Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝમહેબૂબા મુફ્તીને નજરકેદ કરવાને લઈને જમ્મુ કાશ્મીર પોલીસે કરી સ્પષ્ટતા

મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવાને લઈને જમ્મુ કાશ્મીર પોલીસે કરી સ્પષ્ટતા

Mehbooba Mufti
Share Now

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યાના સમાચાર સામે આવ્યા બાદ, ચર્ચાએ જોર પકડ્યું કે શું મહેબૂબા મુફ્તીને ફરીથી નજરકેદ કરવામાં આવ્યા છે. ત્યારે આ સમાચારોને લઈને જમ્મુ-કાશ્મીર પોલીસે પોતાનું નિવેદન જાહેર કર્યું છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે આ નિવેદન આપ્યું 

જમ્મુ કાશ્મીર પોલીસનું કહેવું છે કે પૂર્વ મુખ્યમંત્રી અને PDP પ્રમુખ મહેબૂબા મુફ્તીને નજરકેદમાં રાખવામાં આવ્યા નથી, પરંતુ મહેબૂબા મુફ્તી શ્રીનગરની પ્રેસ કોલોનીમાં એક વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, જ્યાં તેમને જવાની મંજૂરી આપવામાં આવી નથી.

આ પણ વાંચો:પીએમ મોદીએ સિડની ડાયલોગમાં કર્યું સંબોધન, કહ્યું ભારતની ડિજિટલ ક્રાંતિના મૂળ લોકશાહીમાં

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, મહેબૂબા મુફ્તીને નજરકેદ કરાયા નથી. તમને જણાવી દઈએ કે અગાઉ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ મહેબૂબા મુફ્તી સહિત ઘણા નેતાઓ નજરકેદ કરવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ મહેબૂબા મુફ્તી સહિત અનેક નેતાઓની નજરબંધીનો અંત આવ્યો હતો. તાજેતરમાં જ મહેબૂબા મુફ્તીએ શ્રીનગરમાં હૈદરપોરા એન્કાઉન્ટરને લઈને સવાલો ઉઠાવ્યા છે. આ સાથે આ મામલે ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે.

હૈદરપોરા એન્કાઉન્ટર પર ઉઠ્યા પ્રશ્નો

હૈદરપોરા એન્કાઉન્ટરના વિરોધમાં બુધવારે શ્રીનગરમાં રેલી કાઢવામાં આવી હતી, ત્યારબાદ મહેબૂબા મુફ્તીએ નિવેદન આપ્યું હતું કે આતંકવાદના નામે સ્થાનિક નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તે પહેલા મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે સ્થાનિક નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આતંકવાદીઓના ઓન-ગ્રાઉન્ડ વર્કર છે, જ્યારે સત્ય એવું નથી. આ મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ જેથી સત્ય બહાર આવી શકે.

આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન

તમને જણાવી દઈએ કે એન્કાઉન્ટર ( Hyderpora Encounter) બાદ જાણવા મળ્યું હતું કે બે આતંકવાદીઓ સિવાય 44 વર્ષીય અલ્તાફ તરીકે ઓળખાતા એક સ્થાનિક નાગરિકનું મોત થયું છે. સુરક્ષા દળોનું કહેવું છે કે તે આતંકવાદીઓને મદદ કરતો હતો. કુલ ચાર લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો સતત આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન કરી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment