Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝમેસ્સી અને બાર્સિલોના થયા અલગ, દિગ્ગજ ખેલાડીની વર્ષોની સફર પૂર્ણ

મેસ્સી અને બાર્સિલોના થયા અલગ, દિગ્ગજ ખેલાડીની વર્ષોની સફર પૂર્ણ

Share Now

આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી (Lionel Messi)ની બાર્સિલોના (Barcelona) ક્લબ સાથેની સફર પૂર્ણ થઇ છે. ફુટબોલના મહાન ખેલાડી લિયોનેલ મેસ્સી (Lionel Messi)એ બાર્સિલોના (Barcelona) સાથે 15 વર્ષથી પણ વધુની સફર પર પુર્ણ વિરામ મુકી દીધુ  છે. આ વાતની જાણકારી બાર્સિલોના ક્લબે કરી છે.

મેસ્સી (Messi)નો બાર્સિલોના (Barcelona) સાથેનો સંબંધ તો 30 જૂનના રોજ સમાપ્ત થઇ ગયો હતો જેથી હવે તે કોઇ પણ ક્લબ સાથે જોડાવવા માચે સ્વતંત્ર બની ગયો છે. મળતી માહિતી મુજબ મેસ્સી (Messi)ની સેલેરી પર કાપ મુક્યો હોવા છતાં પણ તે ક્લબ સાથે જોડાયેલો રહેશે, પરંતુ આ વાત પર હવે પુર્ણવિરામ મુકાઇ ગયુ છે.

બાર્સિલોના (Barcelona) ક્લબે પોતાના એક નિવેદનમાં કહ્યુ છે કે, બંને પક્ષો તરફથી થયેલી કોશિશ અને સહમતિ બાદ પણ કોઇ નવી ડીલ થઇ ન શકી અને બંને વચ્ચેનો કોન્ટ્રાક્ટ અહીં જ ખત્મ થઇ ગયો. જેથી હવે મેસ્સી કોઇ નવી ક્લબમાં જોડાઇ શકે છે. ક્લબે મેસ્સીને બાર્સિલોના (Barcelona)માં તેના યોગદાન બદલ આભાર વ્યક્ત કરી અને ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા છે.

 

 

ક્લબ સાથેનો કોન્ટ્રાક્ટ

મળતી માહિતી મુજબ સ્પેનની સૌથી મોટી ફુટબોલ ક્લબ 1 બિલિયન ડોલરથી પણ વધુના દેવામાં છે. જો તેને ભારતના હિસાબે જોવામાં આવે તો આ રકમ આશરે 8 હજાર કરોડથી પણ વધુ છે. મહત્વની વાત તો એ છે કે મેસ્સી ફુટબોલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. બાર્સિલોના (Barcelona) સાથે તેનો પુરો થયેલો કોન્ટ્રાક્ટ સૌથી મોટો અને મોંઘો હતો. જેમાં 2017નો કોન્ટ્રાક્ટ સામેલ છે. તેને 5 વર્ષમાં 550 મિલિયન યૂરો આપવામાં આવ્યા હતા. તેનો આ કોન્ટ્રાક્ટ 30 જૂનના રોજ ખત્મ થયો હતો. આ તમામ વચ્ચે પણ અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી કે મેસ્સી ક્લબ સાથે ફરી જોડાશે. આ વચ્ચે બંને પક્ષ વચ્ચે સહમતિ બની હતી જેથી મેસ્સીએ આ કોન્ટ્રાક્ટને ખત્મ કર્યો હતો.

ક્લબની સ્થિતિ

બાર્સિલોના (Barcelona) ક્લબની હાલની સ્થિતિની જો વાત કરીએ તો ક્લબ હાલમાં આર્થિક સંકટ સામે ઝઝુમી રહી છે. એક રિપોર્ટ મુજબ 2020 માં ક્લબને 100 મિલિયન ડોલરથી વધુનું નુકસાન સહન કરવુ પડ્યુ હતુ, જ્યારે કે ક્લબના ખાતામાં 1 બિલિયન ડોલરથી પણ વધુનું તો દેવુ ચઢેલુ હતુ. ક્લબે હાલમાં જ 100 મિલિયન પાઉન્ડથી વધારે કિંમતની ચુકવણી કરી કેટલાક ફુટબોલરની ખરીદી કરી હતી. જે ફુટબોલરની સેલેરી પણ વધુ હતી. તેમ છતાં પણ ક્લબ ચેમ્પિયન્સ લીગ જેવી યુરોપનું મોટુ ટુર્નામેન્ટ જીતવામાં નાકામ રહી હતી. ત્યારબાદ સૌથી વધુ મુશ્કેલી કોરોનાના કારણે સર્જાઇ હતી. જેની સીધી આર્થિક અસર ક્લબ પર પડી હતી.

મેસ્સી અને બાર્સિલોનાનો સંબંધ

મેસ્સી (Messi) અને બાર્સિલોના (Barcelona)નો સંબંધ બહુ જુનો છે તેવુ કહી શકાય તેનુ કારણ એ છે કે મેસ્સી (Messi) 16 વર્ષની ઉંમરથી જ ક્લબ સાથે જોડાયો છે. તે પહેલા 13 વર્ષની વયે તે “લા મેસિયા એકેડમી” જોઇન કરી હતી. ત્યારબાદ 2004માં તેઓએ બાર્સિલોના માટે ડેબ્યુ કર્યુ અને તે બાદ સતત તે ક્લબ સાથે જોડાયેલા રહ્યો હતો. મેસ્સીના જોડાયા બાદ ક્લબે સ્પેનિશ લીગથી લઇને ડઝનથી પણ વધુ ટાઇટલ જીતી અને ક્લબને રિયાલ મેડ્રીડની બરાબરી પર લઇ આવી હતી.

કેપ્ટન તરીકેની સફર

2017ની વાત કરવામાં આવે તો આંદ્રેસ ઇનિએસ્તાના ક્લબથી ગયા બાદ મેસ્સી કેપ્ટન બન્યો હતો, પરંતુ તે દરમિયાન મેસ્સી (Messi)ને એટલી સફળતા પ્રાપ્ત થઇ નહતી. તે એકલો જ ટીમની કમાન સંભાળી રહ્યો હતો જેના પગલે મેસ્સી (Messi)એ 2020માં ક્લબ છોડવા અંગેની જાહેરાત કરી હતી, પરંતુ બાર્સિલોના (Barcelona)એ કાયદાનો સહારો લઇ અને મેસ્સી પર દબાવ બનાવી એક વર્ષ સુધી તેને રોકી રાખ્યો હતો.

રેકોર્ડ

મેસ્સી (Messi)નો ક્લબ સાથેના રેકોર્ડની જો વાત કરવામાં આવે તો લા લીગામાં સૌથી વધુ ગોલ કરવામાં રેકોર્ડ  ધરાવે છે. મેસ્સી (Messi)એ 550 મેચમાં 474 ગોલ કર્યા છે જે ક્લબના ઇતિહાસના સૌથી વધુ ગોલ છે. મેસ્સીએ બાર્સિલોના (Barcelona) માટે અલગ અલગ મેચમાં રમત રમતા 778 મેચમાં 672 ગોલ કર્યા છે. તે ઉપરાંત તે લીગમાં સૌથી વધુ 190 થી પણ વધુ ખેલાડીને  ક્લબમાં સામેલ કરનાર ખેલાડી છે. એટલુ જ માત્ર નહીં મેસ્સીએ 36 હેટ્રિક પણ બાર્સિલોના માટે લા લીગામાં નોંધાવી છે. જ્યારે એક જ સિઝનમાં સૌથી વધારે 50 ગોલ કરવામાં પણ મેસ્સીનું જ નામ સામેલ છે.

ક્લબ તરફથી ટ્રોફી

મેસ્સી (Messi)એ બાર્સિલોના (Barcelona) માટે 34 ટ્રોફી જીતી છે જેમાં તેનુ યોગદાન સૌથી વધુ નોંધાયેલુ છે. જેમાં 10 લા લીગા, 7 કોપા ડેલ રે અને 4 યુએફા ચેમ્પિયન લીગનું ટાઇટલ સામેલ છે. આ ઉંપરાંત મેસ્સી 6 વખત વર્ષના સર્વશ્રેષ્ઠ ફુટબોલરનું સન્માન મેળવી ચુક્યો છે.  

આ પણ વાંચો : ભારતીય મહિલા હોકી ટીમની હાર્ટબ્રેક હાર, મોદીજીએ ટ્વીટ કરીને હિંમત આપી

Androidhttp://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment