Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeસ્ટાર્ટ અપએક કમાલનો વેપારી જે પથ્થરોથી કરે છે કરોડોની કમાણી

એક કમાલનો વેપારી જે પથ્થરોથી કરે છે કરોડોની કમાણી

America
Share Now

આપણું બ્રહ્માંડ અનેક આકાશ ગંગાઓનું બનેલું છે.  અંતરિક્ષમાં ગ્રહો અને તેના સિવાય પણ નાના નાના તારા અને ઉલ્કાઓ તેમજ નાના મોટા પથ્થરો તરી રહ્યાં છે, આકાશમાંથી કોઇ ઉલ્કાપિંડ જોવાની વાત તો ઘણી સાંભળી છે, ઉલ્કાપિંડ એક એવી વસ્તુ છે જેને બધા લોકો એકત્રિત કરવાનો શોખ રાખતા હોય છે. આજે આપણે વાત કરવાના છીએ માઇક ફાર્મરની  ( Michael Farmer ) જેનો શોખ છે પથ્થર એકત્રિત કરવાનો.

અંતરિક્ષમાંથી ઘણો એવો કચરો પણ છે જે ધરતી પર પડી રહ્યો છે. ખાસ કરીને અંતરિતક્ષમાં તરી રહ્યો છે. પણ જો આજે અમે તમને એવા વ્યક્તિને મળાવીએ જે અંતરિક્ષમાંથી પડી રહેલી ઉલ્કાઓ કે પથ્થરોને એકત્રિત કરીને તેને વેચે છે. કહેવાય છે ને કે ઉપરવાલા જબ ભી દેતા હૈ, છ્પ્પન ફાડ કે દેતા હૈ, અમેરિકામાં એક વ્યક્તિ સાથે આવુ જ કંઇક થયુ છે. આ વ્યક્તિનો બિઝનેસ નાનો છે પણ કરે કરોડોની કમાણી પણ કરી રહ્યો છે.

Meteoroid

Image Source: Wikipedi

કોણ છે આ ઉલ્કા પિંડ ડિલર?

અમેરિકાના એક વ્યક્તિ વિશે અમે વાત કરીશુ જે ઉલ્કા પિંડ ડિલર તરીકે પણ ઓળખાય છે. આ વ્યક્તિ આકાશમાંથી ધરતી પર પડનારા ઉલ્કાપિંડને સાચવી રાખે છે, એકત્રિત કરે છે અને પછી તેનો બિઝનેસ પણ કરે છે.  આ વ્યક્તિ એક ફાર્મર છે, જેનું નામ માઇક ફાર્મર( Michael Farmer) છે.

 

ધરતી પર પડી રહેલા ઉલ્કાપિંડોને શોધવાનું કાર્ય પણ સરળ નથી

અમેરિકાના માઇકને રોમાંચ પસંદ છે જેથી તેમને આ શોખ પણ પસંદ છે.જેથી તેમને આ કામ કરવામાં મજા પણ એટલી જ આવે છે. માઇક કહે છે કે ,ઘણી વારતો જીવ ને પણ જોખમમાં મુકવો પડે છે. સાથે સાથે ગાઢ જંગલમાં પણ જવુ પડે છે.

માઇક ફક્ત ઉલ્કાપિંડને વેચવાનું કામ નથી કરતા તે સાથે સાથે તે ખરીદે છે અને સાચા ભાવમાં વેચે પણ છે. સ્ટેન્ લોનના પૈસાથી 1995 માં તેમણે ઉલ્કાપિંડના નાના ટુકડાઓ ખરીદ્યા હતા.

Mike

Image Source : aajtak

  •  અમેરિકાના ઉલ્કા પિંડ ડિલર છે માઇક ફાર્મર
  • સામાન્ય લાગતા પથ્થરને મુન રોકે 7 કરોડ 32 લાખ રૂપિયામાં વેચ્યો
  • અદ્વભુત અને દુર્લભ વસ્તુઓ રાખવાનો શોખ હોય છે તેને વેચે છે પથ્થરો
  • ગાઢ જંગલમાં જઇને અને જીવ જોખમમાં મુકીને શોધે છે ઉલ્કા 

એક કમાલનો વ્યાપારી, જે પથ્થરથી કરે છે કમાણી

માઇકનું કહેવુ છે કે, એકવાર તેણે મોરક્કોનો પ્રવાસ કર્યો હતો અને સાથે સાથે ત્યાંથી મુન રોકનો એક ટુકડો ખરીદી લીધો હતો. આ પથ્થર કેટલી કિંમતનો હશે તેની એમને જાણ પણ નહોતી, જે બાદ આ સામાન્ય લાગતા પથ્થરને મુન રોકે 7 કરોડ 32 લાખ રૂપિયામાં વેચ્યો હતો. જેમાંથી મળેલા પૈસાએ તેમને લોન ચુકવી અને પછી પોતાનું આલીશાન ઘર પણ બનાવ્યુ હતુ.

Meteoroid 1

Source: aajtak

ઉલ્કાપિંડ કોઇ ઘરેલુ વસ્તુ નથી જેને જઇને માઇક બજારમાં વેચી શકે, પણ માઇક ફાર્મર પોતાના આ કલેક્શનને એકત્રિત કરે છે અને પછી ખગોલવિદ એટલે કે એસ્ટ્રેનોર્મસતી લઇને અમીર વ્યક્તિઓ અને જે લોકોને આવી અદ્વભુત અને દુર્લભ વસ્તુઓ રાખવાનો શોખ હોય છે તેને વેચે છે.જે લોકોને આનો શોખ હોય છે, તેને સારા દામમાં પણ વેચે છે. જેથી કમાણી ભરપુર થાય છે.

આ પણ વાંચો:  એક કોમન મેન કઇ રીતે બની ગયો માઇક્રોસોફ્ટનો ચેરમેન ?

આવુ અમેરિકામાં જ નહી પણ ઇન્ડોનેશિયામાં પણ એક વ્યક્તિની કિસ્મત પલટાઇ ગઇ હતી, કોલ્મબિયામં રહેતા જ્યાં જોસુઆના ઘર પર 2.1 કિગ્રા વજનનું ઉલ્કાપિંડ પડ્યુ હતુ જેના કારણે તેને 10 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. આને કહેવાય કિસ્મત, 30 વર્ષ સુધી પોતાને કામ કરવાની જરુર ન પડે તે રીતે કિસ્મતે બાજી મારી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment