Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝPNB  ફ્રોડ: મેહુલ ચૌકસીને હાલ જેલમાં જ વિતવવા પડશે દિવસો, ડોમેનિકા હાઇકોર્ટનો નિર્ણય

PNB  ફ્રોડ: મેહુલ ચૌકસીને હાલ જેલમાં જ વિતવવા પડશે દિવસો, ડોમેનિકા હાઇકોર્ટનો નિર્ણય

Mehul Chokshi
Share Now

PNB  ફ્રોડ કરીને વિદેશ ભાગી ગયેલ હિરા કારોબારી મેહુલ ચૌકસી ( Mehul Chokshi ) ની ડોમેનિકાથી ધરપકડ થયા બાદ તે ચર્ચામાં આવી ગયો હતો, જેલમાં મેહુલ ચૌકસીની હાલતના ફોટો પણ વાયરલ થઇ રહ્યં હતા. હવે મેહુલ ચૈકસીનું શું થશે તે તો કોર્ટ નક્કી કરશે. પણ હાલ મેહુલ ચૌકસી ( Mehul Chokshi ) ની મુશ્કેલીઓમાં વધારો થયો હોય તેવું કહી શકાય છે.

ભાગેડુ મેહુલ ચૌકસી હાલ ડોમેનિકામાં છે, ત્યાં તેની ડોમિનિકાની હાઈકોર્ટ ખાતે મેહુલ ચોક્સીની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. જો કે હાઇકોર્ટે કારોબારી મેહુલ ચૌકસીને જામીન આપવા બદલ ઇનકાર કરી દીધો છે. હાઈકોર્ટે ભાગેડુ કારોબારીને ફ્લાઈટ રિસ્કના (Flight Risk) કારણે જામીન આપવા ના પાડી દીધી છે.

mehul

PC: Antigua Newsroom website

કોર્ટે કહ્યું હતુ કે, ડોમિકા સાથે મેહુલ ચૌકસીનો કોઇ સંબંધ નથી. તેમજ અદાલત આવી કોઇ શરત પણ લગાવી શકતા નથી. શનિવારે બચાવ પક્ષના વકીલોએ ડોમેનિકાની હાઇકોર્ટમાં એવો તર્ક રજુ કર્યો હતો કે, એક કૈરોકોમ નાગરિક તરીકે ભાગેલુ મેહુલ ચૌકસી જામીનનો હકદાર છે.

વકીલોએ બીજો એક તર્ક મેહુલ ચૌકસીની તબિયતને લઇને કર્યો જે મુજબ તેમને ફ્લાઇટનું જોકમ ન લેવુ જોઇએ. જેના કારણે તેમને બે બેલ આપવામાં આવે. આ સિવાય તેણે સ્થાનિય મિડિયાના એક અહેવાલ પ્રમાણે PNB ફ્રોડમાં 62 વર્ષના મેહુલ ચૌકસી સોમવારે ફરી અદાલત સામે પેશ થશે.

શું હતો આરોપ?

PNB ફ્રોડ આરોપી મેહુલ ચૌકસી ડોમેનિકામાં અવૈધ રીતે છુપાઇ ગયો હતો, પણ મેહુલ ચૌકસીએ આ આરોપ ખારિજ કરી ને કહ્યું છે કે, તેનું કિડનેપ થયુ હતુ, અને તેને જબરદસ્તી લાવવામાં આવ્યો હતો. PNB ને 13,500 કરોડોનો ફ્રોડ  કરનાર કૌભાંડી અને વોન્ટેડ એવા હિરા વેપારી મેહુલ ચોકસીની કેરેબિયન વિસ્તારમાં આવેલ ડોમિનિકા નામના ટાપુ પરથી ધરકડ કરવામાં આવી હતી.

high court

વિદેશમંત્રાલયે કહી દીધુ છે કે, મેહુલ ચૌકસી   ડોમેનિકાની હિરાસતમાં છે, ત્યાં જ કાનુની દાવપેચ લડવામાં આવશે.

આ સિવાય મંત્રાલયે કહ્યું છે કે, તેને પાછા લાવવાના બધા જ પ્રયાસો ચાલુ રહેશે, જેથી આગળ જઇને અહીં જ તેમના પર કાર્યવાહી આગલ વધારી શકાય.

ગર્લફ્રેન્ડે પણ કર્યો હતો ભાગી જવાનો દાવો

આની પહેલાં પણ મેહુલ ચૌકસીની ગ્રલફ્રેન્ડે બારબરાએ એક ઇન્ટરવ્યુહમાં કહ્યું કે, ચૌકસીએ ક્યુબામાં મળવાની વાત કરી હતી, મને ક્યારેય કોઇ પ્લાન તો ન જણાવ્યો પણ તેણે મને બે વાર કહ્યું હતુ કે હું ક્યુબા ગઇ છુ. આ સિવાય પણ ગર્લફ્રેન્ડે કહ્યું કે, તેને ક્યુબા ખુબ જ પસંદ આવશે, મને યકીન છે કે ડોમેનિકા મેહુલ ચૌકસીનો ફાઇનલ પ્લાન નહોતો. તેનો અંતિમ પ્લના ક્યુબા હતો. 

મહત્વનું છે કે, મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક ના કેટલાક બેંક અધિકારીઓ સાથે મળીને 13,500 રૂપિયાની છેતરપિંડી કરી છે, નિરવ મોદી લંડનની જેલમાં બંધ છે.  આ બંને સામે CBI ની તપાસ પણ ચાલી રહી છે.

 

આ પણ વાંચો:  શાકિબ અલ હસન ફરી વિવાદોમાં, સ્ટંમ્પને મારી લાત

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment