Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝBhowanipore માં પણ નંદીગ્રામ જેવી ટક્કર જોવા મળશે? ભાજપ દિગ્ગજોને મેદાન પર ઉતારવા તૈયારીમાં

Bhowanipore માં પણ નંદીગ્રામ જેવી ટક્કર જોવા મળશે? ભાજપ દિગ્ગજોને મેદાન પર ઉતારવા તૈયારીમાં

Bhowanipore
Share Now

કેન્દ્રીય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની ત્રણ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી (BY Election)ની તારીખની જાહેરાત કરી છે. જેમાંથી એક ભવાનીપુર (Bhowanipore)બેઠક પણ છે, જ્યાંથી મુખ્યમંત્રી મમતા બેનર્જી ચૂંટણી લડવા મેદાને ઉતરશે. કારણ કે વિધાનસભા ચૂંટણીમાં તે નંદીગ્રામ બેઠક પર ભાજપના સુવેન્દુ અધિકારી સામે હારી ગયા હતા. જોકે ભવાનીપુર (Bhowanipore)બેઠક પર થનારી પેટાચૂંટણી પણ નંદીગ્રામ બેઠકથી ઓછી નહીં હોય કારણ કે ભાજપ અહીં મમતા બેનર્જી વિરૂદ્ધ મોટો ચહેરો ઉતારવાનું વિચારી રહી છે.

ભવાનીપુર (Bhowanipore)બેઠક પરથી ભાજપ કોને ઉતારશે?

મળતી માહિતી મુજબ ભાજપ (BJP)જે સંભવિત ઉમેદવારોના નામ પર વિચાર કરી રહ્યું છે તેમાંથી અભિનેતામાંથી નેતા બનેલા રૂદ્રનિલ ઘોષ, પૂર્વ રાજ્પાલ તથાગત રોય, પૂર્વ ટીએમસી સાંસદ દિનેશ ત્રિવેદી અને ભાજપ નેતા ડૉક્ટર અમિર્બાન ગાંગુલી પણ સામેલ છે.

આ પણ વાંચો: બંગાળમાં BJPને વધુ એક ફટકો, ધારાસભ્ય સુમન રોય TMCમાં જોડાયા

મમતા બેનર્જી વર્ષ 2011 અને 2016 ની પેટાચૂંટણીમાં ભવાનીપુર બેઠક પરથી જીત્યા હતા. તૃણમૂલ કોંગ્રેસે (TMC)ભવાનીપુર, શમશેરગંજ અને જાંગીપુર બેઠક પર પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. મમતા બેનર્જી જ્યાં ભવાનીપુરથી લડશે, તો જાકિર હુસૈન જાંગીપુર અને અમિરૂલ ઇલ્સામ શમશેરગંજથી ચૂંટણી લડશે.

કોંગ્રેસ (Congress)ની આજે બેઠક

આ તમામ વચ્ચે કોંગ્રેસ (Congress)આજે સોમવારે એક બેઠક યોજશે. તે દરમિયાન એ નિર્ણય લેવામાં આવશે કે પેટાચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારીની જાહેરાત કરશે કે ફરી લેફ્ટ સાથે ગઠબંધનની જાહેરાત કરશે.

મમતા બેનર્જી માટે આ નેતાએ સીટ ખાલી કરી દીધી

જણાવી દઇએ કે વિધાનસભા ચૂંટણી (Assembly Election)માં રૂદ્રનીલ ઘોષ ભવાનીપુર બેઠકથી ભાજપ (BJP)ના ઉમેદવાર હતા. જોકે તેને ટીએમસી (TMC)ના સોહનદેવ ચટોપાધ્યાય સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સોહનદેબે બાદમાં આ સીટ મમતા બેનર્જી માટે ખાલી કરી દીધી હતી.

ભવાનીપુર (Bhowanipore)બેઠક સહિત પર ક્યારે યોજાશે પેટાચૂંટણી

ચૂંટણી પંચ મુજબ, બંગાળમાં 30 સપ્ટેમ્બરના રોજ પેટાચૂંટણી (By Election)યોજાશે અને 3 ઓક્ટોબરના રોજ મતગણતરી. પશ્ચિમ બંગાળમાં 3 વિધાનસભા બેઠક માટે 13 સપ્ટેમ્બર સુધી નોંધણી કરી શકાશે જ્યારે 16 સપ્ટેમ્બર સુધી નામ પરત ખેંચાશે.

ઉલ્લેખનિય છે કે, મમતા બેનર્જી (Mamata Banerjee)નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. ભાજપના સુભેન્દુ અધિકારીએ તેમને 1953 મતથી હરાવ્યા હતા. જણાવી દઇએ કે નંદીગ્રામ બેઠક પર મમતા બેનર્જી અને ભાજપના નેતા અને પૂર્વ ટીએમસી નેતા સુવેન્દુ અધિકારી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. મતગણતરી દરમિયાન સુવેન્દુ અધિકારી આગળ રહ્યાં, પરંતુ એક સમયે મમતા બેનર્જી પણ આગળ નિકળી ગયા હતા. તો એક સમય એવો પણ સામે આવ્યો હતો કે મમતા બેનર્જી જીત્યા તેવા સમાચાર મળ્યા હતા, પરંતુ અંતે સુવેન્દુ અધિકારીની જીત થઇ હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment