Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeભક્તિસિંહ કે વાઘ પર નહીં, સિંહાસન પર બિરાજમાન સાક્ષાત મા અંબે

સિંહ કે વાઘ પર નહીં, સિંહાસન પર બિરાજમાન સાક્ષાત મા અંબે

Share Now

માનવી સમજતો થયો ત્યારથી તે ભગવદ-ભક્તિ, પૂજા-પાઠ, ઈબાદત, પ્રાર્થના, યજ્ઞ- યજ્ઞાદી કરવા લાગ્યો, પરમતત્વની ઉપાસના કરતો રહ્યો. તે દેવોની સાથે-સાથે દેવી અર્થાત માતાજીની (Mataji) પૂજા-અર્ચના કરતો રહ્યો છે. પરમાત્માની ખોજ તેને સતત રહી છે. ભગવાનના તમામ સ્વરૂપોના સાક્ષાત્કારની ઝંખના રહી છે. ભગવાનનાં મુખ્ય દસ અવતારની કથા વેદ અને પુરાણોમાં જોવા મળે છે.

અંબાની આરાધનાનું વિશેષ મહાત્મય

હિંદુ ધર્મ અને તેના ધર્મગ્રંથોમાં ભગવાનના પુરુષ સ્વરૂપની સાથે-સાથે સ્ત્રીના સ્વરૂપની પૂજા કરાય છે. તેનો અર્થ એવો સમજાવવામાં આવ્યો છે કે, પરમાત્માના નર અને માતાજીના નારી સ્વરૂપની પૂજા થાય છે. માતાજીના (Mataji)વિવિધ સ્વરૂપો અને પ્રાગટ્ય તેમજ અવતારોની કથાઓ ભાવિકોમાં પ્રિય બની રહી છે. માતાજીને, જગદંબા, જગતજનની જેવા સન્માનભર્યા સંબોધન કરાય છે. સૌ દેવીઓમાં મા અંબાની આરાધનાનું વિશેષ મહાત્મય છે. કારણ કે મા અંબાનો મહિમા જ અપરંપાર છે. ડુંગરની ટોચે અને તળેટીમાં તેમના મંદિરો આવેલા છે. તેમની સ્તુતિના સ્ત્રોતો રચાયા છે. જેનું ગાન માઈભક્તો સતત કરતા હોય છે. દેશભરમાં તેમના મંદિરો આવેલા છે. ગુજરાતમાં પણ મા અંબાના અનેકો મંદિરો છે. પણ સુરતનાં તાપી નદીનાં કિનારે આવેલું અંબિકાનિકેતન મંદિર (Ambikaniketan temple) ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

Mataji Ambikaniketan temple in Surat

અંબિકા-નિકેતનનું મંદિર

અઠવાલાઇન્સ ખાતે આવેલું છે આદ્યશક્તિમાં જગદંબાનું અંબિકા-નિકેતનનું મંદિર(Ambikaniketan temple). 1969માં આ મંદિર વર્ષોથી હજારો લોકો માટે શ્રદ્ધાનું સ્થાન બની ગયું છે. નવરાત્રી, ચૈત્રી નવરાત્રી જેવા તહેવારોમાં આ મંદિરમાં માત્ર સુરત જ નહીં, પણ દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અન્ય શહેરોમાંથી અહીં લોકો દર્શન માટે આવે છે.

સૌથી અગત્યની વાત છે કે મોટા ભાગના મંદિરમાં માતાજીની મૂર્તિઓ તો સિંહ પર કે વાઘ પર હોય છે, જ્યારે અહીં તે સિંહાસન પર બિરાજમાન છે. હાલમાં અંબિકાનિકેતન મંદિરનું સંચાલન ભારતીમૈયા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.

નાનપુરામાં રહેતા ભારતી મૈયા મા અંબાના પ્રખર ઉપાસક હતા. એક વખત ભારતીમૈયાને સપનામાં માતાજીના દર્શન થયા હતા. આ સપનામાં આવેલા માતાજીએ (Mataji) ભારતીમૈયાને જણાવ્યું હતું કે હું સુરતનું ઉદ્ધાર કરીશ તું મારું મંદિર અહીં બાંધ. આ સાથે જ તાપી નદીના કિનારે આવેલી એક જગ્યા પર મંદિર બનાવવા માટે કહ્યું હતું, જ્યાં હાલમાં મંદિર સ્થાપિત છે. આ ઉપરાંત માતાજીએ જણાવ્યું હતું કે અહીં દરેક ભક્તોને આવવા દેવામાં આવે. તે સાથે જ અમારી પાસે આવેલા દરેક ભક્તનો પણ ઉદ્ધાર કરીશ અને કોઈપણ ભક્ત અહીંથી નિરાશ થયા વગર જશે નહીં.

Mataji Ambikaniketan temple in Surat

મા અંબાનું અષ્ટભુજા સ્વરૂપ 

અષ્ટભુજાના સ્વરૂપ સાથે મા અંબાની મુર્તિ જાણે ભક્તોને સાક્ષાત દર્શન આપતી હોય તેવું દ્રશ્માન થાય છે. અંબાજી માતાની આંખોમાંથી જાણે સ્નેહરૂપી આશિર્વાદ ભક્તોને ધન્ય કરી દે છે. ત્યારે રોજનાં સવાર સાંજ 7 વાગ્યે બે સમય આરતીનો લ્હાવો ભક્તો અચુકથી કરે છે. માતાજીનું આ સ્વરૂપ ફક્ત આ મંદિરમાં જ હોવાનું મનાઇ રહ્યું છે. સાથે નવરાત્રી, દિવાળી અને વિશેષ તહેવારોમાં માતાજીના સોળ શણગાર કરવામાં આવે છે. મંદિરમાં ભક્તો માટે વિવિધ માતાજીના પૂજા ભકતી સાથેના કાર્યક્રમો પણ રાખવામાં આવે છે.

અહિં ફક્ત સુરતમાં રહેતાં ગુજરાતીઓ જ નહિં પણ પરપ્રાંતથી આવીને વસેલાં નોન ગુજરાતીઓ માટે પણ આ મંદિર શ્રધ્ધાનું સ્મારક બની ગયું છે. ઉપરાંત સુરત બહાર અન્ય શહેરોથી પણ ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે.

Mataji Ambikaniketan temple in Surat

માતાજીએ પોતાની કૃપાથી અસંખ્ય ભક્તોને તેનો પરચો બતાવ્યો છે અને તેમનાં અનહદ આશિર્વાદ વરસાવ્યા છે. આ જ કારણ છે કે એકવાર અહિં માથું ટેકવીને ગયેલો ભક્ત ખાલી હાથે નિરાશ થતો નથી અને તે પછી માતાજીનો આભાર માનવા તે ફરી ફરીને આ મંદિરે અચુકથી આવે જ છે. સાથે સાથે સુરતમાં એક માત્ર મંદિરમાં અહીં જ વાંદરાઓ જોવા મળ્યા છે. અંબાજીના મોટા માતાજી અને ગબ્બર ખાતે જોવા મળતા વાંદરાઓ શહેરની મધ્યે આવેલા મંદિરમાં જોવા મળતા તે પણ ભક્તો એક માતાજી પ્રત્યેનો સંજોગ માની રહયા છે. ભક્તોની વચ્ચે રહી વાંદરાઓ માતાજીના (Mataji) પટાંગણ સુધી આવે છે જે ભક્તો માટે આસ્થાનું માધ્યમ બની રહ્યું છે.

જુઓ આ વિડીયો: Chamunda Maa nu Mandir Uncha Kotda

‘રામ નવરાત્રી’

અહીં મા અંબાના દર્શન અને પુજા કરીને ભક્તો મંદિરની પ્રદક્ષિણા પણ કરે છે. માને ચુંદડી અને નારિયેળની પ્રસાદી પણ ભક્તો અહિં ચઢાવે છે. ખાસ કરીને ચૈત્ર નવરાત્રિનો વિશેષ મહિમા હોય છે. અહિં રોજનાં લગભગ એક લાખ કરતાં પણ વધુ ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. ચૈત્રી નવરાત્રીની નવમીએ ભગવાન શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રીને ‘રામ નવરાત્રી’ પણ કહેવાય છે..જોકે આધશક્તિનું સાક્ષાત સ્વરૂપ મા અંબા પાસે ભક્તોને માંગવાની પણ જરૂર નથી રહેતી કારણ કે અંબા માતા વણમાંગ્યે જ ભક્તો પર અનહદ આશિર્વાદની વર્ષા બારેમાસ કરતી જ રહે છે.

આ પણ વાંચો: મા અંબાના દર્શને ભક્તો: જય ઘોષના નારા સાથે ભક્તોની ભીડ ઉમટી મા અંબાજીના ધામમા

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment