Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝNCBનું મોટું ઓપરેશન: રાજ્યમાં પ્રથમવાર ડ્રગ્સનું ઉત્પાદન કરતી આખી ફેક્ટરી ઝડપાઈ!

NCBનું મોટું ઓપરેશન: રાજ્યમાં પ્રથમવાર ડ્રગ્સનું ઉત્પાદન કરતી આખી ફેક્ટરી ઝડપાઈ!

Share Now

હાલ ગુજરાતમાં ડ્રગ્સના ગેરકાયદેસર વેચાણ વિરુધ મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં વલસાડમાંથી અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે દરોડા પાડીને 4.5 કિલો એમ.ડી ડ્રગ્સનો (MD drugs) જથ્થો પકડી પાડ્યો છે. ડ્રગ્સનો જથ્થા સાથે ૨ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

રાજ્યમાં ચાલતા સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો (MD drugs) પર્દાફાશ

Valsad drugs manufacturing unite

વલસાડ જીલ્લાના ડુંગરાળ વિસ્તારમાં બંધ પડેલા યુનિટમાં ઘણા સમયથી ડ્રગ્સનું ઉત્પાદન થઇ રહ્યું છે, તેવી માહિતી રાજ્યના નારકોટ્રિક્સ વિભાગને મળી હતી. જેથી નારકોટ્રિક્સ વિભાગ દ્વારા મંગળવારે રેઇડ પાડવામાં આવી હતી. આ રેઇડમાં 4.5 કિલો એમ.ડી ડ્રગ્સની (MD drugs)સાથે 85 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી હતી. બંધ યુનિટમાં ડ્રગ્સનું ઉત્પાદન કરનાર અને વેચનાર બંને આરોપીઓને પકડવામાં આવ્યા છે. વલસાડ જીલ્લાના ડુંગરી ગામમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમ દ્વારા પાડવામાં આવેલ રેડ 20 કલાક ચાલી હતી.

NCB found cash amounting to Rs 85 lakh

  • NCBના બંધ પડેલા યુનિટમાં દરોડા 
  • એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓ ઝડપાયા
  • એમ.ડી ડ્રગ્સ અને 85 લાખ રૂપિયાની રોકડ રકમ મળી
  • બંધ યુનિટમાં ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણ કરી રહ્યા હતા બંને આરોપીઓ
  • NCBની ટીમ દ્વારા પાડવામાં આવેલ રેડ 20 કલાક ચાલી
  • ૧૨થી વધુ અધિકારીઓ દ્વારા રેઇડ પાડવમાં આવી

આ પણ વાંચો: મહીસાગર જીલ્લાના ભાજપ કારોબારી સભ્યની હત્યા, હત્યાનું કારણ અકબંધ

વલસાડ નજીકના ડુંગરીગામે આવેલી ક્લેન્ડેસ્ટાઇન સાઇક્રોથ્રોપિક ડ્રગ્સ મેન્યુફેકચરિંગના બંધ યુનિટમાં મેફેડ્રિંન ડ્રગ્સને બનવવામાં આવતું હતું. મળતી માહિતીના આધારે ૧૨થી વધુ અધિકારીઓ આ જગ્યા પર પહોચ્યા હતા. આ બંને શખ્સો દ્વારા મેફેડ્રિંન ડ્રગ્સ બનાવીને તેને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવ્યું હતું. પોલીસે બંધ કંપનીને સીલ મારીને આરોપીને વધુ તપાસ અર્થે અમદાવાદ એનસીબી કાર્યાલયમાં લઇ ગઇ હતી.

નાર્કોટિક્સની ટીમ ઘણા દિવસોથી રાખી રહી હતી નજર 

NCB raided in Valsad and seized 4.5 kg of MD drugs

રાજ્યમાં ચાલતા સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. 4.5 કિલો એમ.ડી ડ્રગ્સની સાથે પ્રકાશ પટેલ અને સોનું રામ નિવાસ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ડ્રગ્સ રાખવાના ગુનામાં NDPS એક્ટ હેઠળ ઓછામાં ઓછી 10 વર્ષની જેલની સજા તથા 2 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. ડ્રેગ્સના રેકેડ પર દરોડા માટે નાર્કોટિક્સની ટીમ ઘણા દિવસોથી આરોપીઓ પર નજર રાખી રહી હતી.

અમદાવાદમાં આવેલ એનસીબી દ્વારા બુધવારે એમડી ડ્રગ્સના ઓપરેશનની એક પ્રેસનોટ બહાર પાડી હતી. જોકે, આ પ્રેસનોટમાં કંપની ક્યા આવેલી હતી? આરોપીઓ કોણ છે અને જે બંધ કંપનીમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થઇ રહ્યું હતું એની કોઇ જ માહિતી આપવામાં આવી નથી. રાજ્યમાં પહેલીવાર ડ્રગ્સનું ઉત્પાદન કરતું યુનિટ પકડાયું છે. એનસીબી આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment