Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝOYO માટે સારા સમાચાર, માઈક્રોસોફ્ટે કર્યું 50 લાખ ડોલરનું રોકાણ

OYO માટે સારા સમાચાર, માઈક્રોસોફ્ટે કર્યું 50 લાખ ડોલરનું રોકાણ

microsoft-invests-in-oyo-good-news-for-oyo-microsoft-has-invested-50-5-million
Share Now

નવી દિલ્હી: તકીનીકી ક્ષેત્રની ટોચની કંપની માઈક્રોસોફ્ટ કોર્પોરેશને ઓયોમાં (Microsoft invests in OYO) 50 લાખ ડોલર એટલે કે 37 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ રોકાણ ઈક્વિટી શેરો અને કમ્પલસરી કન્વર્ટેબલ ક્યુમ્યુલેટિલ પ્રેફરન્સ શેર્સને પ્રાઈવેટ એલોટમેન્ટ કરવામાં આવ્યા છે. હોસ્પિટાલિટી સેક્ટરની કંપની ઓયોએ એક રેગ્યુલેટરી સૂચનામાં આ કહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઓયો રૂમ્સ હોટલ ચેઈનને ચલાવતી કંપની આરેવેલ સ્ટેજ પ્રા. લિ.ની 16 જુલાઈએ યોજાયેલ AGMમાં કંપનીના એફ2 કમ્પલસરી કન્વર્ટેબલ ક્યુમ્યુલેટિલ પ્રેફરન્સ શેરો અને ઈક્વિટી શેર્સને પ્રાઈવેટ એલોટમેન્ટના આધારે માઈક્રોસોફ્ટ કોર્પોરેશન (Microsoft Corporation)ને કુલ મળીને 4,971,650 ડોલર જેટલા રૂપિયામાં જારી કરવાને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : કાબુલથી 85 ભારતીયોને લઈ એરફોર્સનું C-130J વિમાન ભારત તરફ રવાના

ડીલ હેઠળ ઓયો 10 રૂપિયા ફેસ વેલ્યૂના પાંચ ઈક્વિટી શેર (Equity Shares) 58,490 અમેરિકન ડોલરના બરાબરના ભારતીય રૂપિયાના ઈશ્યૂ પ્રાઈસ (Issue Price) પર જારી કરશે. આ સિવાય એફ2 સીરિઝના 100 રૂપિયા ફેસ વેલ્યૂવાળા 80 CCCPS 58,490 ડોલર પ્રતિ સીરિઝ ઓફ2 મૂલ્ય જેટલા રૂપિયા જારી કરવાને પણ મંજૂરી અપાઈ છે.

microsoft-invests-in-oyo-good-news-for-oyo-microsoft-has-invested-50-5-million

ઓયો

ઉલ્લેખનીય છે કે, આ રોકાણ પછી કંપનીની વેલ્યૂએશન 9.6 અબજ ડોલર એટલે કે 668 અબજ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. હોટલ્સ એન્ડ હોમ્સ ઈનિશિએટીવ પબ્લિક ઓફર (IPO) લાવવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે, ઓયો હોટલ્સ એન્ડ હોમ્સ IPOથી માર્કેટ રેગ્યુલેટરી સેબી (SEBI) પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) સપ્ટેમ્બરમાં ફાઈલ કરી શકે છે. કોઈ પણ કંપની માટે IPO લાવવા માટે ડીઆરએચપી ફાઈલ કરવું જરૂરી હોય છે. DRHPમાં કંપની અને તેના બિઝનેસની વિસ્તૃત જાણકારી હોય છે. આ દસ્તાવેજમાં કંપની જણાવે છે કે તે માર્કેટમાંથી પૈસા કેમ અને કેટલા મેળવવા માંગે છે.

microsoft-invests-in-oyo-good-news-for-oyo-microsoft-has-invested-50-5-million

ઓયો (OYO)માં જાપાનના સોફ્ટબેન્ક ગ્રુપ કોર્પની 46 ટકા હિસ્સેદારી છે. હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટ 2020 અનુસાર, ઓયોના સંસ્થાપક અને ચીફ એક્ઝીક્યૂટીવ ઓફિસર (CEO) રિતેશ અગ્રવાલ દુનિયાના બીજા સૌથી યુવા સેલ્ફ મેડ અબજોપતિ છે. ઓયો દેશની સૌથી મોટી સ્ટાર્ટઅપ કંપનીઓમાંથી એક છે. તેની સ્થાપના 2013માં રિતેશ અગ્રવાલે કરી હતી. આ દુનિયાભરમાં બજેટ હોટલ્સ માટે એગ્રીગેટરનું કામ કરે છે. કંપનીના સીઈઓ રિતેશ અગ્રવાલ હુરૂન ગ્લોબલ લિસ્ટ 2020 અનુસાર દુનિયાના બીજા સૌથી યુવા સેલ્ફ મેડ અબજોપતિ છે. ઓયો દેશનું સૌથી મોટું સ્ટાર્ટઅપ છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment