્ય છે.

ઉત્તરપ્રદેશના પૂર્વોત્તર, તેરાઈ અને મધ્ય યૂપીના ઘણ વિસ્તારો છે જ્યાં વર્ષ દરમિયાન ખેતરો પાણીથી છલોછલ ભરેલા રહે છે. એવી સ્થિતિમાં ખેડૂતો ખેતરોમાં મખાનાની ખેતી કરીને આર્થિક પરિસ્થિતિ સુધારી શકે છે.

આ પણ વાંચોઃ- શું Makhana પુરુષો માટે ફાયદાકારક છે???

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment