Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝયુપીમાં બ્રાહ્મણો પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે માયાવતીએ યોગી સરકાર પર કર્યા પ્રહાર

યુપીમાં બ્રાહ્મણો પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે માયાવતીએ યોગી સરકાર પર કર્યા પ્રહાર

bsp,mayawati,yogi adityanath, up news, politics
Share Now

ઉત્તર પ્રદેશમાં(UTTARPRADESH) 2022 ની વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. તેને લાઇનરે દરેક રાજકીય પાર્ટીઓ હાલ સક્રિય થઈ ગઈ છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલી બહુજન સમાજ પાર્ટીએ આજ રોજ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યા છે. આજ રોજ બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી બહેનજી માયાવતીએ(MAYAWATI) પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે,  જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના રાજમા બ્રાહ્મણો પર દિવસે ને દિવસે દમન વધતું જઇ રહ્યું છે. જેને લીધે થઈને બ્રાહ્મણ સમાજ ભાજપથી નારાજ છે. ત્યારે BSP દ્વારા 23 જુલાઈથી બ્રાહ્મણોને પાર્ટીમાં જોડવા માટે અભીયાન હાથ ધરવામાં આવશે. 

ભાજપે બ્રાહ્મણોને ગેરમાર્ગે દોર્યાં  

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બહેનજી માયાવતીએ(MAYAWATI) પત્રકાર પરિષદ દરમ્યાન કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણો પર ખૂબ દમન થઈ રહ્યું છે. જેને લઈને રાજ્યનો બ્રાહ્મણ સમાજ યોગી સરકાર હેઠળ ખૂબ જ દુ:ખી છે. ભાજપે હંમેશા બ્રાહ્મણોને ગેરમાર્ગે દોરીને તેમની પાસેથી વોટ લીધા છે. જોકે હવે બ્રાહ્મણો સમજી ગયા છે. અને મને આશા છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં બ્રાહ્મણો ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપે. ત્યારે બસપા દ્વારા 23 જુલાઈથી પાર્ટીના મહાસચિવ એસ.સી. મિશ્રાના નેતૃત્વ હેઠળ અભિયાન શરૂ શરૂ કરવામાં આવશે. જેથી બ્રાહ્મણ સમુદાય ફરીથી બસપા સાથે જોડાઈ શકે. આ અભીયાન દ્વારા બ્રાહ્મણોને ખાતરી થશે શકે કે બસપાના શાસનમાં તેમના તમામ હિતો સુરક્ષિત છે. આ અભિયાન બસપાના મહાસચિવ એસ.સી.મિશ્રાના નેતૃત્વ હેઠળ આયોધ્યાથી શરૂ કરવામાં આવશે. 

2007 માં બ્રાહ્મણો બસપા સાથે હતા 

વધુમાં બહેનજી માયાવતીએ કહ્યું હતું કે, 2007 ની ચૂંટણીમાં બસપાની(BSP) સરકાર બની ત્યારે બ્રાહ્મણો બસપા સાથે હતા. પરંતુ ત્યાર પછીની ચૂંટણીઓમાં ભાજપે તમામ પ્રકારની યુક્તિઓ કરીને બ્રાહ્મણોને ગેરમાર્ગે દોર્યાં હતા. અને બ્રાહ્મણોએ ભ્રમિત થઈને ભાજપને એકતરફી મતદાન કર્યું હતું. કોંગ્રેસે પણ બ્રાહ્મણ સમાજનો હમેશા વોટ બેન્કની જેમ ઉપયોગ કર્યો છે. ત્યારે બ્રાહ્મણ સમજે હવે ભાજપ-કોંગ્રેસ એમ બંનેનો સાથ છોડી દેવો જોઈએ.ઉત્તર પ્રદેશમાં હાલ જે રીતે બ્રાહ્મણો પર દમન થઈ રહ્યું છે તે નજર સમક્ષ છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં બ્રાહ્મણો બસપા સાથે રહેશે તેવો મને વિશ્વાસ છે.  

bsp,mayawati,yogi adityanath, up news, politics

PC-NDTV

આ પણ વાંચો:AMCના 192 કોર્પોરેટરો માટે ખરીદવામાં આવશે લેપટોપ

દલિતોને ગેરમાર્ગે દોરવાનો કર્યો હતો પ્રયાસ 

વધુમાં બહેનજી માયાવતી(MATYAWATI) કહ્યું હતું કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તેમજ અન્ય પાર્ટીઓ દ્વારા દલિત સમાજને ગેરમાર્ગે દોરવા માટે ખૂબ પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમજ ચૂંટણી સમયે દલિત સમાજને ખૂબ લોભ, લાલચ  આપવામાં આવૈ હતી. પરંતુ દલિત સમાજ ગેરમાર્ગે ન દોરાઈને બસપની સાથે રહ્યો હતો. જેને કારણે ગત વિધાનસભાની ચૂંટણીમાં બસપાણી સીટો ભલે ઓછી આવી હોય પરંતુ પાર્ટીનો વોટ શેર એટલોજ રહ્યો હતો. અને મને વિશ્વાસ છે કે, 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં બ્રાહ્મણ સમાજ પણ હવે ગેરમાર્ગે દોરાયા વગર બસપાની સાથે રહેશે. 

કેન્દ્ર સરકારે ખેડૂતોની ભાવનાને સમજવી જોઈએ 

માયાવતીએ(MAYAWATI) એમ પણ કહ્યું હતું કે મેં સંસદના ચોમાસા સત્રમાં મારા પક્ષના સાંસદોને દેશ અને લોકોના હિતને લગતી બાબતો હાથ ધરવા સૂચના આપી છે. કેન્દ્ર સરકારની ખોટી આર્થિક અને અન્ય નીતિઓને કારણે દેશમાં બેરોજગારી અને મોંઘવારી વધી રહી છે. જેને લઈને સામાન્ય પ્રજાને મુશ્કેલીઓ પડી રહી છે.  તેમણે કહ્યું કે, માયાવતીએ કહ્યું કે કેન્દ્ર સરકારે પણ ખેડૂતોની ભાવનાઓને સમજવી જોઈએ. અને જો સરકાર ન માને તો વિપક્ષે એકજુટ થઈને ખેડુતોની માંગને લઈને કેન્દ્ર સરકાર પર દબાણ લાવું જરૂરી છે. તેમજ તેમણે કહ્યું હતું કે, સંસદના ચોમાસું સત્રમાં બસપાના સાંસદો આ મુદ્દાને જોરથી ઉઠાવશે તેમજ સામાન્ય મુદ્દાઓ પણ ઉભા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બહેનજી માયાવતીએ આજ રોજ પત્રકાર પરિષદને સંબોધન કરતાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અને અલગ અલગ મુદ્દે યોગઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બહેનજી માયાવતીએ ખાસ કરીને બ્રાહ્મણો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment