ભારે વરસાદને કારણે સોરઠ પંથકના ઘેડ વિસ્તાર જળબંબાકાર (Waterlogged)બની ગયો છે, ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ (Heavy Rain)ને પગલે મટીયાણા અને કોયલાણા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે.
જૂનાગઢ (Junagadh)ના જળાશયો થયા ઓવરફ્લો
ભારે વરસાદને પગલે જૂનાગઢનાં જળાશયો ઓવરફલો (Reservoirs overflow)થઈ ગયા છે અને રૂલ લેવલને જાળવવા માટે ઓઝત ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા મધુવંતી ઓઝત નદીનું પાણી સમગ્ર પંથકમાં ફરી વળ્યું છે. ઘેડ પંથકના મટીયાણા અને કોયલાણા ગામમાં છેલ્લા ૨૪ કલાકથી લોકો પાણી વચ્ચે જીવી રહ્યા છે અને મદદ માટે પોકારી રહ્યા છે, પરંતુ હજુ સુધી તંત્ર કે પદાધિકારીઓમાંથી કોઈપણ વ્યક્તિ ગામની ખબર અંતર કે હાલ હવાલા જાણવા તસ્દી લીધી નથી, લોકોએ પણ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: શાહીન વાવાઝોડા ફંટાયું, આગામી બે દિવસ રાજ્યના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
જંગલ વિસ્તારમાં વરસ્યો હતો ભારે વરસાદ
ઉલ્લેખનિય છે કે, ગઈકાલે ગીરનાર પર્વત અને જૂનાગઢ જિલ્લામાં વરસેલા ભારે વરસાદ (Heavy Rain)ના પગલે ડેમ ઓવરફ્લો (Overflow)થઈ છલકાતા નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. જેમાં માણાવદર પંથકની ઓઝત નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ઘારણ કરી લેતાં ઘેડ પંથક જ્યાં નજર પડે ત્યાં પાણી પાણી થઈ ગયું છે. ત્યારે હજુ થોડા સમય પહેલાં જ આ પંથકમાં ઘોડાપૂર આવતા હજારો એકર ખેતીની જમીનનું મોટાપાયે ધોવાણ થયું હતું. ત્યારે ફરી એકવાર તે જ સ્થિતિ સર્જાતા ખેડૂત માથે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે.
જૂનાગઢ (Junagadh)જિલ્લાના કોયલાણા અને મટીયાણા ગામ બેટમાં ફેરવાયા
બીજી તરફ કોયલાણા અને મટીયાણા ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં કમર સુધીના પાણી ઘુસી ગયા છે. લોકોની ઘરવખરી પણ તણાઇ ગઇ છે. ત્યારે હાલમાં તો કોયલાણા અને મટીયાણા ગામના ઘરમાં અને ગામના અન્ય વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયેલા હોવાથી લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર વિસ્તારનો ચિતાર સામે આવ્યો છે. જે ગામની ફરતે માત્ર પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. લોકોમાં ભય પણ ફેલાયો છે અને હજુ પણ ઉપરવાસમાંથી સતત પાણીની આવક (Water revenue)થતી રહી છે, ત્યારે લોકો પોતાનો જીવ બચાવવા માટે ધાબા પર ચઢી ગયેલા નજરે ચઢી રહ્યાં છે.
ખેડૂતની મહેનત પર પાણી જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4