Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટકિંગ ઓફ પોપ: સતત ચર્ચામાં રહેલા માઇકલ જેક્સનની ડેથ આજે પણ છે એક મિસ્ટ્રી

કિંગ ઓફ પોપ: સતત ચર્ચામાં રહેલા માઇકલ જેક્સનની ડેથ આજે પણ છે એક મિસ્ટ્રી

Mical Jackson
Share Now

દુનિયાને પોતાના ગીત અને પોતાના શબ્દો તેમજ ડાન્સના મુવ્સથી લોકોને અને પુરી દુનિયાને પાગલ કરનાર એક માત્ર કિંગ ઓફ પોપ એટલે માઇકલ જેક્સન ( Michael Jackson) .જેમના નિધનથી પુરી દુનિયામા શોકનું વાવાઝોડુ પ્રસરી ચુક્યુ હતુ, માઇકલ જેક્સન (Michael Jackson) ની આજે પુણ્યતિથિ છે, 25 જુન અને 2009 ના દિવસે માઇકલ જેક્સનનું નિધન થયુ હતુ.

માઇકલ જેકલન  (Michael Jackson) ગીતકાર, સંગીતકાર અને પોપડાન્સર (Popdancer) હતા, જેને રોક એન્ડ રોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો.  માઇકલ જેકસનના નિધન પર તેમના વિશે થોડા દિલચસ્પ કિસ્સા વિશે જાણીશુ.

કિંગ ઓફ પોપ

michael jackson

Image Courtesy : Pintrest

કિંગ ઓફ પોપ નો જન્મ અમેરિકાના ઇંડિયાના પ્રાંતના નાના એવા શહેર ગૈરી માં થયો હતો, પણ જેક્સનની ફેમિલી ખુબ મોટી હતી નાનપણથી જ તેમણે ખુબ સ્ટ્રગલ પોતાની લાઇફમાં જોયુ હતુ, એક બાળક જેને મા બાપના પ્રેમની સૌથી વધુ જરુર હોય છે, ત્યારે એ સમયે તેમને નહોતો મળતો, કારણ એ પણ હોઇ શકે કે આટલા બધા બાળકો હોવા છતાં ટાઇમ અને જોઇએ એ રીતે પરવરિશન ન મળવી, બાળપણથી જ માઇકલ જેક્સનને સંગીતમાં ખુબ જ રુચિ હતી.

માઇકલ જેક્સનની સંગીતમાં રુચિ હોવાના કારણે તે ભાઇ સાથે 1964 માં જેક્સન ફાઇવ ગૃપમાં જોડાયા,  ટેમ્બોરિન અને બોંગો  એ સમયે વગાડતા હતા, જે બાદ ધીરે ધીરે લોકપ્રિયતા વધી ગઇ અને જેક્સનને લોકો જાણવા લાગ્યા.

Mj Childhood

Image Courtesy : BBC

માઇકલ જેક્સનને પોતાની ઓળખ મેળવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી, તેમના ઘણા ઇન્ટ્રવ્હુમાં તે પોતાની વ્યથા જણાવે છે. બ્લેક હોવાથી તેમને કાળા ગોરાનો રંગભેદ નડતો હતો, જેના કારણે તે આગળ પણ ન આવી શક્યા, પણ સમય બદલાયો અને આ વ્યક્તિ જે બ્લેક હતો તેણે પોતાને પ્લાસ્ટિક સર્જરીથી ચેન્જ કરવાનું નક્કી કર્યું.

થ્રિલર આલબમ

વર્ષ 1982 માં થ્રિલર નામનો આલબમ જે આજે પણ ફેમસ છે તેના લોન્ચ પછી આ આલબમે ઇતિહાસ રચી દીધો હતો. આ અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ કરનારો આલબમ હતો. ત્યારથી લોકો પેન્સ અને દુનિયા માઇકલ જેક્સનને કિંગ ઓફ પોપ ના નામથી જાણવા લાગી.

 

માઇકલ જેક્સન 150 વર્ષ જીવવા માંગતા હતા, જેથી તે પોતાની પાસે ડોક્ટરોને અને નર્સની ટીમ રાખતા હતા, લોસ એજલંસમાં આવેલુ માઇકલનું ઘર પણ એટલુ જ શાનદાર છે, કોઇ ભવ્ય મહેલને પણ ટક્કર આપે તેવુ આ ઘર છે જેમાં થિયેટર,જીમ અને ગાર્ડન, ઝુ સહિત બધીજ વસ્તુઓ છે. માઇકલ જેક્ને ઘણાવાર પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી, પોતાના નાકની પણ સર્જરી કરાવી હતી.

ભારતમાં થયુ જ્યારે માઇકલ જેક્સનનું આગમન

Bal Thakare

Image Courtesy: World press.Com

વર્ષ 1996 માં માઇકલ જેક્સન મુંબઇના મહેમાન બન્યા હતા, આ કિસ્સો છે 1996 નો જ્યારે માઇકલ જેક્સન એક કંસર્ટ કરવા માટે મુંબઇમા આવ્યા હતા, માઇકલ જેક્સન અને શિવસેના વચ્ચેના સંબંધો શું હતા એવા કે, માઇકલ જેક્સને પોતાની ઇવેન્ટમાંથી 4 કરોડ રુપિયા આપી દીધા હતા. વાત એવી પણ ઉડી હતી કે માઇકલ જેક્સન એક પણ પૈસા આપવા માટે તૈયાર નહોતા, પણ તેમના એજન્ટે તેમને મનાવી લીદા હતા.

એજન્ટે માઇકલ જેક્સનને કહ્યું હતુ કે, શીવ ઉધોગ સેનાના નામથી રાજનું સંગઠન છે, જે મહારાષ્ટ્રના 27 લાખ બેરોજગાર યુવાનો માટે કામ કરે છે, પણ ઇવેન્ટના આ પૈસા માઇકલે આપી દીધા હતા, જેક્સને સવાલ કર્યો હતો, કે શું એ 27 લાખ મારા ફેન્સ છે? એજન્ટે જણાવ્યુ કે, નથી પણ બની શકે છે. જેથી માઇકલ જેક્સન પોતાના કન્સર્ટના પૈસા આપવા રેડી થઇ ગયા હતા.

આ પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: નટુકાકાએ જણાવી તેમની અંતિમ ઇચ્છા…

મુંબઇના એરપોર્ટ પર બોલિવુડ સ્ટાર સોનાલી બિન્દ્રેએ તેમનું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્વાગત કર્યું હતુ, ત્યારે આકુ મુંબઇ જાણે માઇકલ જેક્સનનું સ્વાગત કરવા માટે ઉમટ્યુ હોય તેવા દ્રસ્યો જોવા મળ્યા હતા. 

MJ ની પર્સનલ લાઇફ

Debbie Rowe admitted in an interview

Image Courtsy: World Press.com

વર્ષ 1994 માં લિસા મેરી સાથે લગ્ન કર્યા પણ જે લગ્ન વધુ ના ચાલ્યા અને 19 મહિનામાં જ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. 1997 માં માઇકલ જેક્સને નર્સ ડેબી રોવ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તેમના બે બાળકો પણ છે, પ્રિંસ માઇકલ અને પેરિસ માઇકલ કેથરિન. 1999 માં આ લગ્ન પણ તુટી ગયા હતા.

તમને સ્મુથ ક્રિમિનલ 1987 માં આવેલ યાદ હશે જેમાં માઇકલ જેક્સનનો સ્મુથ ક્રિમિનલ ડાંસ સ્ટેપ કરવો કોઇની તાકાતની વાત નથી, માઇકલ જેક્સનનું મુન વોક પણ કોઇ કોપી નથી કરી શકતુ.  માઇકલ જેકસનનું રોબોટિક અને મુન વોક પણ ખાસ છે તેમાં મુનવોક, હિપ હોપ , પોસ્ટ ડિસ્કો, પોપ એન્ડ રોક, કન્ટેમ્બરી પણ લોકોને શીખવાડ્યુ.

માઇકલ જેક્સન વિશે થોડા દિલચસ્પ કિસ્સા

-Michael-Jackson

Photograph by DMI / The LIFE Picture Collection / Getty

  • માઇકલ જેક્સન જીવવા માટે ઓક્સિઝન ચેમ્બરમાં પણ સુતા હતા
  • HIV એડ્સ નું સમર્થન કરવા માટે જેકસનને પુર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા
  • માઇકલ જેક્સન પર સેક્સુઅલ એમ્બ્યુસના ગંભીર આરોપો પણ લાગ્યા હતા, તે2002 માં ખુબ ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે પોતાના બાળકોને બારીમાંથી બહાર લટકાવી દીધા હતા.
  • માઇકલ જેક્સનના નામે 13 ગ્રેમી એવોર્ડ, ગ્રેમી લીજેન્ડ એવોર્ડ, ગ્રેમી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ, 26 અમેરિકન મ્યુઝિક એવોર્ડ પણ છે.
  • માઇકલ જેક્સન એક માત્ર એવા વ્યક્ હતા જેને ભારતમાં પણ નામના હતા, પુરી દુનિયામાં તે ઓળખિતા હતા.

માઇકલ જેક્સનનું નિધન આજે પણ એક મિસ્ટ્રી

લોકોના દિલોની ધડકન એવા કિંગ ઓફ પોપ પોતાની મોતને લઇને પણ ચર્ચામાં રહ્યાં હતા, આજે પણ જાણે તેમના ફેન્સ આ વાત માનવા તૈયાર જ નથી. માર્ચ 2009 માં માઇકલ જેકસને કહ્યું તુ કે, ધીસ ઇઝ ઇટ તેમનું લાસ્ટ કંસર્ટ હશે, પણ તે પહેલાં જ માઇકલ જેક્સનના નિધનના સમાચાર આવી ગયા હતા.

Mj

(Photo by Chris Pizzello/Invision/AP)

  • માઇકલ જેક્સનના નિધનને લઇને પરિવારમાં ડાઉટ હતો કે આ એક મર્ડર છે, જેના કારણે બે વાર માઇકલ જેકસનનુ પોસ્ટમોર્ટમ થયુ હતુ.
  • માઇકલ જેક્સનના મૃત્યુ બાદ એવા પણ ઘણા સમાચાર આવતા રહ્યાં કે, ઘણા ફેન્સ હતા જે આ દુખના કારણે સદમા માં જતા રહ્યા અને સુસાઇડ પણ કર્યું. જેમાં નવાઇ નથી કે માઇકલ જેક્સનના ખુબ જ મોટી સંખ્યામાં ફેન્સ હતા.   
  • તમને જાણીને નવાઇ લાગશે કે કિંગ ઓફ પોપના નિધનથી ઇન્ટરનેટ પણ ક્રેશ થઇ ગયુ હતુ, પોપ સ્ટારના નિધનના સમાચારથી ટ્વીટર, વિકિપિડિયા એઓએલ ક્રેશ થઇ ગયુ હતુ.
  • માઇકલ જેક્સનની અંતિમ વિદાઇને દરેક જગ્યાએ બતાવવામાં આવી હતી, જેનું બ્રોડકાસ્ટ અઢી અરબ લોકોએ લાઇવ નિહાળી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ લાઇવ બ્રોડકાસ્ટ હતી.

આ પણ વાંચો:  “મુઝે ચુલ્લુભર પાનીમેં ડુબ મરના ચાહિયે”: અનુપમ ખૈર

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment