Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝ“કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા હોસ્પિટલ ગયા ત્યારે સિક્યોરિટીએ દંડો માર્યો” ????

“કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા હોસ્પિટલ ગયા ત્યારે સિક્યોરિટીએ દંડો માર્યો” ????

mansukh mandviya beaten by guard
Share Now

હાલમાં એક જાહેર કાર્યક્રમમાં (Central minister mansukh mandviya) કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કહ્યું હતું કે ‘હું દિલ્હીમાં સફદરજંગ હોસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાતે ગયો હતો, ત્યારે સિક્યોરિટી ગાર્ડે મને ડંડો માર્યો હતો. હું સામાન્ય વ્યક્તિ બનીને એ હોસ્પિટલની મુલાકાતે ગયો હતો. હોસ્પિટલના દરવાજા પર આ ઘટના બની હતી. આ હોસ્પિટલની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે મેં અચાનક જ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હું બેન્ચ પર બેસવા જ જતો હતો ત્યારે એક સુરક્ષાકર્મીએ મને દંડો માર્યો હતો અને મને ત્યાં બેસવા પણ દીધો ન હતો.’

ગાર્ડની વર્તણૂકથી ખૂબ દુ:ખી થયા માંડવિયા

નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ગુરુવારે ચાર આરોગ્ય સુવિધાના ઉદઘાટન કરતી વખતે આરોગ્યમંત્રીએ આ ઘટસ્ફોટ કર્યો હતો. ત્યાં તેમણે જોયું કે અનેક દર્દીઓને હોસ્પિટલમાં સ્ટ્રેચર અને અન્ય તબીબી સહાય મેળવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ દરમિયાન તેમણે એક 75 વર્ષીય મહિલાનું ઉદાહરણ આપ્યું, જે પોતાના પુત્ર માટે સ્ટ્રેચર મેળવવા ગાર્ડને આજીજી કરતી હતી, પરંતુ તેને એ ના મળ્યું. ગાર્ડની વર્તણૂકથી ખૂબ દુ:ખી થયાનું જણાવતાં માંડવિયાએ કહ્યું હતું કે ‘સફદરગંજ હોસ્પિટલમાં 1500 ગાર્ડ તહેનાત કરાયા છે, પરંતુ તેમાંથી એકપણ ગાર્ડે વૃદ્ધ મહિલાને મદદ ન કરી.’

આ પણ વાંચો : punjab politics : મહિલા સુરક્ષાની વાતો કરતી કોંગ્રેસે બનાવ્યા MeToo આરોપોથી ઘેરાયેલા સીએમ !!!!

‘હોસ્પિટલ અને મેડિકલ સ્ટાફ એક સિક્કાની બે બાજુ છે. તેમણે એક ટીમ તરીકે કામ કરવું જોઈએ’

ત્યાર પછી માંડવિયાએ પેરામેડિકલ અને અન્ય સ્ટાફને તેમની ભૂમિકાની યાદ અપાવતાં કહ્યું હતું કે ‘હોસ્પિટલ અને મેડિકલ સ્ટાફ એક સિક્કાની બે બાજુ છે. તેમણે એક ટીમ તરીકે કામ કરવું જોઈએ.’ નોંધનીય છે કે માંડવિયાએ અહીં નવા ઓક્સિજન પ્લાન્ટ સહિત ચાર સુવિધાનું ઉદઘાટન કર્યું છે. એમાં કોરોના વાઈરસના દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયેલી અસ્થાયી હોસ્પિટલ પણ સામેલ છે. કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા 44 બેડની હોસ્પિટલ બનાવાઈ છે.

પ્રધાનમંત્રીને ઘટનાની જાણકારી આપી

માંડવિયાએ કહ્યું કે મેં દિલ્હી પાછા આવીને આ સમગ્ર ઘટનાની જાણકારી પ્રધાનમંત્રી મોદીને આપી. મારી વાત સાંભળીને પ્રધાનમંત્રીને પણ ભારે નવાઈ લાગી. પ્રધાનમંત્રીએ મને કહ્યું કે ગાર્ડને બરખાસ્ત કરાયો કે નહીં. મેં પ્રધાનમંત્રીને જવાબ આપ્યો કે હું એક કોઈ વ્યક્તિને નહીં પણ આખી વ્યવસ્થાને સુધારવા માગું છું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment