રોઝનું નામ સાંભળતા જ મનમાં એમ સવાલ થાય કે કોઇ ગુલાબની વાત હશે, અને પહેલાં તો એવો જ વિચાર આવે કે, રોઝ એટલે વેલેન્ટાઇન્ટ ડે પર ઉજવવામાં આવતા દિવસો… પણ ના આજે અમે જે રોઝ ડે ની વાત કરી રહ્યાં છીએ, તે થોડી હટકે છે, કોઇ વ્યક્તિને જીવવાની આશા આપવી એ સૌથી મોટુ કામ હોઇ શકે છે, આજના દિવસે એટલે કે 22 સપ્ટેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવી રહી છે તે છે, વિશ્વ ગુલાબ દિવસની..
OTT India પર આજે વાત કરીશુ… કેન્સર સામે આશાની કિરણ બનીને આવનાર રોઝની…
Image courtesy : monkey boy.com
આ દિવસનું મહત્વ કેન્સર રોગીઓ માટેની છે, એક આશાની કિરણ કહી શકાય તેમ છે. કેન્સર રોગીઓ જે ઘણા લાંબા સમયથી સંઘર્ષ અને કઠિન રસ્તામાંથી પસાર થતા હોય છે. બીમારી સાથે લડવુ એ ભાવનાત્મક રીતે થકાન વાળુ સાબિત થઇ શકે છે, ત્યાં સુધી જે લોકો આનું સમર્થન કરે છે. આ દિવસ એક બહાદુરી ના સમ્માન માટે અને કેન્સરના રોગ સામે લડી રહેલા લોકોને એક આશાનું કિરણ અપાવવા માટે થાય છે.
શું છે ઇતિહાસ?(History)
વિશ્વ ગુલાબ દિવસ એક 12 વર્ષીય કનાડાઇ બાળકી મેલિંડા રોઝના નામ પર ઉજવવામાં આવે છે, જેમાં અસ્કન્સ ટ્યુમર, એક અસમાન્ય પ્રકારના બ્લડ કેન્સર વિશે જાણકારી મળી હતી, આ એક બ્લડ કેન્સરનો દુર્લભ સ્વરુપ હતુ.,જેને એસ્કિંગ ટ્યુમર નું નામ પણ આપવામાં આવ્યુ છે.
તેણે પોતાનો જીવ છોડતા સુધી આશા નહોતી છોડી, આ યુવતી પોતાના જીવનના 6 મહિના સુધી સકારાત્મક રુપથી પ્રભાવિત કરીને સંઘર્ષ કર્યો અને પ્રત્યેક દિવસને ઘણ્યા.
રોઝ લોકોને મોટીવેશન આપતી, કવિતાઓ લખતી, ઇ મેઇલ અને પત્ર લખીને કેન્સરનો ઇલાઝ કેટલો વિનાશકારી અને દર્દનાક થઇ શકે છે, તેનો એકમાત્ર ટારગેટ તે હોસ્પિટલને રાખવાનો હતો, જ્યાં તે હોસ્પિટલમાં એડમિટ હતી, ઉજ્જવલ અને સુખદ, કહી શકાય કે, તેમના જીવનનું મિશન આજ બની ગયુ, પરિણામસ્વરુપ થોડા સમય બાદ એક બહાદુરીભરી યાત્રા કરીને આ યુવતીની મોત થઇ ગઇ. જેની યાદમાં ઉજવવામાં આવે છે વિશ્વ રોઝ દિવસ..
વિશ્વ ગુલાબ દિવસનું મહત્વ ( Significance Of World Rose Day)
Image courtsey: monkey boy.com
કેન્સર જે વ્યક્તિને થાય છે તેની લડાઇ ખુબ જ દર્દનાક હોય છે, જે શારીરકિની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આ દિવસના દિવસે કેન્સર રોગીઓને ગુલાબ આપીને, જાગૃતતા ફેલાવવામાં મદદ કરાય છે. લોકો કેન્સરથી પીડાય છે જેના કારણે પરિવારને પણ એક આકરા સમયમાંથી પસાર થવુ પડે છે.
જે તે દર્દીના પરિવારને પણ એટલી જ હિંમત અને આશાની જરુર પડે છે, કારણ કે આ સમય એવો હોય છે જ્યારે ખબર જ હોય છે, કે ઘરમાંથી એક સભ્ય નથી રહેવાનો તેની સામે જાણે દુનિયા નાની લાગે છે, ગમે તેટલા પૈસા હોય, મોટા હોસ્પિટલોના ધક્કા ખાવા છતાં અને ભારેભરખમ ફી આપવા છતાં વ્યક્તિને બચાવી નથી શકાતો. આ બીમારી જ જાણે એવી છે કેન્સર.
આ પણ વાંચો : Dengue Mosquito સારવારની વેક્સિનનું રિસર્ચ કરી રહેલા વૈજ્ઞાનિકોને મળી સફળતા
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4