ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી મહિલા બિગ બેશ લીગ (Big Bash League)માં ભારતીય પ્લેયર સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરી છે. મેલબોર્ન રેનેગેડ્સ સામે રમતાં સ્મૃતિએ 64 બોલમાં 114 રન કર્યા હતા. આ ઇનિંગ દરમિયાન સ્મૃતિએ 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. સ્મૃતિ મહિલા બિગ બેશ લીગમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે.
A beautiful innings!
Congratulations, @mandhana_smriti 🤩 #WBBL07 pic.twitter.com/Jwo4E1fN3X
— Weber Women's Big Bash League (@WBBL) November 17, 2021
Big Bash League માં હરમનપ્રીતે પણ ધુંઆધાર ઇનિંગ રમી
મેલબોર્ન તરફથી હરમનપ્રીત કૌરે 55 બોલમાં 81 રન કર્યા હતા, પરંતુ સિડની થંડર તરફથી રમતા મંધાનાએ તેની આ ઈનિંગ પર પાણી ફેરવી દીધું હતું. જોકે તેમ છતાં પણ મંધાનાની ટીમ આ મેચ જીતી શકી નહોતી. તેની ટીમ 4 રનથી હારી ગઈ હતી, પરંતુ બંને ભારતીય બેટધરે ઓસ્ટ્રેલિયાના મેદાન પર રનોની રમઝટ બોલાવી દીધી હતી.
આ પણ વાંચો: Under-19 Cricket World Cup 2022 નું શિડ્યુલ જાહેર, ટૂર્નામેન્ટ 14 જાન્યુઆરીથી શરૂ થશે
હરમનપ્રીતનું શાનદાર પ્રદર્શન
મેચમાં હરમનપ્રીત કૌરે બેટિંગની સાથે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ લીધી હતી. મંધાનાની ટીમને મેચ જીતવા માટે છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. મેલબોર્નની ટીમે હરમનપ્રીત પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેણે આ ઓવરમાં 8 રન આપ્યા હતા. મંધાનાને શાનદાર સદી માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
Smriti Mandhana has equalled Ashleigh Gardner's record for the highest WBBL score ever!
For her stunning century, she's the @WeberBBQAusNZ Player of the Match #WBBL07 pic.twitter.com/mcctQ1cOj8
— Weber Women's Big Bash League (@WBBL) November 17, 2021
Big Bash League માં કેટલા ભારતીય પ્લેયર છે?
આ લીગમાં 8 ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. શેફાલી વર્મા (સિડની સિક્સર્સ), જેમિમા રોડ્રિગ્સ (મેલબોર્ન રેનેગેડસ), હરમનપ્રીત કૌર (મેલબોર્ન રેનેગેડસ), દીપ્તિ શર્મા (સિડની થંડર), સ્મૃતિ મંધાના (સિડની થંડર), રાધા યાદવ (સિડની સિક્સર્સ), રિચા ઘોષ (હોબાર્ટ હરિકેંસ) અને પૂનમ યાદવ (બ્રિસ્બેન હિટ)
અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4