Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeન્યૂઝપશ્ચિમ બંગાળની પેટા ચૂંટણીમાં મમતા બેનર્જીની રેકોર્ડ જીત, હવે લોકસભા પર નજર

પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણીમાં મમતા બેનર્જીની રેકોર્ડ જીત, હવે લોકસભા પર નજર

mamta banerjeee, bhavanipura seat
Share Now

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર પેટાચૂંટણી 2021 ની વિધાનસભા પેટાચૂંટણીમાં વિક્રમી જીત નોંધાવી છે. મમતા બેનર્જીએ ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 58,000 થી વધુ મતોથી હરાવ્યા. મમતા બેનર્જીની આ જીત 2011ની જીત કરતા પણ મોટી છે. ત્યારે તેમણે ભવાનીપુર બેઠક પરથી 54,213 મતોથી પેટા ચૂંટણી જીતી. આ વખતે પેટા ચૂંટણી મમતા બેનર્જી માટે અટકી પડી હતી. મમતા બેનર્જી માટે આ પેટ ચૂંટણી કરો યા મરોની સ્થિતિની જેમ હતું. કારણકે જો તેઓ આ ચૂંટણી હરિ જાત તો તેમને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવું પડતું.

ભવાનીપુરામાં ઉજવણીનો માહોલ

દુર્ગા પૂજાના પાંચ દિવસ પહેલા પેટાચૂંટણીમાં મુખ્યમંત્રીની મોટી જીતને કારણે ભવાનીપુરમાં ઉજવણીનું વાતાવરણ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ચાહકો તેમની આ જીતને તહેવારની જેમ ઉજવી રહ્યા છે. મમતા બેનર્જીની જીતની પુષ્ટિ થતાં જ ટીએમસી સમર્થકોએ એકબીજાને ગુલાલથી રગણીને નાચતા જોવા મળ્યા હતા.

mamta banerjeee, bhavanipura seat

આ પણ વાંચો:ગાંધીનગર મનપાની ચૂંટણીનું મતદાન શરૂ, 162 ઉમેદવારોનું ભાવિ થશે કેદ

ભવાનીપુરમાં 43 ટકા બિન-બંગાળી મતદારો

ભવાનીપુર પેટા ચૂંટણી મમતા બેનર્જી માટે ઘણી રીતે ખાસ હતી. પ્રથમ તો મુખ્યમંત્રી પદ બચાવી રાખવા માટે તેમનું આ ચૂંટણી જીતવું ખુબ જ અગત્યનું હતું. તેમજ 2024 ની લોકસભા ચૂંટણી માટે ભવાનીપુરથી ભારતની મુસાફરી કરવા માટે પણ ચૂંટણીમાં વિજય જરૂરી હતો. ભાજપે બતાવવાનો પ્રયાસ કર્યો કે મમતા બેનર્જી અહીંથી હારશે કારણ કે ભવાનીપુરમાં 43 ટકા બિન-બંગાળી મતદારો છે. TMC 2021 ની ચૂંટણીમાં ભવાનીપુરના 70 વોર્ડમાં પાછળ રહી હતી.

મીની ભારતથી મળી લીડ

ટીએમસી નેતા આશિમ બાસુએ કહ્યું- ભવાનીપુરનો 70 વોર્ડ મિની ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરે છે. તમામ સમુદાયોના લોકો અહીં રહે છે. દીદી અહીં મોટા માર્જિનથી જીતી છે. આ સાબિત કરે છે કે તેમને મિની ભારત તરફથી લીડ મળી છે અને હવે તેમને અહીંથી ભારતમાં આગળ વધવાનો રસ્તો મળશે.

ભાજપ કાર્યાલયમાં મૌન

સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને કોંગ્રેસના નેતા કીર્તિ આઝાદે મમતા બેનર્જીને જીતની શુભેચ્છા પાઠવી હતી. ભવાનીપુર પેટાચૂંટણીમાં દીદીની જીત બાદ ગોવાથી ત્રિપુરા સુધી TMC ના કાર્યકરો ઉજવણી કરી રહ્યા હતા ત્યારે ભાજપ અને માકપાના રાજ્ય કાર્યાલયોમાં મૌન હતું.

વિજયમાંથી મળશે કામ કરવાની પ્રેરણા

વિજય બાદ મમતા બેનર્જીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભવાનિપુરમાં વિજય અપાવવા માટે લોકોનો આભાર માનું છુ. અને હું આ જીતથી ખૂબ સંતુષ્ટ છું કારણ કે ભવાનિપુરે મને આગળનો રસ્તો બતાવ્યો છે. બધાની નજર આ બેઠક પર સ્થિર હતી. તેમણે કહ્યું કે મને ફરી લોકો માટે કામ કરવાની પ્રેરણા મળી છે. મમતા બેનર્જીએ કહ્યું કે હું મારી જીત પર V નું પ્રતીક બતાવીશ નહીં. હું 3 આંગળી ચિહ્ન બતાવીશ કારણ કે મારી સાથે મારા સાથીઓ જંગીપુર અને સમશેરગંજમાં પણ ચૂંટણી જીતી રહ્યા છે.

કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

મમતા બેનર્જીએ પોતાના સંબોધનમાં કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આટલા નાના વિધાનસભા ક્ષેત્ર માટે સાડા ત્રણ હજારથી વધુ કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમારી સામે ઘણા ષડયંત્રો થયા છે. તેમણે પોતાના વિજય સંબોધનમાં નંદિગ્રામમાં હારનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ મામલો અત્યારે કોર્ટમાં છે તેથી હું આ અંગે કંઇ કહેવા માંગતી નથી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment