Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝડોક્ટર અપેક્ષા : મજબૂત મનોબળની મિસાલ

ડોક્ટર અપેક્ષા : મજબૂત મનોબળની મિસાલ

helping hand apeksha
Share Now

અપેક્ષા, રાજકોટની સરકારી મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અપેક્ષા મારડીયા…જેને ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સમરસ હોસ્ટેલ ખાતે કોવિડ હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી હતી. કોરોનાના દર્દીઓની સેવા કરતી અપેક્ષાને ક્યાં ખબર હતી કે પોતાના જીવનમાં કોરોના જ કાળ બનશે. તા.6 એપ્રિલના રોજ એના પિતાનું અવસાન થયું અને હજુ આ આઘાતમાંથી બહાર આવે તે પહેલા જ કાળમુખા કોરોનાએ તેની માતાનો પણ ભોગ લીધો. માતા-પિતાના નિધન બાદ તરત તે ફરજમાં જોડાઈ ગઈ. અપેક્ષા કહે છે, મારા માતા-પિતા ગુમાવ્યા પણ કોઈ બીજા માતા-પિતાથી વંચિત ના રહે એટ્લે હું તરત ફરજ પર હાજર થઈ છું.

medikal student help patient

માતા-પિતા બન્નેની છત્રછાયા ગુમાવ્યા બાદ હવે વધેલા માત્ર 2 વ્યક્તિના પરિવારમાં 10માં ધોરણમાં ભણતા તેમના ભાઈની સંપૂર્ણ જવાબદારી આ માત્ર 20 વર્ષની અપેક્ષાના શિરે આવી. માતા-પિતાને ગુમાવ્યા બાદ પણ ફરીથી પોતાની ફરજ પર હાજર થઈ ગઇ. ફરજ પરના અધિકારી ચરણસિંહ ગોહિલે અપેક્ષાને ઘરે રહેવું હોય તો છૂટ આપી પરંતુ અપેક્ષાએ પોતાની ડ્યુટી જોઈન કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં લાગી ગઈ. અપેક્ષાને મેડિકલ કોલેજના સ્ટુડન્ટ તરીકે સોંપવામાં આવેલા કાર્યો દર્દીને દવા આપવી, ઓક્સિજન માપવું, દર્દીઓનું ઓબ્ઝર્વેશન કરવું, દર્દીને શિફ્ટ કરાવવામાં મદદ કરવી જેવું કામ ફરીથી શરુ કર્યું. દરેક દરદીઓ પાસે જઈ તેમની તબિયત પૂછી અને હૂંફ આપી તે તાણથી જ નહીં મનથી પણ દર્દીઓને સજા કરી રહી છે.

અપેક્ષાને જ્યારે પૂછવામાં આવ્યું કે, ઘરમાં આવી કરુણ ઘટના બની ગઈ તો પણ તું કેમ પાછી ફરજ પર આવી ગઈ ?.ત્યારે અપેક્ષાએ માત્ર એટલો જવાબ આપ્યો કે, ‘મારી જેમ બીજા કોઈએ માતા-પિતાની છત્રછાયા ન ગુમાવવી પડે એટલે હું કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં લાગી ગઈ છું અને મારા મતે માતા-પિતાને શ્રદ્ધાંજલિ આપવાનો આનાથી ઉત્તમ રસ્તો બીજો કોઈ નથી.’ સમરસ હોસ્ટેલમાં આઇસોલેટ થયેલા એક યુવાન બહેનને વેન્ટિલેટરની જરૂર પડી ત્યારે તેમને સિવિલ સુધી શિફ્ટ કરવાની જવાબદારી અપેક્ષાને મળી અને ઓછામાં ઓછા સમયમાં તેમને શિફ્ટ કરી દેવાતા એ બહેન બચી ગયા..ત્યારે અપેક્ષાના કહેવા મુજબ તે લોકોનું જીવન બચાવીને માતા-પિતાના આત્માને શાંતિ અપાવવામાં નિમિત્ત બની છે.

tribute to their parents

 

કોરોનાનું મહાસંકટ થમવાનું નામ નથી લઇ રહ્યું, દિનપ્રતિદિન કેસો સતત વધી રહ્યા છે. એક તરફ દર્દીઓ હેરાન થઇ રહ્યા છે અને બીજી તરફ સારવાર માટે દોડધામ કરે છે એમાં પણ સુવિધાઓની અછત જોવા મળે છે. રેમદેશિવિર ઇન્જેકસનની માટે લાંબી લાઈનો જોવા મળે છે , એમ્બ્યુલન્સમાં પણ વેઇટિંગ આવી રહ્યું છે જેના કારણે દર્દીઓને ખાનગી વાહનોનો સહારે સારવાર આપતા કરુણ દ્રશ્યો સામે આવતા હોઈ છે એમાં સૌથી વધુ અછત હોઈ તો એ છે પ્રાણવાયુની .આ કપરા કાળમાં સ્વજનો પણ ડરી રહ્યા છે એવા સમયે એક મેડિકલ સ્ટુડન્ટ કે જેના માતા-પિત્તા ગુમાવ્યા છતાં જે પોતાની ફરજ સમજી લોકોને સારવાર મળી રહે તે માટે પોતે હોસ્પિટલમાં સારવાર આપે છે .અપેક્ષા ફરજ નિષ્ઠા ને સલામ એવી પડે.

વધુ માહિતી માટે ક્લિક કરો : માનવતા મહેકાવતા લોકો

હજુ ડોક્ટર બની નથી પરંતુ અત્યારે એ લોકો માટે ઈશ્વર સમાન છે, અપેક્ષા જેવા જ લોકો આ મહામારીના મહાસંકટમાં પીપીઈ કીટ પહેરીને બીજા ઈશ્વર હોઈ એવું લાગી રહ્યું છે. અત્યારે ડોક્ટરો, સેવાભાવી સંસ્થાઓ આગળ આવી પોતાની ફરજ બજાવે છે, કલાક ખાડે પગે રહી દર્દીઓની સેવા કરે છે અને માનવતા મહેકાવી રહ્યા છે .

અપેક્ષા હજુ તો મેડિકલ સ્ટુડન્ટ છે અને 3 વર્ષ પછી ડોક્ટર બનશે પરંતુ તેના વિચારો અને હિમ્મતથી તે અત્યારે જ સર્વોત્તમ ડોકટર બની ગઈ છે. ચાલુ અભ્યાસ અને ડ્યુટી સાથે અચાનક જીવનમાં આવેલા વળાંક અને એકાએક માથે આવી પડેલી જવાબદારીને સાથે લઇ દર્દીઓની સેવા કરવી ખુબ કઠિન કહી શકાય ત્યારે અપેક્ષાની આ કામગીરી પોતાના સ્વજનો ગુમાવી જીવન હારી ગયેલા લોકો માટે પ્રેરણાદાયી ઉદાહરણરૂપ બની છે.

 

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment