Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.

ધ મરીઝ

Mariz
Share Now

મરીઝનો જન્મ સુરત શહેના પઠાણવાળા વિસ્તારના બેગમપુરામાં થયો હતો. મૂળ નામ તો અબ્બાસ વાસી છે પરંતુ આપડી વચ્ચે મરીઝ તરીકે ઓળખાય છે. પિતાનું નામ અબ્દુલ અલી, જે શાળામાં શિક્ષક હતા.મરીઝને એ ૧૧ ભાઈ-બહેન હતા. અને મરીઝ પાંચ વર્ષના હતા ત્યારે માતાનું મરણ થયું.પરંતુ કોઈ પ્રેમ નહિ, કોઈ દોસ્ત નહિ,કોઈ હૂફ નહિ. પણ મરીઝને બાળપણ માં કબુતર અને કુતરાઓ સાથે દોસ્તી બહુ. ત્રીજા ધોરણમાં ભણતા ત્યારે શાળાએથી ભાગીને ધુમાડો છોડતી આગગાડી જોવા જતા, એને આ કાર્ય ખુબ ગમતું. હવે એમ થાય કે આ ગઝલ શાયરી ભણતર વગર કેમ આવી..? તો તેની બાજુમાં એક કસાઈવાળો હતો. ત્યાં રોજ રાત્રે શેરો-શાયરીની મહેફિલ જામતી અને ગાલીબ,મીર,સોદા,ઇકબાલ,જીગર, આ બધા શાયરોની રમજટ બોલતી હતી. તો આ બધાની મહેફિલમાં બધા મોટા એટલે મોટી ઉમરના ત્યાં માત્ર બાળકોમાં મરીઝ અને અમીન આઝાદ બે જ કસાઈઓની મહેફિલમાં ઉર્દુ શાયરીની મજા માણતા.

Mariz

ત્યાંથી આ બધું સાંભળીને ગુજરાતી શેર-શાયરીની શરૂઆત થઇ. અને આ ગુજરાતી સાહિત્યને બે શાયરોની ભેટ મળી. મરશી અથવા મરસીયા કહીએ. તેમાં અનીશ અને દાબીર નામના બે શાયરોમાંથી અનિષથી સૌથી વધુ પ્રભાવિત થયા. ધાર્મિક મરસીયા ગવાય એમાંથી પોતાને ગઝલ પ્રત્યે પ્રેરણા મળી એવું મરીઝે પોતે કહ્યું છે. સાથે એમના પોત્રનું નામ પણ અનીશ રાખેલું. ૧૪ વર્ષની ઉમરે મરીઝને પોતાના જ મહ્હોલામાં રહેતી છોકરી સાથે પ્રેમ થયો. છોકરી પાસે રૂપ અને ધનનું વૈભવ હતું. અને મરીઝ બધી જ રીતે ગરીબ હતા સાવ. પણ સંપતિમાં મરીઝ પાસે હતી. આવડત, ગઝલ,કવિતા,શેર, શાયરી.એના કારણે છોકરીના પાપાને મરીઝ બહુ ગમતા નહિ અને મગજમાં પણ ના ઉતરતા. પરંતુ મરીઝ પોતાની પ્રેમિકાને એક તરફો પ્રેમ કરતા. અને એના માટે ગઝલ,કવિતા,શેર ને એવું બધી લખી ને મોકલતા. સામે રીતે પ્રેમિકા “કવિતા પ્રેમી હતી કવિ પ્રેમી નહિ.”

મોટા ભાગે મરીઝે પોતાના પ્રણયના શેર લખ્યા છે. પરંતુ એ પોતે જ પ્રણયની સાથે વિનોદ રાખતા. ૫-૬ વર્ષ તો પ્રેમમાં વિતાવ્યા, પણ ૧૬,૧૭ વર્ષથી નિષ્ફળ પ્રણયનો બોજ માથા પર આવી ગયો હતો. એના માટે એક શેર લખે છે.

“એક પળ એના વિનાતો ચાલતું નહોતું મરીઝ

કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ.”

પછી ૫૦-૬૦ વર્ષ પછી એક મુલાકાત થઈ. એના માટે આ શેર,

“ઘણા વર્ષો પછી આવ્યા છો.એનો આ પુરાવો છે.

જે મહેંદી હાથ અને પગ પર હતી ટે કેશ પર લાગી.”

પ્રોઢ અવસ્થામાં મુંબઈમાં પ્રેમિકાનો ભેટો થઇ ગયો અને મરીઝના પત્નિ પણ સાથે હતા. સોનાબેન અને મરીઝ ઓળખાણ આપે છે કે  “આ મારી પ્રેમિકા ત્યારે સોનાબહેન ક્યે આ ‘આ કેમ આવું વર્તન કરે છે કે,”તમને ના ઓળખતી હોય મરીઝ ક્યે હમણાં જોશે શાંતિ રાખ, પછી પ્રેમિકા એના સ્ટોપ પર ઉતરી ત્યારે તીરછી નજર કરી અને મરીઝ એ શેર કીધો.

“બધો આધાર છે એના જતી વેદના જોવા પર ,

મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ”

Mariz

૧૨ વર્ષની ઉમર સુધી સુરત આવ્યા.ત્યારબાદ યુનિવર્સલ રબ્બર નામની કંપનીમાં રબ્બરના બુટ બનાવવા માટેની મજુરી કરી અને પત્રકારત્વ બાજુ વળ્યા. આર્થિક ભીસ, ઘરથી કોઈ મદદ નહિ એટલે મનથી સાવ પાછા પડી ગયા હતા. આવી સ્તીથીમાં ત્રીજો વિકલ્પ લીધો.

“જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે. પરાયા શહેરમાં વસ્તી બનાવી નાખી છે.

અને જગતના લોકમાં જયારે ગજું ન જોયું મરીઝ ,

મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.”

આ પણ જુઓ : વિશ્વ યોગ દિવસની ઉજવણી

આઠઆના, રૂપીઓ, પાંચ રૂપિયા, 10 રૂપિયામાં ગઝલો વહેચી માત્ર પોતાના દારૂ પીવાના શોખ ખાતર. આમ મરીઝને આઠઆના ના દારૂની જરૂર હતી અને એ દારૂ મળતો સાથે મુંબઈમાં મરીઝની ગઝલો થકી કેટલાય ગઝલકારો જન્મ્યા. અને 

ન્યાયમાં મહેરબાની રાખે છે.. મહેરબાનીમાં જેની ન્યાય નથી..

એક વાત કહી રહ્યો છું, સાહિત્યના વિષયમાં

દુખમાં હદય ને રાખો

રાખો ન દુખ હ્રદયમાં.

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસઁગોમા મને પણ છે કબુલ,કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા !એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. 

છેલ્લે બધાને ખબર જ છે એ શેર ની યાદી. હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,

પણ ના કહો છો એમાં પણ વ્યથા હોવી જોઈએ. પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,

એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment