Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝ‘ડાકણ’ છે એવુ કહીને મારી પત્નીને મારી નાંખી

‘ડાકણ’ છે એવુ કહીને મારી પત્નીને મારી નાંખી

Dhwarka
Share Now

ગુજરાતના હાલમાં પણ એવા કેટલાક ગામડાઓ છે, જ્યાં સ્ત્રીઓ સાથે દુરવ્યવહાર કરવામાં આવે છે, એ પણ એવા કારણો સાથે કે તેનામાં ભુત કે ચુડેલ અથવા મેલડી મા આવી ગયા છે. કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ એવાં દૂષણો જોવા મળે છે, ખાસ કરીને વિધવા અને જેને બાળક ન થઇ શકતુ હોય તે મહિલાને અલગ નજરથી જોવામાં આવે છે. મહિલાને ડાકણ-ચુડેલ કહીને તેના પર અત્યાચાર કરવામાં આવે છે.

ડાકણ ગણાવીને મહિલાઓને ઢોર માર માર્યો (superstition in devibhumi dwarka)

ડાકણ ગણાવીને મહિલાઓને ઢોર માર મારવાના બનાવો વધી રહ્યાં છે, આજે ભલે વિકાસ થઇ ગયો હોય પણ લોકોની માનસિકતા,કુરુવાજો આજે પણ માણસ માટે સ્ત્રી માટે ખરાબ છે. ગુજરાતના ઓખા મઢીના શિવ વિસ્તાર નજીક એક મહિલા ની હત્યા કરવામાં આવી છે, આ મહિલાની હત્યા પાછળનું કારણ જાણીને તમે લોકોની માનસિકતા અને કુરિવાજો પર સવાલો થશે.

  • મહિલા 3 બાળકોની માતાની હત્યા 
  • ઓખા મઢીના શિવ વિસ્તાર નજીક રહેતાં રમીલાબેનની હત્યા થઇ 
  • લોખંડની સાંકળને શરીર પર માર મારી અને સળગતા ડામ આપ્યા
  • મૃતક મહિલા ના કુટુંબના ભૂવા અને કુટુંબીઓએ હત્યા કરી હોવાના આરોપ

ગુજરાતના દ્વારકામાં આ કિસ્સો બન્યો છે, એજ દ્વારકા જે ભગવાન શ્રી કૃષ્ણના નામથી ઓળખાય છે, તેમના પરચા અને ભક્તોની આસ્થા પણ ખુબ જ છે. પણ આસ્થા વચ્ચે અંધવિશ્વાસ પણ અહીં જાણે મોટો થઇ રહ્યો છે. અહીં ઓખા મઢીના શિવ વિસ્તાર નજીક રહેતાં રમીલાબેનની હત્યા થઇ છે.

Married Woman Murder In Bassi Jaipur - अवैध संबंधों के चलते हत्या की आशंका! बीए के साथ प्रतियोगी परीक्षा की तैयारी कर रही थी महिला | Patrika News

આરોપીઓએ અંધશ્રદ્ધાના નામ પર રમીલાબેનને લોખંડની સાંકળને શરીર પર માર મારી અને સળગતા ડામ આપી ગંભીર પ્રાણઘાતક જીવલેણ ઇજાઓ પહોંચાડી. આ લખતાં જ જાણે હાથ કાપે છે, ત્યારે એ મહિલા પર શું વિત્યુ હશે? મહિલા 3 બાળકોની માતા હતી. 

અંધશ્રધ્ધાના નામ પર હત્યા 

જેને ખરેખર એવુ કાઇ છે જ નહી , માત્ર ડરના કારણે એ ધુણી હશે તેવુ કહી શકાય કેમ કે હાલ પણ એવા ઘણા ગામડાઓ છે જ્યાં આજે પણ આ પ્રકારના કુરિવાજોના નામે મહિલાઓને મારીને હેરાનગતિ કરવામાં આવે છે.રમીલાબેન વાલાભાઈ સોલંકી ઉમર 25 જ હતી. માથાના ભાગે તેમજ શરીર પર અને ગળાના ભાગે અને છાતીમાં ડામ દઈ તેમજ માર મારી હત્યા કરવામાં આવી હતી.

Dwarka woman death due to superstition bhuva gives sparks to her – News18 Gujarati

દ્વારકા પોલીસે મહિલાના મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે દ્વારકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી જામનગર ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. દ્વારકા પોલીસે મહિલા ના બ્લડ સેમ્પલ અને કપડાં ને કબજે લઈ વધુ તપાસ શરૂ કરી હતી. આ આખી ઘટના સામે આવી કેમ કે મહિલાના પતિ એજ ફરિયાદ નોંધાવી હતી. મૃતક મહિલા ના કુટુંબના ભૂવા અને કુટુંબીઓએ હત્યા કરી હોવાના આરોપો પણ લાગ્યા છે.

Family accused of witchcraft murdered in India - UCA News

આવા અનેક કિસ્સાઓ પહેલા પણ બન્યા 

આજ રીતે ગત વર્ષે પણ આવો એક કિસ્સો બહાર આવ્યો હતો જેમાં એક મહિલા જે વિધવા છે તેને બસ ડાકણ સમજીને ઘરમેં લોકો તેના કારણે જ બીમાર પડે છે, તેવું કહીને મારવા તુટી પડ્યાં હતા. છોટાઉદેપુરમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી, આ બધા કેસમાં એવુ જ જોવા મળ્યુ કે જે મહિલાઓ વિધવા છે તેમને ડાકણ કહીને મારી નાંખવામાં આવી અથવા ત્રાસ આપવામાં આવ્યો હોય.

જુઓ વીડિયો 

 

મારી વાત: લોકોએ પોતાની માનસિકતા સુધારવાની જરુર છે. 

આ પણ વાંચો: હવે અમદાવાદીઓને દર 15 મિનિટે મળશે બસ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjT&k news

No comments

leave a comment