Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeલાઇફ સ્ટાઇલશું Makhana પુરુષો માટે ફાયદાકારક છે???

શું Makhana પુરુષો માટે ફાયદાકારક છે???

Makhana Benefits
Share Now

તમે ખોરાક, ડ્રાયફ્રૂટ્સ, ફ્રૂટ્સમાં અવનવી વાનગીઓ અને પ્રકારો જોયા જ હશે. કેટલાક તો નામ ઘણા નવા સાંભળ્યા હશે. પણ તમે ક્યારેય મખાના (Makhana Benefits)નું નામ સાંભળ્યુ છે?? હા, તે એક ડ્રાયફ્રૂટ જ છે. સામાન્ય ભાષામાં તેને કમળના ફૂલ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ગુણો રહેલા છે. જે શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે.

મખાના (Makhana Benefits) વજનમાં ભલે હળવા હોય પણ તે ખૂબ જ ફાયદાકારક છે. સાવ સામાન્ય દેખાતા આ ડ્રાય ફ્રૂટ ‘મખાના’ને ખાવાના એટલા બધા ફાયદા છે જે તમે વિચાર્યુ પણ નહીં હોય. ખાસ કરીને આજકાલ લોકો મખાનાને નાસ્તામાં લઈ રહ્યાં છે. ઘણા લોકો તેને ઘીમાં સાંતળીને, ખીર બનાવીને, મીઠાઈઓમાં કે શાક બનાવવામાં ઉપયોગમાં લઈ રહ્યાં છે. તેમાં કોલેસ્ટ્રોલ, ફેટ્સ અને સોડિયમનું પ્રમાણ ખૂબ ઓછી હોય છે, જ્યારે મેગ્નેશિયમ, કેલ્શિયમ, કાર્બ્સ અને પ્રોટિન વધારે પ્રમાણમાં જોવા મળે છે.

તે ઉપરાંત મખાના ગ્લૂટેન ફ્રી હોય છે. આયુર્વેદ અનુસાર, જો 4થી 5 મખાના દરરોજ ખાલી પેટ ખાવાથી, તો શરીરને ઘણી બધી રીતે ફાયદો મળે છે. મખાના ફક્ત બ્લડ શુગર લેવલને જ કંટ્રોલ નથી કરતા પણ હાર્ટ માટે પણ ઘણા સારા છે. પ્રેગ્નેન્ટ મહિલા, નાના બાળકો, હાડકા, કિડની, અને વજન જાળવી રાખવા માટે પણ મદદગાર સાબિત થાય છે. આજે તમને જણાવીશુ કે, મખાના પુરુષોના સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે.

પુરુષોના સ્વાસ્થ્ય મખાના (Makhana Benefits) માટે કેમ છે ખાસ???

Makhana Benefits

IMAGE CREDIT: GOOGLE

  • પુરુષ અગર નિયમિત મખાના ખાય છે, તો તેમાં ટેસ્ટેસ્ટોરોન હોર્મોનનું ઉત્પાદન વધે છે. આ હોર્મોન પુરુષોના શરીરમાં થનારી દરેક શારીરિક પરિવર્તમાં ખાસ ભાગ ભજવે છે.

 

  • તેને નિયમિત ખાવાથી શારીરિક નબળાઈ દૂર થઈ જાય છે અને શરીરમાં તરત જ એનર્જી આવી જાય છે.

 

  • આ એક આયુર્વેદિક ઔષધિ છે, જેના સેવનથી સેક્સુઅલ સમસ્યાઓ પણ ઠીક કરી શકાય છે. Makhana શુક્રાણુઓની ક્વોલિટીને પણ સારી બનાવીને, તેની સંખ્યાને વધારે છે.

 

  • Makhana વજનને જાળવી રાખવામાં મદદ કરે છે, આથી જો તમે વગર વજને બોડી બનાવવા માંગો છો, તો મખાનાને ડાયટમાં જરૂર સામેલ કરો. એક વાડકી મખાના ખાઓ, તેનાથી શરીરને પ્રોટિન અને હેલ્ધી કાર્બોહાઈડ્રેટ્સ મળશે, જે મસલ્સને બનાવવા માટે મદદ કરશે.

તો આવી રીતે તમારી ડેલી ડાયટ રૂટિનમાં મખાનાને ઉમેરીને તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો. મખાના નાસ્તામાં કે સાંજના નાસ્તામાં લઈ શકાય છે. તેને ખાવાથી તમારી સ્કિન પણ સારી થશે અને શરીરને પૂરતુ પ્રોટિન મળશે. કોરોના મહામારી બાદ જો તમારા શરીરમાં જરૂરી પોષકતત્વો ઘટી ગયા હોય તો તમે મખાનાને ડેલી ડાયટમાં ઉમેરીને જરૂરી તમામ પોષક તત્વો ફરી શરીરમાં લાવી શકો છો. જેનાથી તમે ફરીથી તાજગી અને તંદુરસ્તીનો અનુભવ કરશો.

આ પણ વાંચોઃ- પોટેશિયમનું પ્રમાણ વધારવા માંગો છો તો આટલું ખાઓ…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment