Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝમમતાએ કહ્યું- જગદીપ ધનખડ ભ્રષ્ટ વ્યક્તિ, બંગાળમાં મુખ્યમંત્રી v /s રાજ્યપાલ

મમતાએ કહ્યું- જગદીપ ધનખડ ભ્રષ્ટ વ્યક્તિ, બંગાળમાં મુખ્યમંત્રી v /s રાજ્યપાલ

mamata blaims governor
Share Now

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એકવાર ફરી બંગાળના રાજ્યપાલ જગદીપ ઘનખડ પર હુમલો કર્યો અને તેમને ભ્રષ્ટ કહી દીધા છે. મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યપાલ જગદીપ ધનખડ એક ભ્રષ્ટ વ્યક્તિ છે, 1996ના જૈન હવાલા મામલાના આરોપપત્રમાં તેમનું નામ આવ્યું હતું. તેમણે તે પણ કહ્યું કે, રાજ્યપાલને હટાવવા માટે તે ત્રણવાર કેન્દ્ર સરકારને પત્ર લખી ચુક્યા છે. તો રાજ્યપાલ ધનખડે પોતાના પર લગાવવામાં આવતા આરોપોને નિરાધાર ગણાવી મમતા પર પલટવાર કર્યો અને કહ્યું કે, મહામારીના સમયમાં તેમણે પોતાના લોકોને રેવડી વેંચી.

બેનર્જીએ કહ્યું, ધનખડ ભ્રષ્ટ વ્યક્તિ

mamta says governor is corruted

india today

તેમણે રાજ્ય સચિવાયલમાં સંવાદદાતાઓને કહ્યું- તે એક ભ્રષ્ટ વ્યક્તિ છે. તેમનું નામ 1996ના હવાલા જૈન મામલાના આરોપ પત્રમાં હતું. કેન્દ્ર સરકારે રાજ્યપાલને આ રીતે પદ પર બન્યા રહેવાની મંજૂરી કેમ આપી? બેનર્જીએ કહ્યું કે, ધનખડનો ઉત્તર બંગાળનો પ્રવાસ એક રાજકીય ખેલ હતો કારણ કે તે માત્ર ભાજપના ધારાસભ્યો અને સાંસદોને મળ્યા હતા.

ધનખડે પોતાના પર લગાવવામાં આવતા આરોપોને નિરાધાર ગણાવી મમતા પર કર્યો પલટવાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એકવાર ફરી બંગાળના રાજ્યપાલ જગદીપ ઘનખડ પર હુમલો કર્યો અને તેમને ભ્રષ્ટ કહી દીધા છે. મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યપાલ જગદીપ ધનખડ એક ભ્રષ્ટ વ્યક્તિ છે, 1996ના જૈન હવાલા મામલાના આરોપપત્રમાં તેમનું નામ આવ્યું હતું. તેમણે તે પણ કહ્યું કે, રાજ્યપાલને હટાવવા માટે તે ત્રણવાર કેન્દ્ર સરકારને પત્ર લખી ચુક્યા છે. તો રાજ્યપાલ ધનખડે પોતાના પર લગાવવામાં આવતા આરોપોને નિરાધાર ગણાવી મમતા પર પલટવાર કર્યો અને કહ્યું કે, મહામારીના સમયમાં તેમણે પોતાના લોકોને રેવડી વેંચી.

રાજ્યપાલ જગદીપ ઘનખડે કહ્યુ- તમારા રાજ્યપાલ પર ચાર્જશીટ નથી. આ પ્રકારના કોઈ દસ્તાવેજ નથી. આ જૂઠ છે. હું એક વરિષ્ઠ રાજનેતા પાસે આ આશા ન કરી શકું. મેં હવાલા ચાર્જશીટમાં કોઈ કોર્ટથી સ્ટે લીધો નથી, કારણ કે આવુ કંઈ નથી.

આ પણ વાંચો : જમ્મુના સુંજવાનમાં જોવા મળ્યું ડ્રોન, હુમલાની તપાસ NIA ને સોંપવામાં આવી

શું હતો હવાલા જૈન કાંડ જેનો ઉલ્લેખ મમતાએ કર્યો

25 વર્ષ પહેલા થયેલા આ કૌભાંડે ભારતીય રાજકારણને હલાવી નાંખ્યું હતું. BJPના સીનિયર લીડર લાલકૃષ્ણ આડવાણી, કોંગ્રેસના વિદ્યાચરણ શુકલ, અર્જુન સિંહ, શરદ યાદવ, મદનલાલ ખુરાના, નારાયણ દત તિવારી જેવા મોટા નેતાઓ પર તેમાં સંડોવણીના આરોપ લાગ્યા હતા. જોકે એક-એક કરીને તમામને કોર્ટેની ક્લિનચીટ મળી ગઈ.

મમતા અને ધનખડ વચ્ચે શરૂઆતથી જ વિવાદ છે. રાજ્યપાલ પશ્ચિમ બંગાળની કાયદો વ્યવસ્થાને લઈને હંમેશા સરકારને ઘેરતા રહે છે તો સત્તાધારી ટીએમસી તરફથી રાજ્યપાલ પર પ્રહાર કરવાની કોઈ તક છોડવામાં આવતી નથી.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment