Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝરાજકોટ કલેકટર તંત્ર દ્વારા મેગા ડિમોલિશન

રાજકોટ કલેકટર તંત્ર દ્વારા મેગા ડિમોલિશન

MEGA DEMOLITION
Share Now

રાજકોટમાં મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટમાં આજે કોઠારીયા સોલ્વન્ટમાં સરકારી જમીન પર દબાણ થતા જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. આજે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા આજે મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી પર કરવામાં આવેલા દબાણો દૂર કરી 5000 ચોરસ મીટરમાં ફેલાયેલી રૂ.50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. તંત્રની તપાસમાં ભૂ-માફિયાઓ દ્વારા સરકારી જમીનમાં કારખાના માટે શેડ અને દુકાનો બનાવી વેંચી નાખી હોવાનું સામે આવ્યું છે.

RAJKOT MEGA DEMOLITION

અંદાજિત રૂ.50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી

જિલ્લા કલેકટર તંત્રની તપાસમાં બે ભુ-માફિયાના નામ સામે આવ્યા છે. જેમાં ચંદુભાઈ કોઠીયા અને સુખાભાઈ ટીલાળા સામે તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ અંગે રાજકોટ શહેર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 13 જેટલા ગેરકાયદેસર સેડ ઉભા કરવામાં આવ્યા હતા જેનું આજે મેગા ડીમોલેશન કરવામાં આવ્યું છે. અંદાજિત રૂ.50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે. જંત્રી મુજબ આ જમીનની કિંમત રૂ.17 કરોડ કરતા વધુ થાય છે.

RAJKOT

આ પણ વાંચો : કુંભમાં કૌભાંડ પર ED ના દરોડા : આસ્થાના નામે કરોડોની છેતરપિંડી

ભૂ-માફિયાઓ સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ

વધુમાં પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે,જ્યારે ભૂ-માફિયાઓએ રૂ.100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ કરી વેંચાણ કરી દેતા હોવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. હાલ માહિતી એકત્ર કરી ભૂ-માફિયાઓ સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. જોકે જિલ્લા વહીવટી તંત્રએ ભૂ-માફિયાઓ સામે કડક કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આરોગ્ય શાખાની ટિમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ સમયે રાજકોટમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાણીપૂરીની લારી, ખુમચા અને દુકાનોમાં ખાસ ‘પેથોજેનિક બેક્ટરિયોલોજિકલ ટેસ્ટિંગ’ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, પાણીપૂરી અને મસાલાના નમૂના ખાસ આઇસ બોક્સમાં રાખીને વડોદરાની લેબમાં મોકલાઈ રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment