ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ડર છે કે તેનું ફરીથી અપહરણ કરીને ગુયાના લઈ જવામાં આવી શકે છે. ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં ચોક્સીએ કહ્યું હતું કે, “મારું ફરી એકવાર બળજબરીથી અપહરણ કરીને ગુયાના લઈ જવામાં આવી શકે છે, જ્યાં ભારતની મજબૂત સ્થિતિ છે.”
મારી ખરાબ તબિયત મને બીજે ક્યાંય જવા દેતી નથી’
ચોક્સીએ આરોપ લગાવ્યો હતો કે, “હું હાલમાં એંટીગુઆમાં મારા ઘરની સીમમાં સીમિત છું. મારું ખરાબ સ્વાસ્થ્ય મને બીજે ક્યાંય જવા દેતું નથી. મારુ અપહરણ કરનાર ભારતીય એજન્સીએ આપેલ દર્દનાક અનુભવને કારણે મારી તબિયત વધુને વધુ બગડી રહી છે.” ચોક્સીએ કહ્યું, ‘હું મારી માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ માટે મદદ માંગી રહ્યો છું કારણ કે હું સતત ડરી રહ્યો છું.
આ પણ વાંચો:ચાંદીવાલ કમિશને પરમબીર સિંહ વિરુદ્ધ કરાયેલ જામીનપાત્ર વોરંટ કર્યું રદ
મને વિશ્વાસ છે કે હું જીતીશ
ચોક્સીએ વધુમાં કહ્યું કે, ‘મારા ડોકટરોની ભલામણો છતાં હું મારા ઘરની બહાર નીકળી શકતો નથી અને હવે હું કોઈપણ કિંમતે લાઈમલાઈટથી બચવા માંગુ છું. મારી ખરાબ તબિયત મને ક્યાંય જવા દેતી નથી અને હું કંઈ પણ કરી શકૂ એમ નથી. ચોક્સીએ વધુમાં કહ્યું કે, ‘મારા વકીલો એંટીગુઆમાં અને ડોમિનિકામાં કેસ લડી રહ્યા છે. હું માનું છું કે હું જીતીશ કારણ કે હું એક એંટીગુઆનો નાગરિક છું અને મારી ઈચ્છાની વિરુદ્ધ મારુ અપહરણ કેરીને મને બીજા દેશમાં લઈ જવાયો હતો.
મને ખાતરી છે કે ન્યાય મળશે
ચોક્સીએ કહ્યું કે એ જોવાનું બાકી છે કે કેટલીક સરકારો મારી હાજરી સુરક્ષિત કરવા માટે કેટલી હદે જવા તૈયાર છે, પરંતુ મને કોમનવેલ્થ દેશોની કાયદાકીય વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે અને મને ખાતરી છે કે અંતે ન્યાય થશે.
ચોક્સી 23 મેના રોજ થયો હતો ગુમ
તમને જણાવી દઈએ કે ચોક્સી આ વર્ષે 23 મેના રોજ એન્ટીગુઆથી બહાર ડિનર માટે ગયા બાદ ગુમ થઈ ગયો હતો અને ત્યારબાદ તે ડોમિનિકામાં મળી આવ્યો હતો. અહીં પોલીસ દ્વારા તેના પર ગેરકાયદેસર પ્રવેશનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે PNBમાંથી 13500 કરોડનું કૌભાંડ કરીને ભારતથી ભાગેલ એક ભાગેડુ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4