Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝકોના શીરે તાજ? આજે 3 કલાકે કમલમ ખાતે ધારાસભ્યોની બેઠક

કોના શીરે તાજ? આજે 3 કલાકે કમલમ ખાતે ધારાસભ્યોની બેઠક

Kamalam
Share Now

ગુજરાતના મુખ્યમંત્રી (Chief Minister)પદ પરથી વિજય રૂપાણી (Vijay Rupani)એ અચાનક રાજીનામુ (Resign)આપ્યા બાદ આજે રવિવારે નવા મુખ્યમંત્રીને લઈને કમલમ (Kamalam)ખાતે નિર્ણય લેવાશે. તે માટે ધારાસભ્ય (MLA)દળની બપોરે બેઠક યોજાવાની છે, જે માટે ધારાસભ્યોને 2 વાગ્યે કમલમ ખાતે હાજર રહેવાની સૂચના સાથે મેન્ડેટ પણ આપી દેવામાં આવ્યા છે.

આ તકે  જણાવી દઇએ કે મુખ્યમંત્રી (CM)નું નામ નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક પણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર (Gandhinagar)પહોંચી ગયા છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah)પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે. હાલમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કમલમ ખાતે પહોંચ્યા છે.

સીઆર પાટીલના ઘરે બેઠક

ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ (C.R Patil)ના નિવાસસ્થાન પર બેઠક બાદ નેતાઓ કમલમ (Kamalam)ખાતે પહોંચી રહ્યાં છે. ભાજપ (BJP)ના કાર્યાલય કમલમ પર સવારથી હલચલ વચ્ચે પોલીસ તૈનાત છે. બપોરે 3 વાગ્યે કમલમ પર ધારાસભ્ય દળની બેઠક બાદ આવતીકાલે સોમવારે રાજ્યપાલ પાસેથી સમયની માંગણી કરાઇ શકે છે.

આ પણ વાંચો: આગામી CM પદને લઈને આ ચાર નામ આવ્યા ચર્ચામાં, આજે થઈ શકે છે જાહેરાત

નવા સીએમના નામને લઇને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ આજે રવિવારે ગુજરાત પહોંચી ગયા છે. વિજય રૂપાણીના રાજીનામાં બાદ આજે ભાજપ (BJP)ના ધારાસભ્ય દળની બેઠક બોલાવાઈ છે, જેમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના અગાઉથી આપી દેવામાં આવી છે. બેઠક બાદ ભાજપ તરફથી ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી (CM)કોણ બની શકે છે

ગુજરાતના નવા મુખ્યમંત્રી (News CM)બનવાની રેસમાં હાલમાં મનસુખ માંડવિયા, ગોરધન ઝડફીયા, પુરષોત્તમ રૂપાલા અને નીતિન પટેલનું નામ ચર્ચામાં હોય તેવુ સૂત્રોએ દાવો કર્યો છે. મળતી માહિતી મુજબ, પાટીદાર ચહેરો જ મુખ્યમંત્રી (CM)બની શકે છે તો ગોરધનભાઈ ઝડફિયા મુખ્યમંત્રીના દાવેદાર હોઇ શકે છે.

સી.આર પાટીલે કહ્યું, હું સીએમ પદની રેસમાં નથી

વિજય રૂપાણીના રાજીનામા બાદ CMના પદ માટે કેટલાક નામોમાં સી.આર પાટીલનું નામ પણ સામે આવ્યું હતું. આ નિવેદન પર પર સી.આર પાટીલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી રૂપાણી (CM Rupani)ના રાજીનામા બાદ કેટલાક નામો મુખ્યમંત્રીના પદ માટે હાલમાં ચર્ચામાં આવ્યાં છે. જેમાં એક નામ મારુ પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે મારે સ્પષ્ટતા કરતાં કહેવું છે કે હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી. પાર્ટી જેને પણ મુખ્યમંત્રી બનાવશે તેની સાથે તેમજ વિજયભાઈની સાથે રહીને આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલો 182 સીટો મેળવવાનો ટાર્ગેટ પુરો કરીશું.

ગુજરાત સીએમ વિજય રૂપાણીના રાજીનામા  બાદ મહત્વની પ્રેસ કોન્ફરન્સ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment