Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeસાયન્સ & ઈનોવેશનશાસ્ત્રોમાં એક જ ગોત્રમાં વિવાહ કેમ વર્જિત છે?

શાસ્ત્રોમાં એક જ ગોત્રમાં વિવાહ કેમ વર્જિત છે?

Share Now

આપણી ધાર્મિક માન્યતાઓ અનુસાર વિવાહ પોતાના કુળમાં નહીં, પણ બીજા કુળમાં થવા જોઈએ. એક જ ગોત્રમાં વિવાહ થઈ શકતા નથી, એટલે જ વિવાહ પહેલા ગોત્ર પૂછવાની પરંપરા આજે પણ પ્રચલિત છે. શાસ્ત્રો પ્રમાણે પોતાના કુળમાં વિવાહને અધર્મ, નિંદનિય અને મહાપાપ છે માટે માતાની 5 અને પિતાની 7 પેઢી છોડીને પોતાની જ જાતિના બીજા ગોત્રની કન્યા સાથે વિવાહ કરીને શાસ્ત્ર અનુસાર સંતાનને જન્મ આપવો જોઈએ. કારણ કે એક જ ગોત્રમાં વિવાહ કરવાથી પતિ-પત્નીનું લોહી એક સરખુ હોય છે જેના કારણે સંતાનનો યોગ્ય વિકાસ થતો નથી. આ જ કારણ છે કે અનાદિ કાળથી પશુ-પક્ષીઓનો કોઈ વિકાસ થયો નથી, તેઓ જ્યાં હતા ત્યા જ આજે પણ છે. મનુ મહારાજ પણ સગોત્ર વિવાહ કરવાની ના પાડી ચુક્યા છે.

असपिण्डा च या मातुरसगोत्रा च या पितुः।

सा प्रशस्ता द्विजातीनां दारकर्मणि मैथुने ॥

તેનો અર્થ છે માતાની છ પેઢી ન હોય અને પિતાના ગોત્રમાં ન હોય એવી કન્યા સાથે વિવાહ કરવુ યોગ્ય છે.

ચિકિત્સા શાસ્ત્રોના જાણકારો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એક ગોત્ર એટલે કે નજીકના સંબંધીઓ વચ્ચે વિવાહ થવાથી જે સંતાન ઉત્પન્ન થાય છે તેમાં આનુવંશિક દોષ હોય છે. આવા દંપતિઓમાં પ્રાથમિક વ્યંધત્વ, સંતાનોમાં જન્મજાત વિકલાંગતા અને માનસિક જડતા જેવા દોષો ઘણાં વધારે જોવા મળે છે. સાથે જ મૃત શિશુઓનો જન્મ, ગર્ભપાત અને ગર્ભકાળમાં કે જન્મ બાદ શીશુનું મૃત્યુ જેવા કિસ્સા પણ વધારે જોવા મળે છે. લોહીના સંબંધોમાં વિવાહ ન કરવાથી જન્મજાત હ્રદયના વિકારો તેમજ જોડિયા બાળકોના જન્મના દરને ઘટાડી શકાય છે. ઉલ્લેખનીય છે કે ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં 100 પ્રસુતિમાંથી 18 અને શહેરી વિસ્તારોમાં 11 પ્રસુતિમાં જોડિયા બાળકો જન્મ લેતા હોય છે.

હાલમાં જ હૈદરાબાદમાં થયેલા એક અધ્યયનમાં સામે આવ્યું છે કે લોહીના સંબંધો હોય તેઓ જો એકબીજા સાથે લગ્ન કરે તો તેમનું બાળક આંખોની બિમારીઓથી પિડાતુ હોય છે. તે ફક્ત નબળી દ્રષ્ટિ જ નહી પણ અંધત્વનો શિકાર પણ થઈ શકે છે. અહીં સરોજની દેવી આઇ હોસ્પિટલમાં કરવામાં આવેલા અભ્યાસમાં આ તથ્ય પ્રકાશિત થયુ છે કે સંબંધોમાં લગ્ન કરનારા યુગલોથી જન્મેલા 200 બાળકોમાંથી એક બાળક નબળી દ્રષ્ટિનું શિકાર હોય છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતમાં નજીકના સંબંધીઓમાં લગ્ન થવા તે સામાન્ય બાબત છે.

image : google

પુત્રીને તેના પિતાનું ગોત્ર કેમ પ્રાપ્ત થતું નથી ?

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણે બધા જ જાણીએ છીએ કે સ્ત્રીમાં ગુણસૂત્ર xx  અને પુરૂષમાં xy ગુણસૂત્ર હોય છે.

તેમના સંતાનોમાં જો પુત્ર જન્મે (xy ગુણસૂત્ર)  તો તેનો અર્થ છે કે આ પુત્રમાં y ગુણસૂત્ર પિતા દ્વારા જ આવ્યો તે નિશ્ચિત છે કારણ કે માતા માં તો y ગુણસૂત્ર હોતું જ નથી.

