જો તમને પણ વધુ ગુસ્સો આવે છે, કોઈ કારણસર તણાવમાં રહો છે, તો તમારે એવા ડૉક્ટરની જરૂર છે જે તમારી લાગણીઓને સમજી શકે. જો કે એ જરૂરી નથી કે, વ્યક્તિ ડોક્ટર હોય, તુર્કીના હસન રિઝા ગુને પણ આવા જ વ્યક્તિ છે. જેની પાસે નારાજ લોકો પહોંચીને પૈસા આપે છે અને પંચિંગ બેગ (Punching Bag)તરીકે ઉપયોગ કરે છે.
આ શખ્સ દસ વર્ષથી Punching Bag થઇ માર ખાઇને પૈસા કમાઈ રહ્યો છે
આશ્ચર્યની વાત તો એ છે કે, છેલ્લા દસ વર્ષથી હસન રિઝા ગુને પાસે લોકો આવે છે. ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે, હસન ગુને એ લોકો પાસેથી પૈસા લઈને પોતે માર ખાઇ છે. આ સાંભળીને કેટલું અજીબ લાગતું હશે કે આખરે, વ્યક્તિ કમાવવા માટે આ પદ્ધતિઓ કેવી રીતે અપનાવી શકે છે. જો તમે રિંગમાં મેચ જોઈ હશે, તો તેમાં બંને રેસલર્સ એકબીજાને ફટકારે છે, પરંતુ અહીં હસન ચુપચાપ ઊભો રહે છે અને સામેનો વ્યક્તિ તેના પર મુક્કા મારતો રહે છે.
પંચિંગ બેગ તરીકે કરે છે ઉપયોગ
મળતી માહિતી મુજબ, તુર્કીના ઈસ્તાંબુલમાં રહેતા હસનને વર્ષ 2012માં સ્ટ્રેચ કોચ તરીકેનું લાઇસન્સ મળ્યું હતું. તે પછી એવા લોકો તેની પાસે આવવા લાગ્યા જે તેના બોસ અથવા પાર્ટનરથી નારાજ હતા. જેઓ પોતાનો ગુસ્સો દૂર કરીને તણાવમુક્ત બનવા માંગતા હતા. હસને આવા લોકોને ઘણી મદદ કરી. તેના નામની એક યુટ્યુબ ચેનલ પણ છે, જ્યાં તમે પંચિંગ થેરાપીના વીડિયો પણ જોઈ શકો છો.
આ પણ વાંચો: હનીમૂનના બીજા જ દિવસે વરરાજાએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા, કારણ જાણી ચોંકી જશો
મોટાભાગના ગ્રાહકો મહિલાઓ છે
તેનુ કહેવુ છે કે, તેના મોટાભાગના ગ્રાહકો મહિલાઓ છે. હસન તેને પંચિંગ (Punching)થેરાપી કહે છે. તે બધા લોકોને પંચિંગ થેરાપી આપતા નથી, પરંતુ જેમને વધુ જરૂર હોય તેમને થોડી મિનિટોની આ થેરાપી (Therapy)આપે છે. આ સિવાય તે અન્ય લોકોને અન્ય ટિપ્સ પણ આપે છે. આ સાથે જ અન્ય પદ્ધતિઓ પણ અજમાવે છે.
હસનનું કહેવુ છે કે, તે લોકોના તણાવ (Stress)ને દૂર કરવામાં ખૂબ મદદરૂપ છે, તેથી જો લોકો તેના માટે તાલીમ લેવા માંગતા હોય તો હું તેમને તાલીમ આપી શકું છું. જેથી લોકોને અલગ-અલગ જગ્યાએ તણાવમાંથી રાહત મેળવવી સરળ બને.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4