જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સતત કલમ 370ને લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. હવે આ માટે તેમણે ધમકીભર્યા શબ્દો બોલવાનું શરૂ કર્યું છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે જો જમ્મુ અને કાશ્મીરને સાથે રાખવું હોય તો કલમ 370ને ફરીથી સ્થાપિત કરવી પડશે. જણાવી દઈએ કે તાજેતરમાં જ મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી હતી.
મહેબૂબા મુફ્તીના ધમકીભર્યા શબ્દો
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ચીફ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ એક કાર્યક્રમમાં કહ્યું કે અમે મહાત્મા ગાંધીજી અને ઈન્દિરા ગાંધીજીના ભારત સાથે જવાનું નક્કી કર્યું છે. જેમણે અમને કલમ 370, 35A આપી અને અમારો ધ્વજ આપ્યો. જો J&K ને સાથે રાખવું હોય તો 370 અને 35Aને પુનઃસ્થાપિત કરવા પડશે, કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવો પડશે.
#WATCH | We decided to go with India of Gandhi Ji, which gave us Article 370, Article 35A & our own flag… If you want to keep J&K with you, reinstate Article 370 & Article 35A & solve Kashmir issue. You can't keep Kashmir with you by using muscle power: PDP chief Mehbooba Mufti pic.twitter.com/MsaaAFj1Nf
— ANI (@ANI) November 24, 2021
આ પણ વાંચો:પીએમ મોદી યુપીને આપશે મોટી ભેટ, દુનિયાના ચોથા સૌથી મોટા ઇન્ટરનેશનલ એરપોર્ટનું કરશે શિલાન્યાસ
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે તમે તાકાત ઉપયોગ કરીને જમ્મુ-કાશ્મીરને સાથે નહીં રાખી શકો. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે મહેબૂબા મુફ્તીએ આવું નિવેદન આપ્યું હોય, આ પહેલા પણ તે ઘણી વખત 370ને ફરીથી લાગુ કરવાની માંગ કરી ચૂક્યા છે, મહેબૂબા મુફ્તી સિવાય ઉમર અબ્દુલ્લા અને ફારૂક અબ્દુલ્લા સહિત ઘણા નેતાઓ સતત આ માંગણી કરી રહ્યા છે.
કલમ 370 5 ઓગસ્ટ 2019 ના રોજ દૂર કરવામાં આવી હતી
નોંધનીય બાબત છે કે, 5 ઓગસ્ટ, 2019 ના રોજ, જમ્મુ અને કાશ્મીરમાંથી 370 દૂર કરવામાં આવ્યું હતું, જે મુજબ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ અને લેહને તેનાથી અલગ કરીને નવા કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે કોતરવામાં આવ્યું હતું. અગાઉ જમ્મુ-કાશ્મીર અને લેહનું બનેલું રાજ્ય હતું. કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરને ઘણા વિશેષાધિકારો મળ્યા હતા. આ જાહેરાત બાદ વિરોધનો સૂર એટલો બુલંદ બની ગયો હતો કે મહેબૂબા મુફ્તી સહિત ઘણા નેતાઓને લાંબા સમય સુધી નજરકેદ રાખવામાં આવ્યા હતા. સંસદમાં ફારૂક અબ્દુલ્લાની ગેરહાજરી અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જો કે, હાલમાં તમામ નેતાઓ બહાર છે અને હજુ પણ કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સતત કલમ 370ને લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. હવે આ માટે તેમણે ધમકીભર્યા શબ્દો બોલવાનું શરૂ કર્યું છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે જો જમ્મુ અને કાશ્મીરને સાથે રાખવું હોય તો કલમ 370ને ફરીથી સ્થાપિત કરવી પડશે. જણાવી દઈએ કે તાજેતરમાં જ મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4