અને જો પુત્રી જન્મે તો (xx ગુણસુત્ર)તેનો અર્થ છે કે આ ગુણ સૂત્ર પુત્રીમાં માતા અને પિતા બન્નેથી આવે છે.

  1. xx ગુણસુત્ર

xx ગુણસુત્ર એટલે કે પુત્રી, માટે xx ગુણસુત્રના જોડામાં એક x ગુણસૂત્ર પિતા અને બીજો x ગુણસૂત્ર માતાથી આવે છે. તથા આ બન્ને ગુણસૂત્રોનો સંયોગ એક ગાંઠ જેવી રચના બનાવી લે છે જેને Crossover કહેવામાં આવે છે.

  1. xy ગુણસૂત્ર

xy ગુણસૂત્ર એટલે કે પુત્ર, પુત્રમાં y ગુણસૂત્ર ફક્ત પિતાથી આવવાનું જ શક્ય છે કારણ કે માતામાં y ગુણસૂત્ર હોતુ જ નથી. અન્ને હન્ને ગુણસૂત્ર અસમાન હોવાને કારણે સંપૂર્ણ Crossover નથી થતુ ફક્ત 5 ટકા જ થાય છે. અને 95 ટકા y ગુણસૂત્ર જેમ નું તેમ જ રહે છે. તો y ગુણસૂત્ર મહત્વનું બની જાય છે કારણ કે y ગુણસૂત્રના વિષયમાં આપણે ચોક્કસ છીએ કે આ પુત્રમાં ફક્ત પિતાથી જ આવે છે. બસ આ y ગુણસૂત્રની જાણકારી મેળવવી તે જ ગોત્ર પ્રણાલીનું એકમાત્ર ઉદેશ્ય છે જે હજારો લાખો વર્ષો પહેલા આપણા ઋષિઓએ જાણી લીધુ હતું.

image : google

વૈદિક ગોત્ર પ્રણાલી અને y ગુણસૂત્ર

અત્યાર સુધી આપણે એ સમજી ચુક્યા છીએ કે વૈદિક ગોત્ર પ્રણાલી y ગુણસૂત્ર પર આધારિત છે અથવા y ગુણસૂત્રને ટ્રેસ કરવાનું એક માધ્યમ છે.

ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિનું ગોત્ર કશ્યપ છે તો તે વ્યક્તિમાં રહેલુ y ગુણસૂત્ર કશ્યપ ઋષિથી આવ્યું છે અથવા તો કશ્યપ ઋષિ તે y ગુણસૂત્રનું મૂળ છે.

પણ y ગુણસૂત્ર સ્ત્રીઓમાં નથી હોતુ માટે જ વિવાહ પછી સ્ત્રીઓને તેમના પતિના ગોત્ર સાથે જોડી દેવામાં આવે છે.

વૈદિક કે હિન્દુ સંસ્કૃતિમાં એક જ ગોત્રમાં વિવાહ વર્જિત હોવાનું કારણ એ છે કે એકજ ગોત્રના હોવાને કારણે તે સ્ત્રી અને પુરૂષ ભાઈ-બહેન કહેવાશે કારણ કે તેમના પ્રથમ પૂર્વજ એક જ છે.

પરંતુ આ થોડી વિચિત્ર

image : google

 વાત નથી કે જે સ્ત્રી અને પુરૂષે ક્યારેય એક બીજાને જોયા નથી અને બન્ને અલગ-અલગ દેશોમાં છે પણ એક જ ગોત્રમાં જન્મ્યા એટલે તેઓ ભાઈ-બહેન થઈ ગયા.

તેનુ મુખ્ય કાર એક જ ગોત્રમાં હોવાને કારણે ગુણસૂત્રોની સમાનતાનું પણ છે. આજ ના આનુવંશિક વિજ્ઞાન અનુસાર જો સમાન ગુણસૂત્ર વાળી બે વ્યક્તિમાં વિવાહ થાય તો તેમના સંતાનો આનુવંશિક વિકારો સાથે જન્મે છે.

આવા દંપતિની સંતાનમાં એક જેવી વિચારધારા, પસંદ, વ્યવહાર વગેરેમાં કોઈ નવિનતા નથી હોતી. આવા બાળકોમાં રચનાત્મકતાનો અભાવ જોવા મળે છે. વિજ્ઞાન દ્વારા પણ આ સંબંધમાં આ  જ વાત કરવામાં આવી છે કે એક જ ગોત્રમાં લગ્ન કરવાથી મોટાભાગના દંપતિના સંતાનોમાં અનુવંશિક દોષ એટલે કે માનસિક વિકલાંગતા, ગંભીર રોગ જન્મ જાત જોવા મળે છે. શાસ્ત્રો અનુસાર આ જ કારણો છે કે એક જ ગોત્રમાં વિવાહ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.

આ પણ વાંચો વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે

આ ગોત્રનો ઉત્તરાધિકાર પુત્રીને એક પિતા ન આપી શકે માટે વિવાહ પહેલા કન્યાદાન કરાવવામાં આવે છે અને ગોત્ર મુક્ત કન્યાનું પાણિગ્રહણ કરી ભાવિ વર પોતાના કુળમાં તે કન્યાને સ્થાન આપે છે. આ જ કારણ છે કે તે સમયે વિધવા વિવાહ પણ સ્વીકાર્ય નહોતા, કારણ કે કુળ અને ગોત્ર પ્રદાન કરનાર પતિ તો મરી ચુક્યો છે. માટે કુંડળી મેળવતા સમયે વૈધવ્ય પર પણ ખાસ ધ્યાન આપવામાં આવતું હતું અને કન્યા માંગલિક હોય તો વધારે સાવધાની રાખવામાં આવતી હતી.

આત્મજ અથવા આત્મજાની સંધિ છુટી પાડો

આત્મ + જ અથવા આત્મ + જા

આત્મ = હું, જ અથવા જા = જન્મ્યો કે જન્મી, એટલે કે હું જ જન્મ્યો અથવા જન્મી.

જો પુત્ર હોય તો 95 ટકા પિતા અને 5 ટકા માતાનું સંમિલન હોય છે. પુત્રી હોય તો 50 ટકા પિતા અને 50 ટકા માતાનું સંમિલન હોય છે. પછી જો પુત્રીની પુત્રી થાય તો ડીએનએ 50 ટકાનું 50 ટકા રહી જશે, અને જો તેની પણ પુત્રી થાય તો તે 25 ટકાનું 50 ટકા ડીએનએ રહી જશે, આવી રીતે સાતમી પેઢી એ પુત્રી જન્મમાં આ ટકા ઘટીને 1 ટકો રહી જશે.

એટલે કે એક પતિ-પત્નિનું જ ડીએનએ સાતમી પેઢી સુધી વારંવાર જન્મ લેતા રહે છે અને આને જ કહેવાય છે સાત જન્મોનો સાથ.

image : google

પણ જો પુત્ર થાય તો પુત્રનું ગુણસૂત્ર પિતાના ગુણસૂત્રોના 95 ટકા ગુણોને અનુવંશજમાં ગ્રહણ કરે છે અને માતાનું 5 ટકા (જે અમુક પરિસ્થિતિઓમાં એક ટકા જેટલુ ઓછુ પણ થઈ શકે છે) ડીએનએ ગ્રહણ કરે છે, અને આ જ ક્રમ આગળ પણ ચાલ્યા કરે છે, જેના કારણે પતિ અને પત્નિના ગુણો વાળા ડીએનએ વારંવાર જન્મ લેતા રહે છે, એટલે કે આ જન્મજન્માંતરનો સાથ થઈ જાય છે.

માટે, પોતાના અંશને પિતૃઓ જન્મ જન્માંતરો સુધી આશિર્વાદ આપતા રહે છે આપણે પણ અમૂર્ત રૂપે તેમના પ્રતિ શ્રદ્ધા ભાવ રાખીને આશીર્વાદ ગ્રહણ કરતા રહીએ છીએ, અને આ જ વિચાર આપણને જન્મો સુધી સ્વાર્થી બનવાથી બચાલે છે, અને સંતાનોની ઉન્નતિ માટે સમર્પિત થવાનું બળ પ્રદાન કરે છે.

બીજી એક વાત, માતા-પિતા જો કન્યાદાન કરે છે તો તેનો અર્થ એ બિલકુલ નથી કે તેઓ કન્યાને કોઈ વસ્તુ સમજે છે, પણ આ દાન કરવા પાછળનું હેતુ એ છે કે બીજા કુળની કુળવધુ બનવા માટે અને કુળની કુળધાત્રી બનવા માટે તેને ગોત્ર મુક્ત થવુ જરૂરી છે. ડીએનએ મુક્ત તો તે થઈ નથી શકતી કારણ કે ભૌતિક શરીરમાં તે ડીએનએ તો રહેશે જ, માટે માતાનો સંબંધ તો રહેશે જ, ગોત્ર એટલે કે પિતાના ગોત્રનો ત્યાગ કરવામાં આવે છે. ત્યારે જ તે ભાવિ વર ને એ વચન આપી શકે છે કે તે કુળની મર્યાદાનું પાલન કરશે, એટલે કે તેના ગોત્ર અને ડીએનએને દૂષિત નહી થવા દે, વર્ણસંકર નહી કરે, કારણ કે કન્યા વિવાહ બાદ કુળ વંશ માટે રજનું રજદાન કરે છે અને માતૃત્વને પામે છે. આ જ કારણ છે કે દરેક વિવાહિત સ્ત્રી માતા સમાન પૂજનીય થઈ જાય છે.

આ રજદાન પણ કન્યાદાનની જેમ હજારો યજ્ઞો સમાન ઉત્તમ દાન માનવામાં આવે છે જે એક પત્નિ દ્વારા પતિને દાન કરવામાં આવ્યું છે.

ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા સિવાય આ પ્રકારની સંસ્કારગત વ્યવસ્થા બીજી કોઈ સભ્યતામાં જોવા મળતી નથી.

No comments

leave a comment