Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeએન્ટરટેઈન્મેન્ટ‘Manike Mage Hithe’ ગીતની સિંગર યોહાની હવે કરશે બોલીવુડમાં એન્ટ્રી

‘Manike Mage Hithe’ ગીતની સિંગર યોહાની હવે કરશે બોલીવુડમાં એન્ટ્રી

Manike Mage Hithe hindi version in thank god film
Share Now

શ્રીલંકાની સનસનાટીભર્યા યોહાની, જેમણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે, તેનું તમિલ બ્લોકબસ્ટર ટ્રેક ‘મણિકે મેગે હિથે’ (Manike Mage Hithe) ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પસંદ આવી રહ્યો છે. આ સાથે ભૂષણ કુમારે યોહાની સાથે હિન્દી વર્ઝન તૈયાર કરવાની જાહેરાત કરી છે. યોહાની દિગ્દર્શક ઇન્દ્ર કુમારની ફિલ્મ થેંક ગોડથી બોલિવૂડમાં પ્રવેશ કરશે. તેમનું વાયરલ ગીત હિન્દી ભાષામાં રજૂ કરવામાં આવશે. નિર્માતા અશોક ઠાકરિયા પણ આ ફિલ્મનો ભાગ છે.

ટી સિરીઝની આગામી ફિલ્મ થેંક ગોડમાં (Thank God) ઘણા દિગ્ગજ કલાકારો જોવા મળશે, જેમાં અજય દેવગણ(Ajay Devgn), રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh), સિદ્ધાર્થ મલ્હોત્રાનો (Sidharth Malhotra) સમાવેશ થાય છે. આ ફિલ્મનું નિર્દેશન ઇન્દ્ર કુમાર દ્વારા કરવામાં આવ્યું છે, જે એક એવા દિગ્દર્શક છે જેમની ફિલ્મોમાં આવી વાર્તાઓ રજૂ કરવામાં આવે છે. જે સમગ્ર વિશ્વને સંદેશ આપે છે. થેન્ક ગોડ પણ આવી જ એક ફિલ્મ છે. જેમાં રમૂજ, રૌદ્ર રસનો ઉપયોગ કરીને એક ડ્રામા કોમેડી ફિલ્મ બનાવવામાં આવશે. જેમાં યોહાની (Yohani) તેના વાયરલ ગીત ‘મણિકે મગે હિથે’નું હિન્દી વર્ઝન રજૂ કરશે.

જુઓ આ વિડીયો: बॉलीवुड की चटपटी खबरें  आंटी और खबरी के साथ 

 

નિર્દેશક ઇન્દ્ર કુમાર પુષ્ટિ આપે છે, “યોહાનીનું ગીત સુપર સેન્સેશન બની ગયું છે અને હું તેને ફિલ્મ ‘થેંક ગોડ’નો ભાગ બનવા માટે મને આ બ્લોકબસ્ટર ટ્રેક આપવા બદલ ભૂષણજીનો ખૂબ આભારી છું! અમે બધા આ આવૃત્તિ માટે ખૂબ જ ઉત્સાહિત છીએ અને ટૂંક સમયમાં ટ્રેક માટે શૂટિંગ શરૂ કરીશું. થેન્ક ગોડ એક ડ્રામા કોમેડી ફિલ્મ છે.  હું અને મારી આખી ટીમ આગામી વર્ષે દર્શકોને ફિલ્મ રજૂ કરવા આતુર છીએ!

યોહાનીનું પૂરું નામ યોહાની દિલોકા ડીસિલ્વા (Yohani Diloka de Silva) છે. યોહાનીનો જન્મ 30 જુલાઈ 1993ના રોજ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં થયો હતો. વર્ષ 2016 થી યુટ્યુબર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અને લોકોને તેના ગીતો (Tamil Track) અને રેપ ગીતો ખૂબ ગમ્યા છે. સારા સમાચાર એ છે કે યોહાનીને શ્રીલંકામાં ‘રેપ પ્રિન્સેસ’નું બિરુદ આપવામાં આવ્યું છે.

થોડા દિવસો પહેલા યોહાની અભિનેતા સલમાન ખાન સાથે બિગ બોસનું સ્ટેજ શેર કરતા જોવા મળ્યા હતા. જ્યાં ભાઈજાન પોતાના અવાજમાં યોહાનીનું ગીત ગાતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: વિક્કીના પપ્પાએ કહ્યું, “યાર તે સગાઇ કરી લીધી, મને કહ્યું પણ નહીં…!”

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment