Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeલાઇફ સ્ટાઇલMarried Life: ‘ભાવનાત્મક એકલતા તમારુ દાપંત્ય જીવન બગાડી શકે છે’

Married Life: ‘ભાવનાત્મક એકલતા તમારુ દાપંત્ય જીવન બગાડી શકે છે’

Married Life
Share Now

લગ્નના (Married Life) કેટલાક વર્ષો ઉપરાંત ઘણવાર દાંપત્ય જીવનમાં ભાવનાત્મક એકલતા જેવી ઘટનાઓ જોવા મળી રહી છે અને એકબીજા પર વિશ્વાસ અને પરસ્પર તાલમેલ ઓછુ થવા લાગે છે. પતિ-પત્ની બંનેને લાગે છે કે તેમના પાર્ટનર બદલાઈ ગયા છે તેમની વાતોને સમજી નથી શકતા. પરિણામ સ્વરૂપે સંબંધમાં પ્રેમનું સ્થાન ઝઘડો, સોદો અને જવાબદારી અને ગુંગણામણ લઈ લે છે. 

રિલેશનશિપ એક્સપર્ટ જણાવે છે કે, જ્યારે પતિ અને પત્ની બંને એ વિચારવા લાગે છે કે, તેમના સાથી તેમના અનુસાર વિચારે અને વ્યવહાર કરે. ત્યાંથી જ સંબંધોમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે ખટાસ પેદા થઈ જાય છે. લગ્ન બાદ સંબંધમાં ફક્ત બે જ વ્યક્તિ હોય છે જેથી જવાબદારીઓ ઓછી હોય છે.

એકબીજાને ખુશ અને આકર્ષિત કરવાનો પ્રયત્ન રહે છે તે સાથે જ એકબીજાની સાથે સમય પસાર કરવા માટે ઘણો સમય હોય છે. જેમ-જેમ સમય પસાર થાય છે રોજિંદા કામ, અને બાળકોનો ઉછેર, સાસરી પક્ષ તથા અન્ય સંબંધોની સાથે સંબધ નિભાવતી વખતે પતિ અને પત્ની બંનેનો મહત્તમ સમય અને શક્તિ લઈ લે છે. 

Married Life

IMAGE CREDIT: GOOGLE

સમયની સાથે બદલાતા સંબંધ

લગ્ન પહેલા કે લગ્નના શરૂઆત (Married Life)ના દિવસોમાં જ્યારે પતિ-પત્ની એકબીજાને આર્કષિત કરવા માટે તેમની વાતોથી ઘ્યાનથી સાંભળે છે અને તેમની પસંદ-નાપસંદનું ધ્યાન રાખે છે, લગ્નના કેટલાક વર્ષો પસાર થયા બાદ બધી જ વાતો તેમની બિનજરૂરી લાગે છે. પતિ-પત્ની વચ્ચેની દૂરી તેમના વચ્ચે ભાવનાત્મક એકલતાની સ્થિતિ ઉતપન્ન કરવા લાગે છે. 

એક્સપર્ટ અનુસાર,  મોટાભાગના યુગલની ફરિયાદ રહે છે કે, તેમના સાથી તેમના પર ધ્યાન જ આપતા નથી. તેમની સાથે ઈમોશનલ ટચમાં રહેતા નથી. જોકે, લગ્નના શરૂઆતના દિવસોમાં તેમને તેમના પતિ કે પત્નીની સાથે અત્યંત ભાવનાત્મક નીકટતાનો અનુભવ કર્યો હતો. એવી પરિસ્થિતમાં તેમના વ્યવહારમાં આવેલુ પરિવર્તન તેમને વધારે તકલીફ પહોંચાડે છે. એ જ કારણોસર ઘણી મહિલા કે પુરુષ એક્સ્ટ્રા મેરિટલ અફેરની તરફ પણ આકર્ષિત થઈ જાય છે. 

આ પણ વાંચોઃ- Jeevansathi ની પસંદગી માટે શું તમે પણ મૂંજવણ અનુભવો છો?

Married Life માં જરૂરી સંવાદ

કોઈપણ સંબંધને જાળવી રાખવા માટે જરૂરી છે પરસ્પર વાતચીત થવી તથા એકબીજાની વાતને સાંભળવી. જો પતિ અને પત્ની બંને એકબીજા સાથે ખુલીને વાત કરશે તો તેમના વચ્ચેની તમામ સમસ્યાઓ આપમેળે જ નિવારણ આવી જશે. પતિ-પત્ની એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો જોઈએ અને એકબીજા સાથે વાત કરતા રહેવુ જોઈએ. 

સત્ય એ છે કે, કોઈ પણ લગ્નને સફળ બનાવવા માટે પ્રેમ અને વિશ્વાસની સાથે પરસ્પરનું તાલમેલ હોવુ ખૂબ જ જરૂરી હોય છે.  તે ઉપરાંત અન્ય એક બાબત હોય છે સંબંધનો ખૂબ જ પ્રભાવિત કરે છે. તે એકબીજાને પોતાના સંબંધમાં સમાનતાનો હક આપવો.

Married Life

IMAGE CREDIT: GOOGLE

જો પતિ-પત્ની બંને એકબીજાના વિચારો અને વ્યવહારોને સમજે તથા તેમના પ્રમાણે પરિવર્તન લાવવાનો પ્રયત્ન ના કરે, જેથી ઘણી હદ સુધી ઝઘડા આપમેળે જ પૂર્ણ થઈ જશે. જે રીતે ગાડી બે પૈડા પર ચાલે છે તેવી જ રીતે લગ્નજીવન પણ પતિ-પત્ની બંનેના પ્રયત્નોથી સફળ થાય છે.

કલ્પના કરો કે જો કોઈ ગાડીનું એક પૈડુ મોટુ હોય અને એક નાનુ, શું તે ગાડી યોગ્ય રીતે ચાલશે? આથી ખૂબ જ જરુરી છે કે, આ સંબંઘમાં પતિ-પત્ની એકબીજાને સમાનતાના અધિકારની સાથે સમ્માન આપો. તેમને પ્રાથમિકતા અને જવાબદારીઓ સમજો અને તેમની મદદ કરો. 

પોતાના સાથી દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરો અને તેમને અનુભવ કરાવો કે તે તમારા માટે કેટલા ખાસ છે. રોજિંદી જિંંદગીમાં પતિ અને પત્ની દ્વારા કરવામાં આવેલા નાના પ્રયત્નો, સંબંધમાં બંધાયેલી ગાંઠને આપમેળે જ સુધારી દે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment