Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝમુખ્યમંત્રી નક્કી કરવા કમલમ ખાતે નેતાઓનો મેળાવડો

મુખ્યમંત્રી નક્કી કરવા કમલમ ખાતે નેતાઓનો મેળાવડો

BJP
Share Now

ગઈકાલે એકાએક વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. આ સાથે જ રાજકારણમાં જાણે હડકંપ મચી ગયો છે. કારણ કે, મુખ્યમંત્રીનું રાજીનામું દરેક માટે એટલી ચોંકાવનારી વાત હતી કે સંભાળતા વિશ્વાસ પણ ન થાય. પરંતુ આ સત્ય છે કે રાજીનામું તો આપી દીધું. પરંતુ હવે સવાલ એ ઉઠ્યો કે હવે CM કોણ ???

BJP

ગઈકાલે બપોરે વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ ખાતેના કાર્યક્રમ બાદ સીધા રાજભવન ખાતે જઈ રાજપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું ધરી દીધું હતું. જેને રાજ્યપાલે સ્વીકાર્યું હતું. જેના લીધે રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. અને બાદમાં આખે આખી સરકારનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. જેથી રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. 

BJP

દરેકના મુખે માત્ર એક જ વાત ચર્ચાઈ રહી છે કે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ ? આ માટે તર્કવાદીઓ અનેક નામો પર ચર્ચા કરી રહ્યા છે. અનેક નામ મુખ્યમંત્રી માટે ખુલ્યા છે. અને માત્ર 24 કલાકમાં ગુજરાતના રાજકારણ અંગે અનેક તર્ક લાગી ચુક્યા છે. જો કે, એ ઘડીઓ નજીક આવી રહી છે. અને ટૂંક જ સમયમાં ગુજરાતને જાણવા મળી જશે ગુજરાતનો તાજ કોના શિરે આવશે…!

BJP

આજે 3 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક મળવાની છે. જેમાં નવા મુખ્યમંત્રીનું નામ સત્તાવાર જાહેર થશે. આ ઘડીની અત્યારે દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મુખ્યમંત્રી કોણ આવશે તે જાણવા દરેક ખુબ ઉત્સુક છે. પછી તે પોતાનો તર્ક સાચો છે કે નહિ તે જોવા માટે પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો સવારથી જ રાજકીય નેતાઓ ગાંધીનગર ખાતે આવી રહ્યા છે. એક પછી એક ધારાસભ્ય, સાંસદો, કેન્દ્રીય મંત્રી સહીત અનેક નેતાઓ ગાંધીનગર પહોચી ગયા છે ત્યારે કમલમ ખાતે મુખ્યમંત્રી નક્કી કરવા નેતાઓનો મેળાવડો જોવા મળી રહ્યો છે.

BJP

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળની રચના અંગે ગઈકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે ખાસ બેઠક મળી હતી. જેમા નવા મુખ્યમંત્રીના નામ પર નિર્ણય લેવાઈ ગયો હતો. અને કેન્દ્રીય નિરીક્ષકો ગાંધીનગર આવ્યા હતા ગુજરાતમાં નવા મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના નામોની ચર્ચા અને અફવાઓએ જોર પકડ્યું હતું તે વચ્ચે આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે નેતાઓનો મેળાવડો જામ્યો હતો. જ્યાં સિનિયર મંત્રીઓ અને પક્ષના આગેવાનો સાથે ચર્ચા વિચારણાઓ ચાલી હતી. કોર કમિટીની બેઠક મળી હતી. અને આ બેઠકમાં મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે એક તર્ક એવો પણ છે કે નવા મુખ્યમંત્રીનું નામ કેન્દ્રમાંથી નક્કી થઇ ગયું છે બેઠકમાં માત્ર ચર્ચા કરવાની હતી. જો કે, આ લખી રહ્યું છે ત્યારે બપોરના 3:43 વાગ્યા સુધી મુખ્યમંત્રીનું નામ જાહેર થયું નથી.

આ પણ વાંચો : કર્ણાટક અને ઉત્તરાખંડ પછી હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પદ છોડ્યું

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment