દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે.ત્યારે લોકો ઉજવણી માટે ખુબ ઉત્સાહભેર જોવા મળી રહ્યા છે,.તો તેની સાથે લોકોમાં દિવાળીને લઇ આનંદ જોવા મળી રહ્યો છે કેમકે છેલ્લા 2 વર્ષથી કોઇ ઉજવણી કરવામાં આવી નથી.તો આ વખતે કોરોનાના કેસોમાં ધટાડો જોવાથી લોકો અને સરકાર ધણી ધામધૂમથી ઉજવણી કરવાનું વિચારી રહ્યા છે.તો આ વખતે બજારો લોકોથી ધમધમી રહી છે. લોકો પોતાના ધરથી લઇને પોતના પરિવાર માટેની ખરીદી કરી રહ્યા છે.તો તેની સાથે લોકો ધરની શોભા વઘારવા પણ લોકો અલગ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. દિવાળી લોકો પોતાના ઘરમાં એનેક નવી ચિઝ વસ્તુઓ નવી લાવતા હોય છે.બે વર્ષ બાદ સુરતીઓને દિવાળીની ખરીદીનો મોકો મળ્યો: દિવાળી બાદ લગ્નસરા શરૂ થતા હોવાથી સોનાના દાગીનાની પણ ધૂમ ખરીદીમોબાઈલની દુકાનોમાંથી રોજના 3 હજાર ફોનનું વેચાણ, ગાર્મેન્ટ-હોમ એપ્લાયન્સીસમાં સૌથી વધુ ઓફરો હોવાથી ગ્રાહકોની ભીડ વધુ દિવાળીને ગણતરીના જ દિવસો બાકી હોવાથી આગામી દિવસોમાં ખરીદી હજુ વધવાની વેપારીઓને આશા જોવા મળી છે.
વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળીને આડે હવે માંડ 10 દિવસ બાકી છે ત્યારે ત્યારે શહેરના બજારોમાં ફુલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરની નાની મોટી દરેક માર્કેટોમાં લોકો ધૂમ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. રવિવારે ભાગળ, વરાછા, પાલ-અડાજણ, વેસુ, પીપલોદ વગેરે જેવા તમામ વિસ્તારોમાં ખરીદારોની ભારે ભીડ જામતી જોવા મળી હતી. સામાન્ય રીતે શહેરીજનો જ્વેલરીની ખરીદી પુષ્યનક્ષત્ર અને ઘનતેરસના દિવસે કરતા હોય છે. પરંતુ બે વર્ષથી લગ્નની સિઝન ખોરવાઈ ગઈ છે ત્યારે દિવાળી બાદ થોડા જ દિવસોમાં લગ્નસરા શરૂ હોવાથી લોકો હાલમાં જ્વેલરીની ખરીદી પણ કરી રહ્યા છે.શહેરમાં રોજની અંદાજે 15 કરોડ રૂપિયાની જ્વેલરીનું વેચાણ થઈ રહ્યું છે. જ્યારે 4 કરોડ રૂપિયાના ફ્રિઝ, ટી.વી, વોશિંગ મશીન વગેરેનું વેચાણ થઈ રહ્યું છે. બીજી તરફ 70 કરોડ રૂપિયાની ગાર્મેન્ટ્સનું દુકાનોમાંથી રોજિંદુ વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી મળી રહી છે.
આ પણ વાંચો: સુરત ખરા અર્થમાં કર્ણભૂમિ, ફરી એક વાર અંગદાન દ્વારા ત્રણ લોકોને મળ્યું નવજીવન
જ્વેલરીની ખરીદીમાં વધારો
જ્વેલર્સો માટે પુષ્પ નક્ષત્ર અને ધનતેરસ સૌથી અગત્યનો દિવસ ગણાય છે. સામાન્ય દિવસો કરતાં વધારે દાગીનાનું વેચાણ થાય છે. પરંતુ કોરોનાકાળમાં લગ્ન ધામધૂમથી ઉજવી શકાયા ન હતાં.કોરોના કેસ ઓછા હોવાથી લોકો હવે લગ્નનું આયોજન કરશે.તો બજારમાં તેજી પણ આવતી જોવા મળે છે. અને લોકો પોતાના રોકાયેલા લગ્નો પણ હવે કરવામાં આવશે.
ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદીમાં વધારો
છેલ્લા 6 મહિનાથી શહેરમાં તમામ બિઝનેસો ગ્રોથ કરતાં લોકોની આવક વધી છે. રોજ અંદાજે 10 કરોડ રૂપિયાના ટીવી, ફ્રિઝ, વોશિંગ મશીન, ડિશ વોશર સહિતના ઈલેક્ટ્રોનિક એપલાયન્સીસનું વેચાણ થઈ રહ્યું છે.આ વર્ષની દિવાળી લોકો ધામધૂમ પુર્વક કરવાનું વિચારી રહ્યા છે.તો સાથે જ ખાસ કરીને 55 ઈંચના ટીવી, 300 લિટરના ફ્રિઝ જેવી ઈલેકટ્રોનિક્સ વસ્તુઓની ડિમાન્ડમાં વધારો થયો છે. મોબાઈલ: તહેવારની સિઝનમાં વેચાણ 3 ગણું થવાની ગણતરી સોના અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓના વેચાણની જેમ મોબાઈલનું પણ શહેરમાં વેચાણ થઈ રહ્યું છે. એક અંદાજ પ્રમાણે શહેરમાં રોજના 3 હજાર મોબાઈલસ ફોન વેચાઈ રહ્યા છે. તો સાથે અનેક આઇટમો પણ વેચાઇ રહી છે.
કાપડ ઉધોગનું પણ વધારે વેચાણ થઇ રહ્યું છે.તો સાથે જ અનેક લોકો કાપડની ખરીદી કરી રહ્યા છે.તો આગામી દિવસોમાં કેટલી ખરીદી થશે એનો અંનદાજો અતિયારથી મુશ્કેલ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4