Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeઑટો & ગેજેટ્સમોંઘી થવા જઈ રહી છે મારૂતિની કાર, આ વર્ષનો ત્રીજો ભાવવધારો મંજૂર

મોંઘી થવા જઈ રહી છે મારૂતિની કાર, આ વર્ષનો ત્રીજો ભાવવધારો મંજૂર

Maruti Suzuki Price Hike in September, Third Time in a Year
Share Now

અમદાવાદ : તહેવારોની સીઝનમાં  સામાન્ય રીતે વાહનોનું વધુ વેચાણ થાય છે. ગ્રાહકોને આકર્ષવા કંપનીઓ ડિસ્કાઉન્ટ અને નવી ઓફરો આપતી હોય છે પરંતુ, આ ફેસટિવ સીઝન જો તમે જેઓ કાર ખરીદવાનું વિચારી રહ્યા હતા તો તમારા ખર્ચમાં ઘટાડો નહિ વધારો થશે કારણકે મારૂતિએ ઓફર નહિ પરંતુ, ગ્રાહકોને આપ્યું છે પ્રાઈઝ હાઈક(Maruti Suzuki Price Hike)

Maruti Suzuki Price Hike

Maruti Suzuki Price Hike

ભારતની સૌથી મોટી અને દેશના પેસેન્જર કાર(Passenger Car) માર્કેટમાં 50%થી વધુ હિસ્સો ધરાવતી મારૂતિ સુઝુકી ઉંચી પડતર સામે કોરોનાકાળ બાદ ઝઝૂમી રહી છે,તે અંગે કંપનીએ અત્યાર સુધી અનેક વખત નિવેદનો આપ્યો છે. જોકે રો મટીરિયલની ઉંચી પડતરને પગલે કાર ઉત્પાદક મારૂતિ સુઝુકીએ ફરી ભાવવધારો કરવા(Maruti Suzuki Price Hike)ની જાહેરાત કરી છે.

મારૂતિ સુઝુકી માત્ર ભારતની જ નહિ પરંતુ, વિશ્વની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની છે. કંપનીએ સ્ટીલ અને ચિપની અછતને પગલે ભાવવધારો કરવાની ફરજ પડી છે. ચીન સહિતના દેશોમાં સ્ટીલ સહિતના ઉત્પાદનો મોંઘા થતા હવે ઓટો સેક્ટરની કંપનીઓ સહિતની રિયલ એસ્ટેટ અને અન્ય સેગમેન્ટની કંપનીઓએ અમુક ઉંચી પડતર ગ્રાહકોને ટ્રાન્સફર કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચો  : શેરબજારનો સિતારો બુલંદી પર, સેન્સેકસ-નિફટી નવા ઓલટાઈમ હાઈ પર

મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ(MSIL)એ એક બીએસઈ ખાતેની અખબાર યાદીમાં જણાવ્યું છે કે આગામી મહિને 1લી તારીખથી કંપનીએ તેના તમામ મોડલ પર ભાવવધારો કરવા(Maruti Suzuki Price Hike)ની જાહેરાત કરી છે.

વર્ષનો ત્રીજો ભાવવધારો

ચાલુ નાણાંકીય વર્ષમાં મારૂતિ સુઝુકી દ્વારા આ ત્રીજો ભાવવધારો છે. વિશ્વની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિએ આ અગાઉ પણ બે વખત વર્તમાન નાણાંકીય વર્ષમાં જ ભાવવધારો કર્યો હતો. એપ્રિલ અને જુલાઈ બાદ ફરી સપ્ટેમ્બર, 2021માં કંપનીએ તેની તમામ કારના તમામ મોડલ પર ભવવધારો(Maruti Suzuki Price Hike) કરવાનો નિર્ણય કર્યો છે.

આ ભાવવધારાનું કારણ સ્ટીલ અને ચિપબા ઉંચા ભાવ અને તેને કારણે થયેલ ઉત્પાદન ખર્ચ વધારાને પહોંચી વળવા માટે ભાવવધારો કરીને ગ્રાહકોને ઉંચી પડતર પાસ-ઓન કરવાનો નિર્ણય કર્યો છે.

Largest car maker set to increase prices in September across models making, third such hike in FY21-22 after hiked prices in April and July

અત્રે ઉલ્લેખનીય છે કે મારૂતિ સુઝુકી સિવાય ટાટા મોટર્સ, હોન્ડા કાર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રેનોલ્ટ અને ટોયોટા સહિતની તમામ કંપનીઓએ મારૂતિ બાદ જુલાઈ-ઓગષ્ટમાં ભાવવધારો કર્યો જ છે.

આઉટલુક ?

જોકે નિષ્ણાંતો માને છે કે આ ભાવવધરો અહિં અટકવાનો નથી. આગામી સમયમાં પણ સામાન્ય ભાવવધારાની અપેક્ષા સેવાઈ રહી છે. નાણાંકીય વર્ષ 2021-22ના બીજા હાફ એટલેકે આ છેલ્લા છ માસમાં પણ મેટલ અને કોમોડિટીના ભાવ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરની આસપાસ જ જોવા મળી શકે છે. ICRAના એક રીપોર્ટ અનુસાર છેલ્લા ત્રિમાસિકગાળામાં સામાન્ય અંશે ભાવ ઘટવાની અપેક્ષા છે પરંતુ, આ ઘટાડાના કોઈ નક્કર કારણો નથી જોવાઈ રહ્યાં.

આ પણ વાંચો  : જન્માષ્ટમી: દ્વારિકાથી ડાકોર આવ્યા રણછોડજી, શું છે એ કહાની?

કેટલો ભાવવધારો ?

મારૂતિએ હજુ સુધી જણાવ્યું નથી કે તે કિંમતમાં કેટલો વધારો કરશે. અગાઉ જુલાઈમાં મારૂતિએ તમામ સ્વિફ્ટ અને સીએનજી વર્ઝનની કિંમતોમાં વધારો કર્યો હતો. દિલ્હી (એક્સક્લુઝિવ શોરૂમ)માં મારૂતિના સીએનજી વર્ઝન મોડલની કિંમતમાં 15,000 રૂપિયા સુધીનો વધારો(Maruti Suzuki Price Hike) કરવામાં આવ્યો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment