Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝફેસબુક CEO અને પત્ની પ્રિસિલા પર પૂર્વ સ્ટાફે લગાવ્યા ગંભીર આરોપ

ફેસબુક CEO અને પત્ની પ્રિસિલા પર પૂર્વ સ્ટાફે લગાવ્યા ગંભીર આરોપ

Mark Zuckerberg
Share Now

ફેસબુક (Facebook)ના સીઈઓ (CEO)માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg)અને તેમની પત્ની પ્રિસિલા ચાન પર તેમના ઘરમાં કામ કરતા પૂર્વ કર્મચારીઓએ કેસ દાખલ કર્યો છે. બંને પૂર્વ સ્ટાફ મિયા કિંગ અને જોન ડી, માર્ક ઝકરબર્ગના ઘરે સિક્યુરિટી ઈન્ચાર્જ લિયામ બૂથની ટીમમાં કામ કરતા હતા.

Mark Zuckerberg ના પૂર્વ કર્મીએ લગાવ્યો આરોપ

ઝકરબર્ગના પૂર્વ કર્મચારી (Former employee)ઓ મિયા કિંગ અને જૉન ડોએ આરોપ લગાવ્યો છે કે, તેમના બોસ લિયામ બૂથ તેમના પર નસ્લવાદી અને હોમોફોબિક (રંગભેદ અને સમલૈંગિકો સામે પૂર્વગ્રહ રાખતા) રાખીને તેમની સાથે ખરાબ વર્તન કરતા હતા.

મળતી માહિતી મુજબ, અશ્વેત (Black)મિયા કિંગ અને સમલૈંગિક વિકલાંક જૉન ડોએ દાવો કર્યો છે કે, તેમની સાથે અબજપતિ ઝકરબર્ગ કપલના પૂર્વ સિક્યુરિટી પ્રમુખ દ્વારા રંગભેદ અને સમલૈંગિકનો વિરોધ કરતું વર્તન કરવામાં આવ્યું હતું. મિયા કિંગે કહ્યું કે, તેમના પર દર વખતે રંગભેદની ટીપ્પણી કરવામાં આવતી હતી.

આ પણ વાંચો: દેશના રસ્તાઓ પર દોડશે BH સિરીઝની નંબર પ્લેટ, જાણો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા

Mark Zuckerberg અને તેની પત્નીએ આરોપો નકાર્યા

માર્ક ઝકરબર્ગ અને તેની પત્ની પ્રિસલાએ આ આરોપોને નકારી દીધા છે. તેમના અંગત પ્રવક્તા (Spokesperson)બેન લાબોલ્ટે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કંપનીની આંતરિક તપાસમાં આ વિશે કોઈ પુરાવા મળ્યા નથી. લાબોલ્ટે કહ્યું છે કે, જેવું અમે પહેલાં કીધુ હતું તે પ્રમાણે બે વર્ષ પહેલાં આ આરોપોને અજાણ્યા વ્યક્તિ દ્વારા મીડિયામાં લીક કરવામાં આવ્યા હતા. અમે તેની તપાસ કરી હતી. પ્રવક્તા બેન લાબોલ્ટે કહ્યું કે, અમારા કર્મચારીઓ તરફથી કરવામાં આવતી ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવે છે અને તપાસ કરવામાં આવે છે.

ફેસબુકે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન ફોલો કરી! જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment