Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝરાજ્યમાંથી મેઘરાજાની સત્તાવાર રીતે વિદાય! સૌરાષ્ટ્રમાં રેકોર્ડ વરસાદ નોંધાયો

રાજ્યમાંથી મેઘરાજાની સત્તાવાર રીતે વિદાય! સૌરાષ્ટ્રમાં રેકોર્ડ વરસાદ નોંધાયો

Megharaja
Share Now

રાજ્યમાંથી હવે સત્તાવાર રીતે મેઘરાજા (Megharaja)ની વિદાય થઈ છે. હવામાન વિભાગ (Meteorological Department)ના જણાવ્યા અનુસાર વર્ષ 1960 બાદ સૌ પ્રથમ વખત કોઇ એવુ થયુ છે જ્યારે ચોમાસા (Monsoon)ની વિદાયમાં આ બીજો સૌથી મોટો વિલંબ છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં ચોમાસા દરમિયાન કુલ 96 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે.

મેઘરાજા (Megharaja)ની રાજ્યમાંથી વિદાય

દેશમાં જૂન મહિનાથી નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થયો હતો. આ તકે હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે, નૈઋત્ય ચોમાસાની સમગ્ર રાજ્યમાંથી વિદાય થઈ છે. રાજ્યમાં સપ્ટેમ્બરમાં કુલ 426.21 મિ.મી. વરસાદ નોંધાયો હતો. મહત્વનું છે કે રાજ્યમાં ચોમાસા દરમિયાન સૌથી વધુ વરસાદ (Rain)સૌરાષ્ટ્રમાં 115 ટકાથી વધુ નોંધાયો છે.

100 થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 100 થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં થયો છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદ (Rain)ને કારણે વરસાદની ઘટ હવે પુરી થઇ ગઇ છે. જ્યારે બીજી તરફ એક મહિનામાં થયેલા વરસાદને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તારાજી જેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે 70 ટકા વરસાદ થયો છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ રહેતા જળાશયોમાં પાણીની આવક હજુ વધી નથી. રાજ્યમાં સિઝનનો કુલ 31 ઈંચ વરસાદ થયો છે. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર (Saurashtra)માં થયો છે. ચોમાસાની સિઝન દરમિયાન જો જિલ્લાઓમાં કુલ વરસાદની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 143.57 ટકા વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લામાં સિઝનનો 140.34 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે રાજકોટમાં 135.80 ટકા, જૂનાગઢમાં 130.03 ટકા વરસાદ નોંધાયો હતો. તો પોરબંદરમાં સિઝનનો 125.17 ટકા વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: ખેલૈયાઓ માટે મોટા સમાચાર, રાજ્યમાં અહીં મધ્યમ વરસાદની શક્યતા

રાજ્યમાં સપ્ટેમ્બરમાં મેઘરાજા મન મૂકીને વરસતાં 31.04 ઈંચ સાથે મોસમનો સરેરાશ 94 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતા વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદ (Rain)ની 45 ટકાથી વધારે ઘટ હતી. પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. તેમાં પણ જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૃચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે. જેમાં જામનગર જિલ્લામાં સિઝનનો સૌથી વધુ સરેરાશ 138 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

આ જિલ્લાઓમાં Megharaja ની ઘટ

બીજી તરફ કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં 35 ટકાથી ઓછી ઘટ છે. જેમાં 33 ટકા સાથે દાહોદ-તાપી-અરવલ્લી સૌથી વધારે ઘટ ધરાવે છે. આ સિવાય સુરેન્દ્રનગર, તાપી, વડોદરા, સાબરકાંઠા, પાટણ, નવસારી, મહેસાણા, મહીસાગર, ખેડા, ગાંધીનગર, ડાંગ, બનાસકાંઠા, અમદાવાદ એવા જિલ્લા છે જ્યાં હજુ વરસાદની ઘટ છે. રાજ્યના 251માંથી 59 તાલુકામાં 40 ઈંચથી વધુ, 129 તાલુકામાં 19.72થી 39.37, 61 તાલુકામાં 9.88થી 19.68 ઈંચ વરસાદ નોંધાયો છે. માત્ર બે તાલુકા એવા છે જ્યાં વરસાદ 4.69 ઈંચથી 9.84 ઈંચ વચ્ચે છે. સૌથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા જિલ્લામાં 90 ઈંચ સાથે વલસાડ મોખરે, 61.18 ઈંચ સાથે નવસારી બીજા અને 55.19 ઈંચ સાથે સુરત ત્રીજા સ્થાને છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment