Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝમનપાની મેગા ડ્રાઈવ : દૂધમાં પાણીની ભેળસેળ થતી હોવાનો ખુલાસો

મનપાની મેગા ડ્રાઈવ : દૂધમાં પાણીની ભેળસેળ થતી હોવાનો ખુલાસો

milk adulteration
Share Now

રાજકોટ મનપાએ હાથ ધરી મેગા ડ્રાઈવ. રાજકોટ શહેરમાં નકલી દૂધનો વેપલો બેફામ થઈ રહ્યો છે તેના મથકોમાં સૌથી વધારે દૂધની ડેરીઓ અને ચાના કીટલીઓ છે. શહેરમાં દૂધમાં થતી ભેળસેળ અટકાવવા કોર્પોરેશનની ફૂડ શાખાએ મેગા ડ્રાઈવ હાથ ધરી છે. ગોંડલ ચોકડી પરથી પસાર થતા દૂધના વાહનોમાં તપાસ ચાલી રહી છે. સ્થળ પર જ નમૂના લઈને તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. 22 જેટલા દૂધના વાહનોમાંથી નમૂના લેવામાં આવ્યા. જેમાંથી 4 વાહનોમાં પાણીની ભેળસેળ આવી સામે આવી છે. આ ટેસ્ટીંગ દરમિયાન હાલ 4 વાહનમાંથી પાણીની ભેળસેળ સામે આવી હતી. અને સ્થળ પર 228 લીટર ભેળસેળ યુક્ત દૂધનો નાશ કરાયો હતો.

ભેળસેળ જાણતા કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર જાગ્યું

rajkot mega drive ગુજરાત સરકારના ફૂડ વિભાગની ફૂડ સેફ્ટી ઓન વહીલ્સમાં તાત્કાલિક દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં ભેળસેળ સામે આવી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ઉપલેટા પંથકમાંથી ભેળસેળયુક્ત અને નકલી દૂધ રાજકોટ શહેરમાં ઠલવાતું હોવાનું સામે આવ્યા બાદ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર જાગ્યું છે. તો બીજી તરફ એવું પણ સામે આવ્યું છે કે દોઢ જ વર્ષમાં દૂધના 8 નમૂના ફેલ થયા છે. સેમ્પલ ફેલ થવાનો રેશિયો 30 ટકા જેટલો થયો છે જે અન્ય શહેરો કરતા પણ વધારે છે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટના કોલેજીયમે ભલામણ કરેલા 9 નામમાં ગુજરાતના ૨ નામોને કેન્દ્ર સરકારની મંજૂરી

દૂધના નામે પાણી વેચાતું હોય તેવી સ્થિતિ

ater in milkબે કેસમાં તો દૂધના નામે પાણી વેચાતું હોય તેવી સ્થિતિ હતી કારણ કે, તેમાંથી 3 કરતા પણ ઓછા ફેટ નીકળ્યા હતા કારણ કે, વેપારીઓએ તેમાં પાણી હદ કરતા વધારે નાખી દીધું હતું. આ સિવાયના તમામ નમૂનાઓમાં ફોરેન ફેટ એટલે કે દૂધમાં ફેટ વધારવા માટે વેજિટેબલ ઘી અથવા સસ્તા તેલની ભેળસેળ નીકળી છે.રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી જનતા ડેરીમાંથી તેમની જ બ્રાન્ડના જનતા ડેરી ગોલ્ડ પેસ્ટ્યુરાઈઝ્ડ દૂધના નમૂના ગત વર્ષે લેવાયા હતા જેમાં મેન્યુફેક્ચરિંગ તારીખ દર્શાવેલી ન હોવાથી નમૂના મિસબ્રાન્ડ થયા હતા.

આવી ભેળસેળ ખૂલે એટલે નમૂના સબસ્ટાન્ડર્ડ ગણાય છે. જ્યારે દૂધના પેકેટમાં પેકેજ કર્યાની તારીખ કે યૂઝ બિફોર ન લખ્યું હોય તો તેને મિસબ્રાન્ડેડ ગણાય છે. કારણ કે, આ દૂધ ખરેખર ક્યારે બન્યું છે તેમજ ગુણવત્તાવાળુ છે કે નહિ તે ગ્રાહકને માહિતી મળતી નથી. આ તમામ બાબતોમાં દંડની જોગવાઈ છે. જે 8 નમૂના ફેલ થયા છે તેમાં 5માં દંડ કરાયા છે જ્યારે 3માં કેસ ચાલી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment