Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeસ્પોર્ટ્સઅલવિદા ફ્લાઈંગ શીખ

અલવિદા ફ્લાઈંગ શીખ

MILKHA SINGH
Share Now

ભારતીય લેજન્ડરી સ્પ્રિન્ટર મિલ્ખા સિંહનું કોરોનાના કારણે નિધન થયું છે. મિલ્ખા સિંહ 91 વર્ષના હતા. 5 દિવસ અગાઉ તેમના પત્નીનું પણ કોરોનાના લીધે નિધન થયું હતું. મિલ્ખા સિંહની સારવાર ચંડીગઢની હોસ્પિટલમાં ચાલી રહી હતી. મિલ્ખા સિંહન અને તેમની પત્ની 20 મેંના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. તે બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પછી તેમને ડિસ્ચાર્જ આપવમાં આવ્યો અને ઘરે જ સારવાર કરવામાં આવી હતી. અને થોડા દિવસો પછી તેમની તબિયત બગડી હતી અને ઓક્સિઝન લેવલ સતત ઘટી રહ્યું હતું. 3 જૂનના રોજ તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને આજે ભારતે એક લેજન્ડ ગુમાવ્યો છે. મિલ્ખા સિંહ(Milkha Singh) પોતાની કારકિર્દીમાં ભારતને ઘણા મેડલો અપાવ્યા હતા.

મિલ્ખા સિંહની શરૂઆત 

મિલ્ખા સિંહનો જન્મ પાકિસ્તાનના ગોવિદપુરામાં શીખ પરિવારમાં થયો હતો.તેમનો જન્મ 20 નવેમ્બર 1929ના રોજ થયો હતો. મિલ્ખા સિંહ પાર્ટેશન સમયે ભારત આવ્યા અને ભારતીય સેનામાં જોડાયા હતા. નવી ભરતી માટે ચાલતી ફરજિયાત ક્રોસ-કન્ટ્રીમાં છઠ્ઠું સ્થાન મેળવ્યા પછી સેના દ્વારા એથ્લેટિક્સની વિશેષ તાલીમ માટે પસંદ કરવામાં આવી હતી. તેમને ઘણી મેહનત અને સંગર્ષ બાદ એશિયન ગેમ્સ તેમજ કોમનવેલ્થ ગેમ્સમાં 400 મીટરની દોડમાં ગોલ્ડ જીતનાર એકમાત્ર રમતવીર છે. તેમણે 1958 અને 1962 એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમણે 1956 માં મેલબોર્નમાં સમર ઓલિમ્પિક્સ, રોમમાં 1960 સમર ઓલિમ્પિક્સ અને ટોક્યોમાં 1964 સમર ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમની રમતગમતની સિદ્ધિઓના સન્માનમાં તેમને પદ્મશ્રી, ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યો હતો.

Milkha singh

PC- PTI

મિલ્ખા સિંહનો પરિવાર

2012 સુધી તે ચંડીગઢમાં રહેતા હતા. 1955માં તમની મુલાકાત ભારતીય મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન નિર્મલ કૌર સાથે થાય છે. અને 1962માં મિલ્ખા સિંહ અને નિર્મલ કૌર લગ્ન કરે છે. તેમને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. મિલ્ખા સિંહની બહેને તેમની ઘણી મદદ કરી હતી,તેમની પરિણીત બહેનનાં પરિવાર સાથે થોડા સમય માટે રહ્યા હતા. થોડા સમય બાદ તિહારમાં કેદ કરવામાં આવ્યા હતા. ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરવા બદલ જેલમાં જવું પડયું હતું. તેની બહેનને તેને જેલમાંથી છોડવવા માટે કેટલાક ઝવેરાત વેચ્યાં હતા. તેમણે પુરાણા કીલાના શરણાર્થી શિબિરમાં અને દિલ્હીમાં શાહદરામાં વસાહતમાં થોડો સમય પસાર કર્યો.

પદ્મશ્રીથી સન્માનિત

મિલ્ખા સિંહે 1958માં 200-400 મીટરમાં એમ બે ગોલ્ડ મેડલ પોતાના નામે કરે છે. તે બાદ 1962માં કોમનવેલ્થ ગેમ્સના 440 યાર્ડ્સ સ્પર્ધામાં ભારતને ગોલ્ડ મેડલ અપાવે છે. 1962ના એશિયન ગેમ્સમાં 400 મીટર અને 400 મીટર રીલેમાં ભારતને બે ગોલ્ડ મેડલ જીતાડે છે. 1964ના કલકત્તા નેશનલ ગેમ્સમાં 400 મીટરમાં સિલ્વર મેડલ પોતાના નામે કરે છે. 1959માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવે છે.

ભાગ મિલ્ખા ભાગ

મિલ્ખા સિંહના જીવન પર 2013માં બોલિવૂડની ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ બનાવામાં આવી હતી. તેમાં મિલ્ખા સિંહની ભૂમિકામાં ફરહાન અખ્તર જોવા મળ્યો હતો. તે ફિલ્મનું નિર્દેશન રાકેશ ઓમપ્રકાશ મેહરાએ કર્યું હતું. આ ફિલ્મને 2014માં 61મોં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં સર્વશ્રેષ્ઠ મનોરંજક ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો. આ ફિલ્મમાં મિલ્ખા સિંહના જીવનમાં આવેલ ઉતાર ચઢાવને સરસ રીતે દર્શાવ્યા હતા.

 MILKHA SINGH

PC- OLYMPICS

ફ્લાઈંગ શીખ(Milkha Singh)

મિલ્ખા સિંહને ફ્લાઈંગ શીખ પણ કહેવામાં આવતા હતા. તે પાકિસ્તાનમાં એક દોડમાં ભાગ લીધો હતો, અને તેમાં તેમણે જીત મેળવી હતી. આ દોડમાં તેમને ઘણો સારો દેખાવ કર્યો હતો. તે બાદ પાકિસ્તાનના જનરલ અયુબ ખાને તેમને ફ્લાઈંગ શીખ કહ્યા હતા.મિલ્ખા સિંહને ભારત કયારેય ભૂલી નહીં શકે.

મિલ્ખા સિંહે(Milkha Singh) 80 માંથી 77 દોડમાં જીત મેળવી છે. પરંતુ તેમણે રોમ ઓલ્મિક્સમાં હારનો સામનો કરવો પડયો હતો. અને તે વાતનો મિલ્ખા સિંહને અફસોસ રહી ગયો હતો. અને તેમની છેલ્લી ઈચ્છા આવી હતી કે કોઈ ભારતીય ખેલાડીના હાથમાં આ મેડલ જુવું. આ ઈચ્છા અઘરી રહી ગઈ હતી. ખેલમંત્રી કિરણ રીજ્જુએ મિલ્ખા સિંહની ટવિટ પર લખ્યું કે વાયદો કરીએ છીએ કે મિલ્ખા સિંહની અંતિમ ઈચ્છા પુરી કરીશુ.

આ પણ વાંચો:મેચના પેહલા દિવસે વરસાદે કરી જોરદાર બેટિંગ

 

 

No comments

leave a comment