Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝકોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા

કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા

manipur, congress, big news, news in gujarati
Share Now

મણિપુર(Manipur) પ્રદેશ કોંગ્રેસ(Congress) સમિતિના અધ્યક્ષ ગોવિંદાસ કોન્થોજમે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અને તેમની સાથેના કોંગ્રેસના બીજા સાત ધારાસભ્યો સાથે તેઓ આજે મંગળવારના રોજ ભાજપમાં જોડાય તેવી સંભાવના છે. મણિપુરમાં 7 મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે પાર્ટીને એક મોટો ફટકો પડ્યો છે. ઘણા રાજ્યોમાં રાજકીય સંઘર્ષ અને આંતરિક વિખવાદમાંથી પસાર થઈ રહેલ કોંગ્રેસ પાર્ટીની આ પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી. એક પછી એક રાજ્યમાં કોંગ્રેસના આંતરિક વિખવાદ બહાર આવી રહ્યા છે. અને લોકો કોંગ્રસ છોડી રહ્યા છે. ગોવિંદદાસ કોન્થોજમે 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ભૂતકાળમાં રાજ્ય સરકારમાં કેબીનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. ગયા વર્ષે જ તેમને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

કોંગ્રેસમાં ચાલી રહ્યો છે આંતરિક વિખવાદ 

કોંગ્રેસ પાર્ટી હાલ તેના મુશ્કેલ સમય માંથી પસાર થઈ રહી છે. દેશના મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસના આંતરિક વિખવાડો સામે આવી રહ્યા છે. અને ઘણા લોકો પાર્ટી પણ છોડી રહ્યા છે. અગાઉ કોંગ્રેસે ત્રણ મહિના સુધી ચાલેલા પંજાબના આંતરિક વિખવાદ બાદ આખરે પ્રદેશ અધ્યક્ષ પદ માટે નવજોતસિંહ સિદ્ધુના નામની ઘોષણા કરી હતી. પરંતુ પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુનું નામ પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેર કર્યા બાદ કોંગ્રેસ હાઇકમાંડની ચિંતા વધી ગઈ છે. કોંગ્રેસ હાઇકમાન્ડને ચિંતા છે કે, કેપ્ટન અમરિંદર સિંહના જૂથનું આગળ શું કરશે. કેમ કે, નવજોતસિંહ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવતા અમરિંદર સિંહનું જુથ નારાજ થયું છે. ત્યારે 7 મહિના પછી પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે. પરંતુ કોંગ્રેસ માટે આ ફક્ત પંજાબની સમસ્યા નથી. પરતું  દેશના મોટાભાગના રાજ્યોમાં  કોંગ્રેસને બાંધેજ મુશ્કેલીઓ પડી રહી છે. રાજસ્થાનમાં પણ અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલી રહેલ કોલ્ડ વોર ક્યારે મોટું સ્વરૂપ લેશે તેની કોઈને ખબર નથી.  એ જ રીતે, હરિયાણામાં, લગભગ 20 ધારાસભ્યોએ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલને મળીને વરિષ્ઠ નેતા ભૂપિંદર સિંહ હૂડાને પ્રદેશ પ્રમુખ બનાવવાની માંગ કરી છે. અને હવે મણીપુરમાં પણ પ્રદેશ અધ્યક્ષે રાજીનામું આપ્યું છે. આમ આંતરિક જુથવાદ કોંગ્રેસને લગભગ બધીજ જગ્યાએ નડી રહ્યો છે. 

manipur, congress, big news, news in gujarati

PC-INDIA TV

આ પણ વાંચો:અમદાવાદમાં યોજાઇ કોંગ્રેસની જન ચેતના યાત્રા

કોંગ્રેસ હાઈકમાન્ડને સવાલ 

મણીપુરમાં 8 ધારાસભ્યો આજે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. ત્યારે જો મણિપુરના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાય જશે, તો એક સવાલ કોંગ્રેસ હાઈકમાન્ડ સામે થાય છે કે કોંગ્રેસના નેતાઓ આ પાર્ટીમાં કેમ નથી રહ્યા. દરેક કિસ્સામાં ભાજપને એકલા દોષી ઠેરવવા અથવા પાર્ટીના નેતાઓને તકવાદી ગણાવવાનુંથી કામ ચાલશે નહીં. કોંગ્રેસે હવે આત્મચિંતનની જરૂર છે. કે તેમની પાર્ટીના નેતાઓ કેમ પક્ષ છોડી રહ્યા છે. છેલ્લા સાત વર્ષની વાત  કરીતો ગોવાથી ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશથી ગુજરાત, કર્ણાટકથી મહારાષ્ટ્ર સુધી ઘણા ધારાસભ્યો, અને પાર્ટીના મોટા નેતાઓ કોંગ્રેસને છોડીને ગયા છે. અને દરેક વખતે કોંગ્રેસે દોષનો ટોપલો ભાજપ પર નાખ્યો છે. ત્યારે કોંગ્રેસે હવે પોતાની પાર્ટીના આંતરિક વિખવાદ માટે કડક પગલાં લેવા પડશે.

કોંગ્રેસ છે નેતૃત્વ વિહીન 

કોંગ્રેસ પક્ષ હાલ નેતૃત્વ વિહીન છે. લોકસભાની ચૂંટણીને પૂર્ણ થયે બે વર્ષ વીતી ચૂક્યા છે. પરંતુ હજુ સુધી કોંગ્રેસ પક્ષ પોતાના અધ્યક્ષની પસંદગી કરી શક્યો નથી. સિંધિયા, જીતિન પ્રસાદ જેવા યુવા ચહેરાઓ પણ કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયા છે. તેમજ વરિષ્ઠ નેતાઓમાં પૂર્વ વિદેશ પ્રધાન એસ.એમ. કૃષ્ણા, રીટા બહુગુણા જોશી, ચૌધરી બિરેન્દર સિંઘ, જગદમ્બિકા પાલ, રાધા કૃષ્ણ વિખે પાટીલ અને ટોમ વડક્કન જેવા સોનિયા ગાંધીની નજીકના હોવાનું કહેવાય છે તેમણે પણ પાર્ટી છોડી દીધી છે.

ઉલેખનીય છે કે, મણિપુર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ગોવિંદાસ કોન્થોજમે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અને તેમની સાથેના કોંગ્રેસના બીજા સાત ધારાસભ્યો સાથે તેઓ આજે મંગળવારના રોજ ભાજપમાં જોડાય તેવી સંભાવના છે. મણિપુરમાં 7 મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે પાર્ટીને એક મોટો ફટકો પડ્યો છે. ઘણા રાજ્યોમાં રાજકીય સંઘર્ષ અને આંતરિક વિખવાદમાંથી પસાર થઈ રહેલ કોંગ્રેસ પાર્ટીની આ પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી. એક પછી એક રાજ્યમાં કોંગ્રેસના આંતરિક વિખવાદ બહાર આવી રહ્યા છે. અને લોકો કોંગ્રસ છોડી રહ્યા છે. ગોવિંદદાસ કૌન્તુજમ 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ભૂતકાળમાં રાજ્ય સરકારમાં કેબીનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. ત્યારે હવે પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ તે ભાજપમાં જોડાય છે કે શું તે જોવું રહ્યું. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment