Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 25.
Homeડિફેન્સભારત સહીત 4 દેશો કરશે હિંદ મહાસાગરમાં યુદ્ધાભ્યાસ, ચીનને આ યુદ્ધાભ્યાસથી શું વાંધો?

ભારત સહીત 4 દેશો કરશે હિંદ મહાસાગરમાં યુદ્ધાભ્યાસ, ચીનને આ યુદ્ધાભ્યાસથી શું વાંધો?

Share Now

12 થી 15 ઓક્ટોબર દરમિયાન યોજાનારી બહુચર્ચિત (Malabar) મલાબાર કવાયતના બીજા તબક્કાનો પરમાણુ સંચાલિત યુએસ એરક્રાફ્ટ કેરિયર કાર્લ વિન્સન ભાગ લેશે. આ કવાયતમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન એમ ચારેય ક્વાડ દેશોની નૌસેનાઓ તેમની લડાઇની ક્ષમતા દર્શાવશે. આ કવાયત બંગાળની ખાડીમાં થશે અને તેમાં ઘણા યુદ્ધ જહાજો અને ચાર નૌકાદળોની ફ્રન્ટ લાઇનના અન્ય જહાજો સામેલ થશે.

(Malabar) મલબાર કવાયતમાં ભારતીય નૌકાદળ તેના ફ્રન્ટલાઈન ફ્રિગેટ્સ આઈએનએસ રણવિજય અને આઈએનએસ સાતપુડા, એક સબમરીન અને લાંબા અંતરનું દરિયાઈ પેટ્રોલિંગ વિમાન P8I તૈનાત કરવામાં આવશે.

નિમિત્ઝ-ક્લાસ એરક્રાફ્ટ કેરિયર યુએસએસ કાર્લ વિન્સન ઉપરાંત,  અમેરિકા ટિકોંડેરોગા ક્લાસ ગાઈડેડ મિસાઈલ ક્રૂઝર યુએસએસ, લેક શેમ્પ્લેન અને અર્લ બર્ક-ક્લાસ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર યુએસએસ સ્ટોકડેલ પણ તૈનાત કરશે.

1983માં યુએસ નેવીમાં કાર્લ વિન્સન જોડાયુ હતું. જે બાદ યુએસએસ કાર્લ વિન્સન ઓપરેશન ડેઝર્ટ સ્ટ્રાઈક, ઓપરેશન ઈરાકી ફ્રીડમ, ઓપરેશન સધર્ન વોચ અને ઓપરેશન એન્ડ્યુરિંગ ફ્રીડમ સહિતના ઘણા મોટા મિશનનો ભાગ રહ્યું છે.

Malabar

જાપાન મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ હેલિકોપ્ટર કેરિયર જેએસ કાગા અને મુરાસામે શ્રેણીનું ડિસ્ટ્રોયર જેએસ મુરાસામે તૈનાત કરશે, જ્યારે રોયલ ઓસ્ટ્રેલિયન નેવીનું પ્રતિનિધિત્વ HMAS બલ્લારત અને HMAS સિરિયસ કરશે.

આ કવાયતનો બીજો તબક્કો સંકલન અને આંતર-કાર્યક્ષમતા પર આધારિત હશે.  આ યુદ્ધાભ્યાસમાં સપાટી અને સબમરીનથી કવાયત કરવામાં આવશે. દરિયાઈ વિકાસ અને હથિયારના ફાયરીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ પણ વાંચો: Jammu Kashmir Encounter: જમ્મુના પૂંછ જિલ્લામાં એક JCO અને ચાર જવાન શહિદ

ભારતના આમંત્રણને પગલે, ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે મલાબાર કવાયતમાં ભાગ લીધો હતો, જેથી ક્વાડને તમામ ચાર સભ્ય દેશોએ અસરકારક કવાયત બનાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ આ વર્ષે જ મલાબાર કવાયતના પ્રથમ તબક્કામાં ભાગ લીધો હતો.

ચીન મલાબાર કવાયતના હેતુ અંગે શંકા કરી રહ્યું છે, ચીનને લાગે છે કે વાર્ષિક યુદ્ધાભ્યાસમાં હિંદ અને પ્રશાંત મહાસાગરના ક્ષેત્રમાં તેના પ્રભાવને નિયંત્રિત કરવાનો પ્રયાસ છે. હિંદ અને પ્રશાંત મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધીઓને કારણે વૈશ્વિક ચિંતાઓ વધી રહી છે. આ માટે ભારત, ઑસ્ટ્રેલિયા, જાપાન અને અન્ય દેશો  હિંદ અને પ્રશાંત મહાસાગરમાં પોતાનો દબદબો વધારવા માટે કામ કરી રહ્યા છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

Share

No comments

leave a comment