Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝડ્રગ્સની દુનિયાની ‘લેડી ડૉન’: ગુજરાતની મેહઝબીન મુંબઈથી ઝડપાઈ

ડ્રગ્સની દુનિયાની ‘લેડી ડૉન’: ગુજરાતની મેહઝબીન મુંબઈથી ઝડપાઈ

Indore Drug Racket
Share Now

નવી દિલ્હી: દેશના સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો (Indore Drug Racket) ઈન્દોર પોલીસે પર્દાફાશ કર્યો છે. જેના તાર મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ગુજરાત, તેલંગાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સાથે સંકળાયેલા છે. મધ્ય પ્રદેશમાં 70 કરોડ રૂપિયાના MDMA ડ્રગ્સ કેસમાં ઈન્દોર પોલીસે અત્યાર સુધી દેશના વિવિધ રાજ્યોમાંથી 30થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગની મુખ્ય સુત્રધાર મનાતી મેહઝબીન શેખનું રેકેટ ઈન્ટરનેશનલ લેવલે ફેલાયેલું છે. 2002 સુધી સામાન્ય યુવતી મનાતી આજે ડ્રગ્સની દુનિયામાં ‘લેડી ડોન’ તરીકે ઉભરી છે.

તાજેતરમાં 6 જુલાઈએ ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી એક મહિલા સહિત 4 હાઈપ્રોફાઈલ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં મૂળ વડોદરાની ડ્રગ પેડલર મેહઝબીન આ સમગ્ર ડ્રગ્સ રેકેટ (Indore Drug Racket) માસ્ટર માઈન્ડ મનાય છે. જેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

કેવી રીતે સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો?

ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચને ગુપ્ત બાતમીના આધારે હૈદરાબાદના વેદ પ્રકાશ અને તેના ડ્રાઈવર માંગી વેંકટેશની ધરપકડ કરી હતી. વેદ પ્રકાશ ઈન્દોરના દિનેશ અગ્રવાલ, અક્ષય અગ્રવાલ અને રઈશુદ્દીનને ડ્રગ્સની ડિલિવરી આપવા આવ્યો હતો. જે બાદ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતાં દેશના વિવિધ રાજ્યોમાંથી એક પછી એક આરોપીઓની ધરપકડ થતી ગઈ. આ ડ્રગ્સ રેકેટના તાર ઈન્દોર, દિલ્હી, મુંબઈ કે બૉલિવૂડ જ નહીં, પરંતુ અફઘાનિસ્તાન અને દુબઈ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં અત્યાર સુધી એક મહિલા અને એક કિન્નર સહિત 33 લોકોની ધરપકડ થઈ છે.

આ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરતાં તાજેતરમાં મુંબઈથી સલીમ ચૌધરી, ઝુબેર, અનવર લાલા અને મેહઝબીન શેખ ઉર્ફે “પાપા” ઉર્ફે “બાજી”ની ધરપકડ કરી છે. જેમના તાર મુંબઈ સહિત દેશના વિવિધ રાજ્યોમાં ડ્રગ્સ સપ્લાય કરનારા તસ્કરો સાથે સંકળાયેલા છે.

Indore Drug Racket

Image Source: aitalawllc.com

વડોદરાની મહેજબીન ડ્રગ્સ રેકેટની માસ્ટરમાઈન્ડ કેવી રીતે બની?

આ સમગ્ર રેકેટમાં અનવર લાલાની સાથે એક મહિલા મેહઝબીન અને એક કિન્નર પણ સામેલ છે. મહેજબી મૂળ ગુજરાતી છે. તેના પ્રથમ લગ્ન વડોદરામાં રહેતા અશરફ અલી સાથે થયા હતા. જો કે 2002માં ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણો બાદ મેહઝબીન વડોદરા છોડીને મુંબઈ આવી ગઈ, પરંતુ અહીં તેના પતિએ તેને છોડી દીધી હતી. પતિથી અલગ થયા બાદ તે કામ શોધી રહી હતી. આ દરમિયાન તેને ડાન્સબારમાં કામ મળી જતાં, અહીં તેના ડ્રગ પેડલરો અને હાઈપ્રોફાઈલ લોકો સાથે સંપર્ક થયા. મુંબઈ જેવા શહેરમાં આર્થિક સંકડામણના કારણે મેહઝબીન ડ્રગનો વેપલો શરૂ કર્યો.

