Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝહેરીટેજ કોલેજ લીસ્ટમાં આ કોલેજ શામેલ, મોદીજીએ અહી કર્યો હતો અભ્યાસ

હેરીટેજ કોલેજ લીસ્ટમાં આ કોલેજ શામેલ, મોદીજીએ અહી કર્યો હતો અભ્યાસ

Share Now

વિસનગર શહેરમાં આવેલ અને અંગ્રેજોના સમયમાં બનેલ ઐતિહાસિક માણેકલાલ નાનચંદ કોલેજને (Maneklal Nanchand College) હેરીટેજ કોલેજમાં સ્થાન મળતાં શહેરનું ગાૈરવ વધ્યું છે. કોલેજને હેરીટેજમાં સ્થાન મળતાં, બિલ્ડીંગના રીનોવેશન માટે શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરી દેવાઇ છે. વર્ષ 1946માં સ્થપાયેલી આ કોલેજમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બે પૂર્વ સી. એમ. પણ અભ્યાસ કરી ચુક્યા છે.

Maneklal Nanchand College in visanagar

  • વિસનગરની ઐતિહાસિક એમ એન.કોલેજને હેરીટેજમાં મળ્યું સ્થાન
  • અંગ્રેજોના સમયમાં અજમેરથી અમદાવાદ સુધી આ એકમાત્ર કોલેજ
  • હેરીટેજ બિલ્ડીંગના રીનોવેશન માટે દરખાસ્ત કરાઈ 
  • એમ એન કોલેજમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો અભ્યાસ 
  • ગુજરાતના 2 પૂર્વ મુખ્યમંત્રીએ આ કોલેજમાં અભ્યાસ કર્યો
  • આનંદીબેન પટેલએ એમ એસ સી કેમેસ્ટ્રી વિષયમાં અભ્યાસ કર્યો

એમ. એન. કોલેજને (Maneklal Nanchand College) હેરીટેઝ કોલેજમાં સ્થાન

Maneklal Nanchand College in visanagar

ઉત્તર ગુજરાતમાં શિક્ષણની જ્યોત પ્રગટે તે માટે વિસનગરના શેઠ માણેકલાલ નાનચંદે ચાર લાખ રૂપિયામાં જમીન આપતાં 1946માં એમ. એન. કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે રાજસ્થાનના અજમેરથી અમદાવાદ સુધી એક માત્ર આ કોલેજ હતી. જેથી દૂર દૂરથી વિદ્યાર્થીઓ અભ્યાસ એમ. એન. કોલેજમાં કરવા આવતા હતા.

તાજેતરમાં ગુજરાતની પાંચ કોલેજોની હેરીટેજની યાદીમાં પસંદગી કરાઇ છે. જેમાં વિસનગર શહેરની ઐતિહાસિક એમ. એન. કોલેજને (Maneklal Nanchand College) પણ હેરીટેઝ કોલેજમાં સ્થાન મળતાં શહેરમાં ખુશીનો માહોલ સર્જાયો છે. કોલેજને હેરીટેજમાં સ્થાન મળતા, હેરીટેજ બિલ્ડીંગ રીનોવેશન માટે શિક્ષણ વિભાગમાં દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: આ તો જોરદાર કે’વાય! અહી ક્યારેય વરસાદ જ નથી પડતો બોલો

દિગ્ગજો આ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે

Maneklal Nanchand College in visanagar

આ કોલેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજો અભ્યાસ કરી ચૂક્યા છે. વિસનગરની આ કોલેજમાં ઇ.સ.1966-67માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, 1967-68માં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ઇ.સ.1964માં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચાૈધરી, પૂર્વ ફાયનાન્સ મંત્રી વી.કે.ગઢવી સહિતના દિગ્ગજો આ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે.

આ ઉપરાંત કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા જયશંકર સુંદરીએ ભવાઇના પ્રખ્યાત કલાકાર તરીકે નામના મેળવી હતી. ડિસેમ્બર માસમાં કોલેજને 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી તેનો રજત જ્યંતિ મહોત્સવ ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શિક્ષણ નગરી વિસનગરની ઓળખ સમી એમ. એન. કોલેજને (M. N. College) હવે હેરીટેઝનું ગૌરવ પ્રાપ્ત થયું છે. 75 વર્ષ કરતા પણ વધુ સમયથી કાર્યરત આ કોલેજમાં અનેક નામી લોકો અભ્યાસ કરી ચુક્યા છે. ત્યારે હવે આ કોલેજ હેરીટેઝ કોલેજ તરીકે ઓળખાશે. હાલ આ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓમાં પણ આનંદ છે. અને તેઓ આવી ખ્યાતિ ધરાવતી કોલેજમાં અભ્યાસ કરતા હોવાનો ગર્વ પણ અનુભવી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment