Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝસોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓ સાથે યોજી બેઠક, 2024માં સાથે આવવા કર્યું આહ્વાન

સોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓ સાથે યોજી બેઠક, 2024માં સાથે આવવા કર્યું આહ્વાન

sonia gandhi,news in gujarati,gujarati news,lattest news
Share Now

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગઈ કાલે શુક્રવારના રોજ વિપક્ષી દળોના નેતાઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં દેશની રાજકીય પરિસ્થિતિ અને વિપક્ષની ભાવિ રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે આપણું અંતિમ લક્ષ્ય 2024 ની લોકસભાની ચૂંટણી છે. તેમણે કહ્યું કે, સ્વતંત્રતા આંદોલનના મૂલ્યોમાં વિશ્વાસ ધરાવતી સરકાર બનાવવા માટે વ્યવસ્થિત આયોજન કરવું પડશે. આ બેઠક લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી. બેઠકમાં નકી કરવામાં આવ્યું કે 20 થી 30 સપ્ટેમ્બર સુધી વિવિધ માંગણીઓ પર દેશભરમાં દેખાવો કરવાનીની જાહેરાત કરવામાં આવી હતી.

વિપક્ષી એકતા એ રાષ્ટ્ર હિતની માંગ:સોનિયા ગાંધી 

બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે વિપક્ષી દળોની એકતા એ રાષ્ટ્રીય હિતની માંગ છે. વિપક્ષને એક કરવા માટે કોંગ્રેસ તેના તરફથી કોઈ કસર છોડશે નહીં. તેમણે કહ્યું કે, સંસદના તાજેતરના ચોમાસુ સત્ર દરમિયાન જોવા મળેલી વિપક્ષી એકતાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, “મને ખાતરી છે કે આ વિપક્ષી એકતા સંસદના પછીના સત્રોમાં પણ ચાલુ રહેશે. પરંતુ મોટી રાજકીય લડાઈ સંસદની બહાર લડવાની છે. “રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે પણ વિપક્ષી પાર્ટીઓને આહ્વાન કરતાં કહ્યું કે, દેશના લોકશાહી સિદ્ધાંતોને બચાવવા માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ.

SONIA GANDHI,VIRTUAL MEETING,LATTEST NEWS,TOP TEN NEWSઆ પણ વાંચો:નીતિન ગડકરીએ પંડિત નેહરુને આદર્શ નેતા ગણાવ્યા

સાથે મળીને કામ કરવા માટેનો યોગ્ય સમય 

સોનિયા ગાંધી વિપક્ષી પાર્ટીઓને આહ્વાન કરતાં કહ્યું કે,  આપણે સાથે મળીને કામ કરીશું તો દરેક પાર પાડી શકીશું, અને સાથે કામ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે, આપણા બધાની કેટલીક મજબૂરીઓ છે, પરંતુ જ્યારે રાષ્ટ્રીય હિતની માગણી છે કે આપણે આ મજબૂરીઓથી ઉપર ઉઠીને સાથે મળીને કામ કરવું જોઈએ. અને સાથે આવવા માટે આ સૌથી યોગ્ય સમય છે.

આગામી સમયમાં સમગ્ર દેશમાં કરાશે વિરોધ પ્રદર્શન 

વર્ચ્યુઅલ મીટિંગ પૂર્ણ થયા બાદ તમામ નેતાઓના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિપક્ષ દ્વારા 20 થી 30 સપ્ટેમ્બર સુધી દેશભરમાં વિવિધ મંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરશે. અને વિપક્ષી એકતા બતાવશે. 

કેન્દ્ર સરકાર પાસે આ પ્રમુખ માંગણીઓ કરવામાં આવી  

  • જમ્મુ -કાશ્મીરના લાગેલ તમામ રાજકીય પ્રતિબંધો દૂર થવા જોઈએ.  
  • જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે.
  • જમ્મુ-કાશ્મીરમાં વહેલી તકે ચૂંટણી યોજવામાં આવે.
  • ખેડૂતોને ટેકાના ભાવ (MSP) ની ફરજિયાત ગેરંટી આપવી જોઈએ.

વિપક્ષી નેતાઓનું કોર ગ્રુપ બનવું જોઈએ: મમતા બેનર્જી

ટીએમસીના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બેઠકમાં કહ્યું હતું કે, વિપક્ષી પાર્ટીઓના સંયુક્ત કાર્યક્રમો અને આંદોલનો નક્કી કરવા માટે વિપક્ષી નેતાઓનું કોર ગ્રુપ બનાવવું જોઈએ. મમતાએ વિપક્ષી નેતાઓને તેમના મતભેદોને બાજુ પર રાખીને 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા એકજૂટ થઈને કામ કરવા જણાવ્યું હતું. લોકતાંત્રિક જનતા દળના પ્રમુખ શરદ યાદવે બેઠક બાદ જણાવ્યું હતું કે મમતા બેનર્જીએ કોર ગ્રુપ બનાવવાનું અને દર ત્રણથી ચાર દિવસે બેઠક કરવાનું સૂચન કર્યું હતું.

રાહુલ ગાંધી અને પૂર્વ પીએમ મનમોહન સિંઘ પણ રહ્યા હાજર 

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ લાંબા સમય બાદ યોજાયેલી વિપક્ષની સંયુક્ત બેઠકમાં હાજરી આપી હતી. આ સિવાય ડીએમકેના વડા એમ કે સ્ટાલિન, ટીએમસીના વડા મમતા બેનર્જી, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, એનસીપીના નેતા શરદ પવાર, લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવ, સીપીઆઈ (એમ) ના નેતા સીતારામ યેચુરી પણ બેઠકમાં જોડાયા હતા.

આ પક્ષોના નેતાઓ જોડાયા

કોંગ્રેસ અધ્યક્ષે બોલાવેલી આ મહત્વની બેઠકમાં કુલ 19 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. જેમાં કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે, એનસીપી, શિવસેના, ઝારખંડ મુક્તિ મોરચા, સીપીઆઈ (એમ), સીપીઆઈ, નેશનલ કોન્ફરન્સ, આરજેડી, એઆઈયુડીએફ, વિદુથલાઈ ચિરુથાઈગલ કટાચી, લોકંત્રિક જનતા દળ, જેડીએસ, આરએલડી, આરએસપી, કેરળ કોંગ્રેસ એમ,PDP અને IUML શામેલ હતા.

 

ફુગાવો, પેગાસસ કેસ, કોવિડ મેનેજમેન્ટ માટે કેન્દ્રની નિંદા

બેઠકમાં હાજર રહેલ તમામ નેતાઓએ સંયુક્ત નિવેદનમાં સંસદના ચોમાસુ સત્રમાં પેગાસસ મુદ્દે ચર્ચા કરવાનો ઇનકાર કરવા, ખેડૂત વિરોધી કાયદાઓ રદ ન કરવા, COVID-19 ને સંચાલિત કરવામાં નિષ્ફળતા અને વધતી જતી મોંઘવારી જેવા મુદ્દાઓ પર સરકારની નિંદા કરવામાં આવી હતી.

BSP અને AAP ને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું

કોંગ્રેસે આ વર્ચ્યુઅલ મીટિંગમાં આમ આદમી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીને આમંત્રણ આપ્યું ન હતું, જ્યારે સપાનો કોઈ નેતા આ બેઠકમાં જોડાયા ન હતા.

કોંગ્રેસે આત્મવિશ્વાસ ગુમાવી ચૂકી છે: ભાજપ

2024 ની લોકસભાની ચૂંટણી માટે વિપક્ષની એકતા માટે કોંગ્રેસના આહ્વાન પર કટાક્ષ કરતા ભાજપે કહ્યું છે કે કોંગ્રેસે યોજેલ વીપક્ષી નેતાઓની આ બેઠકથી સાબિત થઈ ગયું છે કે લોકો દ્વારા નકારવામાં આવ્યા બાદ કોંગ્રેસને હવે પોતાના પર વિશ્વાસ રહ્યો નથી. ભાજપે કહ્યું કે, દેશના વિકાસ માટે લોકોને પીએમ નરેન્દ્ર મોદી પર પૂરો  વિશ્વાસ છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment