સમુદ્રનો એક અદભુત જીવ. જેની શક્તિનો કોઈ મુકાબલો નથી.જેનો એક પંચ સારામાં સારા બોક્સરને નોક-આઉટ કરી શકે છે. પાઉંડ થી પાઉંડના ફોર્સથી આ જીવ દુનિયાનો સૌથી ખતરનાક પંચ મારે છે. 6 ઈંચના આ બોક્સરનું નામ છે પિકોક મેન્ટિસ શ્રિંપ (Mantis Shrimp).
મોર જેવા અદભુત રંગો અને પેટર્નને કારણે આ શ્રિંપને પિકોક મેન્ટિસ શ્રિંપ (Mantis Shrimp) કહેવામાં આવે છે. (Peocock Mantis Shrimp) પિકોક મેન્ટિસ શ્રિંપ કોઈ શ્રિંપ(ઝિંગા) છે. જે એક મેન્ટિસની જેમ દેખાય છે અને મોર જેવા રંગ હોવાથી આ જીવ એટલે ઝિંગાને પિકોક મેન્ટિસ શ્રિંપ કહેવામાં આવે છે.
પિકોક મેન્ટિસ શ્રિંપ (Mantis Shrimp) ખુબ જ સુંદર પણ ખુબ જ ખતરનાક છે. પિકોક મેન્ટિસ શ્રિંપ જ્યારે સમુદ્ર તળમાં શિકાર કરવા ઉતરે ત્યારે અળધા ફૂટના આ જીવ સામે અનેક જીવોને મોત દેખાય છે.
ગતિનું નામ પિકોક મેન્ટિસ શ્રિંપ
પિકોક મેન્ટિસ શ્રિંપની આંખો ચારેય દિશાઓમાં એક સાથે ખોરાક શોધવા માટે જોઈ શકે છે. જ્યારે શિકાર નજર આવે ત્યારે વિજળીની તેજીથી શિકાર તરફ મેન્ટિસ શ્રિંપ ભાગે છે. (Mantis Shrimp) મેન્ટિસ શ્રિંપની આંખો સૌથી વધુ કલર જોઈ શકે છે. ચારેય દિશામાં એક સાથે જોઈને પણ સૌથી વધુ કલર જોવાવાળો આ જીવ છે.
આ પણ વાંચો : બંગાળનું રાજ્ય પ્રાણી, બિલાડી જેનો મુખ્ય ખોરાક છે માછલી
જ્યારે શિકારની પાસે પહુચે ત્યારે શિકારને તેજ શિકારી નજરોમાં લોકો કરે છે. શિકારની પાસે પહુચીને તેજી સાથે તેનો હેમર ક્લો(પંજો) ચલાવે છે. હેમર ક્લોની ગતિ એટલી તેજ હોય છે કે, આ એક પંચમાં જ (Hermit crab) હર્મિટ ક્રેબનો શેલ તુટી જાય છે. આ પંચની ગતિ એટલી તેજ હોય છે કે કોઈ પણ વિચારી ન શકે. માણસની પાપણ જપકાવવા કરતા પણ 50 ગણો તેજ આ પંચ હોય છે.
આ પણ વાંચો : નીંદણ : એક અમુલ્ય ઔષધી જે તમને બનાવી શકે છે ધનવાન
જ્યારે આ પંચ એટલે કે, હેમર ક્લો ચાલે ત્યારે Hermit crab(હર્મિટ ક્રેબ)ની આસપાસ અને તેના શેલનું તાપમાન સુર્યની સપાટી જેટલું ગરમ થઈ જાય છે. આ તાપમાન અને બંદૂકની ગોળીથી પણ તેજ પંચ લાગવાથી હર્મિટ ક્રેબનો જીવ ત્યારે જ નીકળી જાય છે. આ સાથે જ આ તાપમાનમાં હર્મીટ ક્રેબ (Hermit crab) શેકાય જાય છે. સુર્ય જેટલાં ગરમ તાપમાનથી શેકાયેલુ આ ભોજન ખાવા માટે તૈયાર થઈ જાય છે. પ્રકૃતિમાં લગભગ આ એકમાત્ર એવો જીવ હશે જે તેનું ભોજન તેના મારેલા પંચથી પાકતુ હશે. એથી પણ મોટી વાત એ છે કે, મેન્ટિસ શ્રિંપનું ભોજન શેકાય અને ખવાય છે. 22 કેલિબરની ગોળીથી પણ તેજ પંચ મારતા આ જીવ વિશ્વના સૌથી વિશિષ્ટ જીવ છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4