Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝઅભિનેત્રી મીરા મિશુન વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી, વાંધાજનક નિવેદન આપવુ પડ્યુ ભારે

અભિનેત્રી મીરા મિશુન વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી, વાંધાજનક નિવેદન આપવુ પડ્યુ ભારે

Share Now

અભિનેત્રી (Actress) મીરા મિશુન (Meera mithun), ઓરિજનલ નામ તમિજ સેલ્વી હંમેશા પોતાના નિવેદનને લઇને ચર્ચામાં રહેતી હોય છે. ચેન્નઇ પોલીસે (Police) હાલમાં જ મીરા મિશુન (Meera mithun) વિરૂદ્ધ કેસ ફાઇલ કર્યો છે. મીરા મિથુન (Meera mithun) પર જાતિવાદી શબ્દો અને અનુસૂચિત જાતિના લોકો વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે. મોડલ અને તમિલ અભિનેત્રી (Actress) મીરા મિથુન (Meera mithun)એ હાલમાં જ એક યૂટ્યૂબ ચેનલ પરથી જણાવતા કહ્યુ છે કે દલિત ફિલ્મકર્મીઓને અલગ કરી દેવા જોઇએ. 7 ઓગષ્ટના રોજ અપલોડ થયેલા આ વીડિયોમાં મીરા મિથુન (Meera mithun)આ વાત કહેતી નજરે પડે છે.

વિવાદિત નિવેદન

દલિત સમાજના લોકો મુશ્કેલીમાં પડતા હોય છે કારણ કે સૌથી વધુ તે ગેરકાયદેસર પ્રવૃતિઓ અને ક્રાઇમ (Crime) સાથે સંકળાયેલા હોય છે. કોઇ પણ કારણ વગર કોઇના વિરુદ્ધ ખોટુ ન બોલે. એટલુ જ માત્ર નહીં અભિનેત્રી (Actress)એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં થઇ રહેલા તમામ ખોટા કામમાં અનુસુચિત જાતિના ડાયરેક્ટર્સ (Director) અને લોકોને જવાબદાર ઠેરવ્યા છે.

દલિત નિર્દેશકોને ઇન્ડસ્ટ્રીમાંથી બહાર કરવા જોઇએ

અભિનેત્રી (Actress) વધુમાં બોલી કે, મને લાગી રહ્યુ છે કે હવે સમય આવી ગયો છે કે તમામ દલિત નિર્દેશકોને ઇન્ડસ્ટ્રીમાંથી બહાર ધકેલી દેવા જોઇએ. મીરા મિથુને (Meera mithun)દાવો કર્યો કે, એક અનુસુચિત જાતિથી આવનારા ડાયરેક્ટરે (Director) તેના ફોટાનો ઉપયોગ કોઇ ફિલ્મના ફર્સ્ટ લુક તરીકે કર્યો છે.

પોલીસે કેસ ફાઇલ કર્યો

સોશિયલ મીડિયા (Social media) પર મીરા મિથુન (Meera mithun)નો આ વીડિયો (Video)હાલમાં વાયરલ (Viral) થઇ રહ્યો છે. જ્યાં લોકો આ નિવેદનનો ભારે માત્રામાં વિરોધ નોંધાવી રહ્યા છે. VSK (Viduthalai Siruthaigal Katchi)  પાર્ટીના ડેપ્યુટી જનરલ સેક્રેટરી વન્ની અરાસુએ મીરા મિથુનના આ નિવેદન વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. ત્યારબાદ ચેન્નઇ પોલીસે (Police) મીરા મિથુન (Meera mithun)  વિરૂદ્ધ આઇપીસી (IPC)ની કલમ હેઠળ કેસ ફાઇલ કર્યો છે.

પોલીસે કાર્યવાહી કરી

મળતી માહિતી મુજબ તામિલનાડુ પોલીસ (Tamil nadu police)ની સાયબર વિંગે મીરા મિથુનની 9 ઓગષ્ટના રોજ ધરપકડ કરી હતી. જણાવી દઇએ કે મીરા મિથુન (Meera mithun) આ પહેલા પણ અનેક નિવેદનોને લઇને લાઇમ લાઇટમાં આવી છે.

આ પહેલા પણ જાતિવાદી નિવેદન ચર્ચામાં આવ્યા છે

ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ અનેક બોલિવુડ (Bollywood) હસ્તીઓ ચર્ચામાં આવી છે. રણદીપ હુડા પણ વિવાદોમાં સપડાયા હતા. તેને બહુજન સમાજ પાર્ટી (BSP)ના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી (Mayawati) પર આપત્તિજનક કટાક્ષ કર્યો હતો. રણદીપની આ પોસ્ટ સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ (Viral) થઇ હતી. જેમાં માયાવતી (Mayawati)ના સમર્થકોએ વિરોધ નોંધાવી અને ધરપકડ (Arrest)ની માંગણી કરી હતી. આ સમગ્ર ઘટના બાદ રણદીપને નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. રણદીપ વિરૂદ્ધ કાર્યવાહી કરતા યુએને તેને એમ્બેસેડરના પદ પરથી દૂર કર્યો હતો.

આ પણ વાંચો: UP : DIG હોમગાર્ડ સંજીવ શુક્લા સસ્પેન્ડ, સવાલ ઉઠાવવા પડ્યા ભારે

Android: http://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

No comments

leave a comment