મહાત્મા નિર્વાણ દિવસ (Martyrs’ Day)
वैष्णव जन तो तेने कहिये जे पीड़ परायी जाणे रे,
पर दुख्खे उपकार करे तोये मन अभिमान ना आणे रे..
वैष्णव जन तो तेने कहिये जे पीड़ परायी जाणे रे….
અહિંસા, ભાઈચારો, સત્ય જેવા સનાતન મૂલ્યો માટે જીવન પર્યંત સંઘર્ષ કરનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવનમાંથી દેશ અને દુનિયામાં અનેક માણસોએ પ્રેરણા મેળવી છે. દેશ વિદેશના રાષ્ટ્ર-પ્રમુખોએ બાપુના સિદ્ધાંતો દ્વારા પોતાના રાજકીય અને સામાજિક જીવનને પરિવર્તિત કરીને સફળતા મેળવી છે. દુનિયામાં આજે પણ ગાંધીજીના જીવન મૂલ્યોને અનુસરનાર યુવા પેઢી આગળ વધી રહી છે.
freedom movements under Gandhi, Google image
દેશમાં આઝાદી માટે બલિદાન આપનારા વીરોની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવે છે
મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ ના નિમિતે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને આપણા ગૌરવવંતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શહીદ વીરોની વીરતા ને યાદ કરી ભાવભીની શ્રધાંજલી આપી નમન કરી રહ્યા છે. 30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. રાજ્ય સરકારના નિર્ણય પછી આ દિવસ ને મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારથી 30 જાન્યુઆરીને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશમાં આઝાદી માટે બલિદાન આપનારા વીરોની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવે છે. શહીદ દિવસ ને ઓર્ડર ઓફ Martyrs Day પણ કહેવાય છે.
આ પણ વાંચો: ખુલ્લા આકાશ નીચે લીલા ગીચ વૃક્ષોની મધ્યે સ્થાપિત છે આ અનેરૂ ધામ!
gandhi ji, google image
‘મારૂ જીવન એ જ મારો સંદેશ છે’: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી
ગાંધીજીએ કહેલું કે ‘મારૂ જીવન એ જ મારો સંદેશ છે’. જેમણે અનેકો ક્ષેત્રોમાં ઉચ્ચ વિચારો સ્પર્શતા રજુ કર્યા. દેશમાં લોક-કલ્યાણ અને ગરીબી કે બેકારી દૂર કરવા અંગેની તેમની વિભાવનાને આજે અમલ કરવામાં આવી રહ્યું છે. ધર્મ અને બિન સાંપ્રદાયિકતાના તેમના વિચારો સાથે વિશ્ર્વશાંતિ અને વૈશ્ર્વિક ભાઇચારા અંગે બાપુના શ્રેષ્ઠ વિચારોને અને સત્ય અહિંસાના બાપુના વિચારોને આજની પેઢી અમલમાં કરી રહી છે. ગાંધીજીના જીવન અને કાર્ય અંગે કેટકેટલું લખાયું છે, અને લખાતું રહેશે. એમના સત્ય અને અહિંસાના વિચારો આજના સમયે પણ એટલા જ સાર્થક છે.
આ કર્મયોગી પૂજ્ય બાપુ વિશ્વ વિખ્યાત બન્યા હોવા છતાં એમનામાં ભારોભાર નમ્રતા ભરી હતી. ગાંધીજી એ કહ્યું હતું કે ‘મને મહાત્માનું પદ મળ્યું છે એની કિંમત જુજ છે. એ વિશેષણથી હું ફુલાઈ ગયો હોઉં એવી એક ક્ષણ મને યાદ નથી. જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું, મારા ભૂતકાળના જીવન ઉપર દ્રષ્ટિ નાખતો જાઉં છું, તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું.’’
જુઓ આ વિડીયો: પોલીસ ભરતી માર્ગદર્શન સિરિઝનું વિમોચન
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4