કોરોના કાળમાં જ્યારે સમગ્ર દેશમાં લૉકડાઉન લાગુ હતુ, ત્યારે મેહઝબીન પોતાનો ધંધો વધારી દીધો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મહેજબીને જરૂરી સર્વિસનો પાસ મેળવી લીધો અને દવાઓના પેકેટમાં ડ્રગ્સની તસ્કરી કરવાનું કામ શરૂ કરી દીધુ. મહામારી દરમિયાન દવાઓને લઈને છૂટ હોવાથી, ડ્રગ્સ તસ્કરો માટે હેરાફેરી સરળ બની ગઈ.

આ પણ વાંચો:  આજે અંતરિક્ષમાં ઉડાન ભરશે ભારતીય મૂળની સિરીશા બાંદલા, જાણો મિશનની પૂરી વિગત

શરૂઆતમાં મેહઝબીન નાના પેડલર્સ પાસેથી ડ્રગ્સ ખરીદીને ડાન્સ બારમાં આવતા હાઈપ્રોફાઈલ લોકોને જ વેચતી હતી, પરંતુ NCB તેમજ મુંબઈ પોલીસ સાથે ઘરોબો ધરાવતા સલીમ સાથે તેની ઓળખ થતાં તે તેની સાથે લિવ ઈનમાં રહેવા લાગી હતી. આટલું જ નહી, સલીમ અને મેહઝબીન સાથે મળીને ડ્રગ્સનો વેપાર કરવા લાગ્યા. પોતાના લિવ ઈન પાર્ટનર સલીમ સાથે મેહઝબીન એક વખત દિલ્હી ગઈ હતી. જ્યાં સ્થાનિક ડ્રગ પેડલર અનવર લાલા સાથે તેની મુલાકાત થઈ હતી. આમ મેહઝબીનની જેટલા ડ્રગ પેડલરો સાથે મુલાકાત થાય તેમને પોતાની ગેંગમાં સામેલ કરીને મુખ્ય સુત્રધાર બની ગઈ. પોલીસે શુક્રવારે જ મુંબઈથી મહેજબીનની ધરપકડ કરી છે. ગેંગની માસ્ટરમાઈન્ડ મનાતી મહેજબીન યુવાઓને ડ્રગ એડિક્ટ અને ડ્રગ પેડલર બનાવવાનું કામ કરતી હતી. મેહઝબીન ડાર્ક નેટ અને ડાર્ક વેબના માધ્યમથી મોટા પાયે અન્ય દેશોમાં પણ ડ્રગ્સ સપ્લાય કરી ચૂકી હોવાનું સામે આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મેહઝબીન પાસેથી બાંગ્લાદેશનું સિમકાર્ડ મળી આવ્યું છે. જેના થકી તે ખાડી દેશોના વિવિધ લોકો સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. કોલ ટ્રેસના થાય તે માટે મહેજબીન ઈન્ટરનેટ કોલિંગ કરતી હતી અને પોતાની ગેંગના સભ્યો, પેડલર્સ સાથે સંપર્કમાં રહેતી હતી.

હાલ મુંબઈથી ધરપકડ કરવામાં આવેલી મેહઝબીન અને તેના 3 સાગરિતો 12 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર છે. પોલીસ તપાસમાં આરોપી મેહઝબીનના હાઈપ્રોફાઈલ કનેક્શન સામે આવ્યા બાદ ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચ ઊંડી તપાસ કરી રહી છે. મેહઝબીન જ્યારે ઈન્દોર આવતી હતી ત્યારે અનેક આલિશાન હોટલોમાં રોકાતી હતી. આ કેસમાં અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલી આરોપીઓ પાસેથી અનેક મોંઘી કારો તેમજ 40થી વધુ મોબાઈલ ફોન જપ્ત કર્યાં છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે, આખરે કોણ મેહઝબીન માટે હોટલોમાં બુકિંગ કરાવતું હતું; અને તે ક્યાં નામે હોટલમાં રોકાતી હતી? આટલું જ નહી, ક્રાઈમ બ્રાન્ચની ટીમ વધુ તપાસ માટે મુંબઈ, ગુજરાત અને દિલ્હી પણ જવાની છે.

No comments

leave a comment