જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના ચીફ મહેબુબા મુફ્તી (Mehbooba Mufti)એ ડ્રગ્સ કેસ મામલામાં બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan Khan)પર કાર્યવાહીને મુદ્દો બનાવતા કેન્દ્ર સરકાર (Central Government)પર આકરા પ્રહાર કર્યા છે. આ ઉપરાંત મહેબુબા મુફ્તીએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રા પર પણ નિશાન સાધ્યું છે.
Instead of making an example out of a Union Minister’s son accused of killing four farmers, central agencies are after a 23 year old simply because his surname happens to be Khan.Travesty of justice that muslims are targeted to satiate the sadistic wishes of BJPs core vote bank.
— Mehbooba Mufti (@MehboobaMufti) October 11, 2021
Mehbooba Mufti એ કેન્દ્ર સરકાર પર લગાવ્યો આરોપ
મહેબુબા મુફ્તીએ ટ્વિટ કરીને કહ્યું કે, ચાર ખેડૂતોની હત્યાના આરોપી કેન્દ્રીય મંત્રીના પુત્ર પર કાર્યવાહી કરીને ઉદાહરણ રજુ કરવાની જગ્યાએ કેન્દ્રીય એજન્સીઓ 23 વર્ષની ઉંમરના છોકરાની પાછળ ફક્ત એટલા માટે પડી ગઈ છે કારણ કે તેની સરનેમ ખાન છે. ન્યાયની નિંદા જે ભાજપના કોર વોટ બેંકને ખુશ કરવા માટે મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
આર્યન ખાનને ન મળ્યા જામીન
જણાવી દઇએ કે, એનસીબી (NCB)એ મુંબઈમાં ચાલી રહેલી એક પાર્ટી પર દરોડો (Raid)પાડ્યો હતો જેમાં 8 લોકોની અટકાયત કરી હતી. આ તમામમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ સામેલ છે. પૂછપરછ બાદ આ તમામ લોકોની ધરપકડ થઈ હતી. આ મામલે સુનાવણી થઈ હતી જેમાં કિંગ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ને જામીન મળ્યા નહીં. હવે જામીનનો આગામી નિર્ણય આગામી 13 ઓક્ટોબરના રોજ થશે.
આ પણ વાંચો: Aryan Khan ની જામીનનો NCB કરશે વિરોધ, કિંગ ખાનના ડ્રાઇવર પાસેથી મળી મહત્વની માહિતી
આર્યન ખાન કઇ જેલમાં છે
કિંગ ખાનનો પુત્ર આર્યન ખાન હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં છે. તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. NCB આ મામલે તપાસ કરી રહી છે. જો કે આર્યન ખાનના વકીલે દાવો કર્યો છે કે, આર્યન ખાન પાસેથી ડ્રગ્સ (Drugs)મળ્યું નથી અને ન તો તેણે ડ્રગ્સ લીધુ હતું.
પુત્રની ધરપકડ બાદ શાહરૂખ ખાનની હાલત, જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4