સોશિયલ મીડિયા કંપની ફેસબુકે પોતાનું નામ બદલી નાખ્યું છે. હવેથી ફેસબુક (facebook) કંપની મેટાના (meta) નામથી ઓળખાશે. ગઇકાલે ગુરૂવારના રોજ ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે (mark Zuckerberg) એક મીટીંગ દરમિયાન આ વાતની જાહેરાત કરી હતી. લાંબા સમયથી ફેસબુકનું નામ બદલવાની વાત ચાલી રહી હતી. અંતે આ પ્રક્રિયાને પૂર્ણ કરી દેવામાં આવી છે.
Announcing @Meta — the Facebook company’s new name. Meta is helping to build the metaverse, a place where we’ll play and connect in 3D. Welcome to the next chapter of social connection. pic.twitter.com/ywSJPLsCoD
— Meta (@Meta) October 28, 2021
facebook ના સ્થાપકે ઝકરબર્ગે શું કહ્યું હતુ ?
ફેસબુકના સ્થાપક ઝકરબર્ગે એક વાર્ષિક ડેવલપર્સ સંમેલન દરમિયાન કહ્યું હતું કે, અમે સામાજિક મુદ્દાઓ સાથે સંઘર્ષ કરી અને બંધ પ્લેટફોર્મની નીચે રહીને ઘણુ શીખ્યું છે. અમે જે કંઈ પણ શીખ્યું છે તેને લાગુ કરવા અને તેની મદદથી આગામી અધ્યાયને બનાવવાનો ઉચિત સમય હવે આવી ગયો છે. અમારા એપ્સ અને બ્રાન્ડ નથી બદલી રહ્યા.
આ પણ વાંચો: હવે આ બેંકના ATM માંથી તમે OTP વગર પૈસા નહીં ઉપાડી શકો
The names of the apps that we build—Facebook, Instagram, Messenger and WhatsApp—will remain the same.
— Meta (@Meta) October 28, 2021
માર્ક ઝકરબર્ગ લાંબા સમયથી પોતાની સોશિયલ મીડિયા (Social media)કંપનીના પ્લેટફોર્મનું ફરીથી બ્રાન્ડિંગ કરવા ઈચ્છતા હતા. તેઓ કંપનીને એકદમ અલગ ઓળખ આપવા માગતા હતા. એક એવી ઓળખ જ્યાં ફેસબુકને માત્ર એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે જોવામાં ન આવે. હવે એ દિશામાં જ આગળ વધતા ફેસબુકનું નામ બદલીને મેટા કરી દેવામાં આવ્યું છે.
પેપરની આ જાહેરાતથી સાવધાન જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4